________________
૨૪૨
બુદ્ધિપ્રભા.
નાજ. જે જમાનાને બદલે પણ નહિ અને પિતે બદલાય પણ નહિ એ દુનિયામાં નિષ્ફળ નિવડે છે અને સૃષ્ટિ માટે નકામા થઈ પડે છે. માટે આપણે એક જાતને સ્વાર્થ સાધવા માટે પણ જમાનાને અનુસરવું પડે છે.
આપણે અહીંનાં સ્ત્રીઓનાં મળે પણ અથવા તે આ ભાષણ પણ જમાનાનું એક રૂપજ છે. આપણી માતાઓને માટે આવાં મંડળો કે ભાષણે મહેતાં. તેઓ ઘણોખરો વખત ધરમાં જ ગાળતાં અને પૈ દાર કે ઉચ્ચ કુટુંબના ઘરમાં આસપાસના ફળીઓ કે પિળની સાધારણ કે ગરીબ કુટુંબનાં સ્ત્રીઓ ભરાતી. પિતાનું કામ કેટલીક સાથે લઈ જતી અને થોડેક વખત આમ તેમ ભેગાં બેશી, પછી સા ઘેર પાછાં જતાં. તે વખતે આવાં પાસે રહેતાં માણસ સાથેજ સંબંધ થતું. પરંતુ આજે તમારી દષ્ટિ વિશાળ થઇ છે. તમે કુવાઓના દેડકાની માફક તમારી સૃષ્ટિ પિળ જેટલીજ છે એમ માનનારા નથી. તમારે વધારે માણસના સંસર્ગમાં આવવાની ઇચ્છા છે, વધારે ઉદાર વિચારે અનુભવમાં મૂકવાની અભિલાષા છે. જુદા જુદા સ્વભાવોનું અવલોકન કરવાની ધારણું છે તેથી આવાં મંડળ કે ભાષણેમાં તમે હાજરી આપે છે.
સ્ત્રીઓનાં મંડળે પાશ્ચાત્ય દેશમાં અનેક હોય છે. તેમાં સ્વાર્થ તેમજ પરમાર્થ પણ સાધી શકાય છે. તેઓ ઘર, ગામ, બાળકે, સ્ત્રીઓ અને સર્વ લોકોને સુધારવાના અનેક ઉપાયે લે છે. કોઈ ગામની અને સમાજની અડચણને અભ્યાસ કરે છે. કે ગરીબ સ્થિતિના મનુષ્યોને અનુકરણ કરવા માટે રવરછ ઘર કેને કહેવું, તેના નમુના બતાવે છે. કેઈ કરકસરથી ઓછા ખર્ચમાં શી રીતે ઘર નભાવી શકાય તેના દાખલા બતાવે છે. કોઈ માંદાએની માવજત કરે છે. કોઈ ભૂખ્યાઓને ખોરાક આપે છે. કોઈ કામ વગર ભુખે મરતાને કામ આપે છે. કોઈ અનાને પાળે છે. એવી એવી અનેક રીતે સમાજનું જીવન સુધારવાને પ્રયત્ન આદરે છે. આવાં મંડાળાથી સ્ત્રીએ એક બીજાને મદદ કરતાં શીખે છે અને પિતાને કુરસદને સમય, મહેનત, અને પૈસાને સુય કરતાં શીખવામાં ગાળે છે.
પુરૂષ મહેનત કરે છે અને આજને ભાર ઉંચકે છે પણ સ્ત્રીઓ તે આવતી કાલના પુરૂષને બનાવે છે-વધારામાં આજની સ્ત્રીઓ આવતી કાલની સ્ત્રીઓ પણ બનાવે છે. આ રીતે સ્ત્રીએ આવતા જમાના માટે વધારે જોખમદાર છે.
આવી રીતે હમેશાં નવા વિચારો ગ્રહણ કરી તેને અનુસરી અને જાતે સારું થશે, અને તે કેળવણી તમારા ધરનાં બીજાં માણસને આપશો, તે ભવિષ્યના હિંદુસ્તાન માટે બિલકુલ નિરાશામય વિચાર કરવો પડશે નહિ અને જે દેશની સ્ત્રીઓએ એક વખત ઉવાચ પ્રકારના જ્ઞાનવાળી સ્ત્રીઓ અને બીજા અનેક વીર પુરૂષે ઉત્પન્ન કર્યા હતા, તે દેશ તેવી જ બક્કે તેથી પણ વધારે જાહોજલાલી ફરીથી ભેગવશે. અસ્તુ.
પ્રાતઃકાળમાં કઠીન તુરતજ જાજરૂએ કે જંગલ જવું. વહેલા ઉઠનારાઓ અને નિયમિત રીતે સવારમાં ગલ જનારાઓને ઝાડાને જે ખુલાસે રહે છે એ ખુલાસો મેડા ઉઠનારાઓને અને નિયમ વિના વાલા મેડા જંગલ જનારાઓને થતું નથી. છેડા દિવસ અજમાવી ખાત્રી કરે. પયારીમાં છે ઉઠીને એકાદ વાલે ઠડુ પાણી પીવાની ટેવ પાડવાથી ઝાડાને ખુલાસો થવા માંડશે.