________________
૨૨૮
બુદ્ધિપ્રભા
પડે પતિ કારમી, સરે ન એકે કામ; વાલાં વેરી ને બને, દાઝયા ઉપર ડામ. ૧૭ થાકી લોથ થઇ ગયે, ભૂખ દુઃખનું કામ; ત્રગડે કોઈ એવે સમે, દાઝયા ઉપર ડામ. કુસંગીના સંગમાં, સારા ભરતે જામ; વાડે ધાડે જઈ પડે, દાઝમા ઉપર ડામ ૧૮ કીમીયાગરના કારમાં, ખૂણે નીર તમામ; કારાગૃહ જે સાંપડે, દાઝયા ઉપર ડામ. ૨૦
સદગત શાહ નારણજી અમરશી.
जुना जैन लखाणोनी भाषा.
જૈન ધર્મના છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુના વખતમાં અર્ધ ભાગધી ભાષા બોલાતી હતી. મહાવીર પ્રભુ બુદ્ધના સમકાલીન હતા. બુદ્દે મહાવીર પછી ઉપદેશ આપવા માંડયો. હતે. બુદ્ધના ધર્મ પુસ્તકની ભાષા પાલી હતી ત્યારે જૈન ધર્મ પુસ્તકની ભાષા અર્ધ માગધી હતી.
હિંદમાં ધર્મ પુરતા મુખ પાઠે રાખવાને ચાલ હતો અને તેથી મુખે યાદ રાખતાં સુત્ર કે શાસે પાછળથી જ્યારે વિસરાવા લાગ્યાં અથવા સ્મરણશક્તિ મોળી પડી ત્યારે તે મૂવો પુસ્તકરૂપે લખી લેવામાં આવ્યાં. | શ્રી મહાવીરના નિર્વાણ પછી હ૮૦ એટલે આશરે એક હજાર વર્ષે જૈન સૂ-શા પુરતકારૂઢ થયાં. વલ્લભીપુરમાં શ્રી મહાવીર પ્રભુની ૨૭ મા પિઠીએ ધર્મ ગાદીએ વિરાજતા. આચાર્ય શ્રી દેવદ્ધિ ક્ષમા શ્રમણે પિતાના અધિપતિપણા નીચે યાદ રહેલાં સૂત્રે પુસ્તકરૂપે કાગળ પર લખી લેવરાવ્યાં, જેમ અસલથી બેલાતાં તેમજ તેજ અર્ધમાગધી ભાષામાં લખી લેવામાં આવ્યાં. બેશક, એક હજાર વર્ષના ગાળામાં-ભાષામાં ઉચ્ચારણમાં કંઇ ફેરફાર થયે હશે છતાં મૂળનું જે યાદ હતું તે પ્રમાણે લખી લેવામાં આવ્યાં. પાઠાંતર પણ કોઈ કોઈ જગાએ લખવામાં આવ્યા એમ મોઢાનું ધર્મ સાહિત્ય પુસ્તકમાં લખાયું.
શ્રી મહાવીર તથા બુદ્ધના વખતમાં લોકો જે પ્રાકૃત બોલતા હતા તે આ અર્ધ મા ગધી અને પાલી હોય તે કાળે સંસ્કૃત ભાષામાં બેસવાને પ્રચાર નહિ જેજ હતે કેમકે લેક ભાષા તે કાળે સંસ્કૃત નહોતી. બેશક, તે પહેલાંનું સાહિત્ય-હિંદ દેશનું સાહિત્ય લકિક સંસ્કૃતમાં હતું અને લૌકિક સંસ્કૃત પહેલાનું સાહિત્ય વૈદિક કે મહા સંસ્કૃતમાં હતું.
જૈન ધર્મની પાછળથી બે મુખ્ય શાખા થઈ. શ્વેતાંબર અને દિગંબર. તાંબરને ૧૬ અંગ (આગમ), ૧૨ ઉપાંગ તથા બીજું સત્ર અર્ધ માગધીમાં લખાયાં છે પરંતુ વચ્ચે વચ્ચે દુકાળ વગેરે મુશ્કેલીના વખતમાં તેમાંના અમુક ભાગ ઓછા થયા કે વિરછેદ ગયા છે એમ જ એ ભૂલાઈ ગયેલા ભાગ સિવાયના સૂત્રોને માન્ય નહિ રાખતાં દિગંબરેએ પુરાણે વગેરે સંસ્કૃતમાં રહ્યાં છે.