SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાળપયોગી શિક્ષણક્રમ તથા તે બાબત કેટલીએક સુચનાઓ. ૧૮૫ ૮. વાતે, મસ્તિ, તોફાન, ન કરવાં, મોટા સાથે વિનય રાખી નમ્રતાથી વર્તવું'. ૮. વિદ્યાગુરુને નમસ્કાર ક, નિદ્રા ઓછી કરવી. ૧૦. દુઃખને વખતે અરિહંતનું સ્મરણ કરવું, આયુષ્યને ભરોસો નથી. ૧૧. પ્રાણ જાય પણ ખોટું બોલવું નહિ, બલવું તેવું પાળવું. ૧૨. કોઈની ચાડી ખાવી નહિ, વસ્ત્ર ચોખાં પહેરવાં, શરિર પણ ચોખ્ખું રાખવું. ૧૩. પરસ્ત્રી સામી વિકાર બુદ્ધિએ દ્રષ્ટિ ન કરવી, લજજાળું થવું. ૧૪. નકારાની સોબત ન કરવી. સ્થિર ચિત્તે ભણવું. ૧૫. એક બીજાની સાથે ભેગું બેસી એકજ વાસણમાં જમવું નહિ. ૧૬. કોઈની વસ્તુ ચેરવી નહિ, વખત પ્રમાણે વર્તવું. ૧૭, માતા પિતાની સામે બેસવું નહિ તેમને પગે લાગવું. ૧૮. સંતવ સમાન કોઈ સુખ નથી, ધીરજનાં ફળ મીઠાં છે. ૧૪. અવિચાર્યું કામ કરવું નહિ. દુઃખનું દુઃખ દૂર કરવું. ૨૦. અહંકાર કદી પણ ન કર, કમીથી ફલાવું નહિ, લક્ષ્મી ચપળ છે. ૨૧. દરેકે પોતાની ભૂલ સુધારવી એમાંજ કલ્યાણ છે. ૨૨. રાત્રિભેજન કરવાથી ઘણું પાપ લાગે છે અને ત્યાગ કરે. ૨૩. વિધાન સર્વત્ર પૂજાય છે, વિદ્યાનું વ્યસન વધારવું. ૨૪. બાળકળી પણ હિતવચન પ્રહણ કરવું, જીભમાં અમૃત રાખવું. ૨૫. ધર્મના કામમાં ઢીલ કરવી નહિ, હાથે તે સાથે. ૨૬. એક ક્ષણ પણ નકામી ગાળવી નહિ, સદા ઉઘોગી થવું. ૨૭. સર્વ સાથે હળીમળીને રહેવું, સંપ ત્યાં યમી, ૨૮. અતિ લોભ તે પાપનું મૂળ છે, ભુખ હોય તે જ ખાવું. ૨૯, વિનયથી વિધા જલદી આવડે છે, કપટ ન કરવું. ૩૦. સર્વ પાણી ઉપર દયા રાખવી, ગુસ્સો ન કર. ૩૧. દેહને ભરોસો નથી માટે તેના વડે નિઃસ્વાર્થ વૃત્તિથી જેટલી સંઘ સેવા, નાની સેવા તથા દેશ સેવા થઇ શકે તેટલી કરી લેવી. જેનો શ્રેય મંડળ, પિતે દુઃખી હોવા છતાં પણ કોઈના હૃદયને દુઃખી કરવું નહિ. બીજાને દેહ કરવાની બુદ્ધિ રાખવી નહિ. અને જે વા વડે બીજાનું મન દુઃખી થાય એવી દુષ્ટ વાણું બોલવી નહિ, (મનુસ્મૃતિ) ઇર્ષ્યા કરનાર, નિંદા કરનારે, અસંતેષી, ધી, સદા શંકાશીલ અને પારકાના આધારે નિર્વાહ કરનારે એ છ પ્રકારના માણસે સર્વદા દુખી છે. (મહાભારત) જેમ માણસે જૂનાં વસે છોડી દઇને બીજાં નવાં વનું ગ્રહણ કરે છે. તેમ આત્મા જૂનાં શરીરને છેડી દઈને નવા શરીરને પ્રાપ્ત થાય છે. (શ્રીમદભગવદગીતા) સર્પના દાંતમાં વિષ છે, વિછીના આંકડામાં વિશ્વ છે, અને દુર્જનના સર્વગમાં વિશ્વ છે. તેથી તેનાથી તે દૂર રહેવું એજ સારું છે, (ચાણક્ય નીતિ.)
SR No.522077
Book TitleBuddhiprabha 1915 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy