________________
૧૮૪
બુદ્ધિપ્રભા.
છે એમ પુછવું. એ પ્રમાણે કર્યા બાદ પાછલે પાઠ કાચે જણાય તેવાઓને બીજે દિવસે નો પાઠ ન આપતાં તેજ પાઠ પાકે કરાવે.
ર૧. ત્રણે પ્રકારના અભ્યાસીઓ શિક્ષણ લેવા આવતાં તથા લેતાં વાસ તથા કંટાળા ન પામે તે માટે શિક્ષકે વાત્સલ્યભાવ-પ્રેમભાવને ખાસ પ્રયોગ કરે, કંટાળવું નહિ, મનની સમતે સ્થિતિ-શાંતતા ગુમાવવી નહિ. આ બાબત ખાસ લક્ષ ખેંચવામાં આવે છે.
૨૨. વિદ્યાર્થીઓ પાઠ ઘેરથી કરીને તથા વખતસર શાળાએ હાજર થાય તેવી પદ્ધતિ પડાવવી.
૨૩. શિખનારાઓના પાઠ જેમ બને તેમ સરખા કરી દેવા. તેમ કરવાથી ટુંક વખતમાં ઘણું શીખવી શકાશે.
૨૪. એ પ્રમાણે વખત બચાવી વખતના પ્રમાણમાં એક અતિ ઉપયોગી અને આવા યક શિક્ષણ કે જે શાળા સ્થાપનના ખાસ ઉદેશ તથા અંતિમ ફળરૂપે છે તે આપવું તે ઉપર કાંઈક વિસ્તારથી વિવેચન કરવું ધારવામાં આવ્યું છે. પ્રતિક્રમણ કે પ્રકર
દિ ધણું શિખ્યા હોય છતાં સદાચાર-પવિત્ર વર્તનમાં ખામી હોય તે તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ નિષ્ફળ પ્રાયઃ ગણાય છે તેથી ધાર્મિકજ્ઞાન ભલે ઓછું અપાય પણ તે આપીને જે કરવું છે તે એ છે કે તેના ઉપર સારા સંસ્કાર પાડવા એટલે કે તેનું નિતિકબળ ખાસ કરીને વધારવું. તેમાં પ્રમાણિકપણું, સત્યભાષિપણું, પાપભીરુતા, શ્રદ્ધા, વિનય, નમ્રતા, સંપ, ક્ષમા, દયા, નિષ્કપટતા, આત્મભોગ તથા નિસ્પૃહતિ આદિગુણ પ્રકટ થાય તે માટે તેવા વિષય ઉપર શિક્ષકે હમેશાં ઉપદેશ આપવો અથવા તેની સમક્ષ નૈતિક બળ સુધારનારાં તથા વધારનારાં પુસ્તકો વાંચવાં, વાંચતી વખતે થોડું વાંચવું અને ઘણું સમજાવવું. આ કાર્યની શરૂઆત પહેલાં પૂર્વના દિવસે જે વાંચ્યું હોય, જે સમજાવ્યું હોય તેમાંથી કેટલાએક પ્રકને પુછવા અને પછી વાંચન આગળ ચલાવવું, આ કરતી વખતે સાંભળનારાઓમાં રસ તથા જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરવી. છેકરાઓ માટે નીચે મુજબ પુસ્તકે ઉપયોગી ધાયો છે.
નીતિ શિક્ષણ ( વડોદરાનું ) જિન હિત બોધ.
જન હિતોપદેશના ત્રણ ભાગ. સમક્તિ કૉમુદિ ભાષાંતર તથા કુવલયમાલા ભાષાંતર ઈત્યાદિ કન્યાઓ અને બાઈઓ માટે મલયાસુંદરી, રાજકુમારી, સુદર્શન, સુંદરબહેન તથા પુત્રીશિક્ષા આદિ પુસ્તકે ઉપયોગી ધાર્યો છે. આ ઉપરાંત ઉત્તમ કહેવાનાં પાટીઆ (બે) બનાવી તે શાળામાં ભક્તિ લટકાવવાં, કેટલીક કહેવત તથા બેધદાયક વાકયે આ નીચે લખ્યાં છે.
૧. માણસને ન તથા સ્વર લઈ જનાર મન છે માટે મનને વશ કરવું. ૨. હમેશાં દર દરશન તથા પૂજા કરવી અને ગુરૂવંદન કરવું, ૩, બીજાના સારા ગુણે ગ્રહણ કરવા, પિતાનાં વખાણ ન કરવાં. ૪, ઈની નિંઘ કરવી નહિ. જુગાર રમવું નહિ. ૫. માણસને ઉઘમ સમાન કોઈ બન્યું નથી અને આળસ સમાન માં ઘણું નથી. ક, અતિ હસવું નહિ, જરૂર જેટલું બેલવું, ઈદ્ધિ વિથ રાખવી. ૭. દરેક જીવનું ભલું થાય તેમ કરવું, પરોપકાર કરે એ સજજનેનું કર્તવ્ય છે.