________________
૨૨૬
~~
બુદ્ધિપ્રભા. ~~~ ~~~~~~ चकवाक युग्म.
(સેરો . ) " નહિ પારધી પાસ, નહિ અંગ શર લાગીયું;
અયી, સખિ ! વદ વાત, કેમ પ્રાણું બની ગયા?” ચક્રવાક યુગ એક રમતું, ભમતું, આવીયું, થયા ખરા મધ્યાહુ, તુષાર્ત ત્યાં બન્ને થયાં; હતું સરોવર શુષ્ક, લેશ માત્ર જલ ત્યાં હતું,
ઉભય પ્રેમીમાં એક, મુકી અન્યને ના પી. ચક્રવાક- અયી પ્રિયે ! તુજ ગાત્ર થયાં શિથિલ અતિ તાપથી,
થયું મુંખરું પ્લાન શ્રમથી નવ ચાલી શકે, વિના સલિલ સુકાય, બહાલી કોમલ કંઠ આ; આ સરવર દેખાય, જળ કયાંઈ પણ ત્યાં હશે, તૃષા કરી તુજ શાંત, શીતલ આ છાંયા મહીં;
ક્ષણેક મુજ ઉત્સગ કે વિશ્રાંતી સૂઈને.” ચાવાકી–વતા વિટ૫ વિણ જેમ, કમલ જેમ રવિ વીના,
પ્રિયજન વીણુ હું તેમ ક્ષણે નહિ જીવી શકું; તવા થકી પીડાય અતિ અમિત તમ દેહ આ, જળ વધ્યું પળમાં એક, પ્રાણ વિનાને એ થશે; સુખે લઈ જળ, પ્રિય! નિન્દા ધ્યે મુજ ઉર પરે
સ્વજન લઈ ઉસંગ, મરવું એ સુખ કઈક છે.' ચાવાક-જડ જે દેખાય, ચન્દ્રકાન્ત ચંદા વિના,
ભ્રમર કુસુમ વિણ તેમ, વિયુક્ત તેથી શું કરું? ભલે મરે મુજ દેહ, સ્નેહ ભર્યું નથી આપણે,
મળશે અવરે જન્મ, ક્ષણ ભંગુર સુખ પૃથ્વીનું.’ ચક્રવાકી—“ નહિ પ્રિય ! નહિ પ્રિય! વૃથા જાય છે કાળ આ,
જો જળ, થાઓ શાંત, નહિ દુઃખી મુજને કરે. ચક્રવાક–“તું પી કોમળ પુષ, જીવ જાય છે તાહિર -- + + +
+ એમ કરતે એક મસ્તક નાખીને પડયો– “હાય” કરંતી નાર, ગ્રીવા પર પ્રીવા હા !
શુદ્ધ, ઉચ્ચ, એ સ્નેહ, મત્યે લોકમાં ના મળે– સર્વ વાર્થ પરિત્યાગ-નેહ એજ આદર્શ જ્યાં. ”