SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાળપયોગી શિક્ષણક્રમ તથા તે બાબત કેટલીક સુચનાઓ. ૧૮૩ ६. पाताले यानि बिम्बानि. इ० ७. नेत्रानंद करी भवोदधितरी. इत्या० . ૮, પૂરમચં સુધારણમઘં. રૂા ९. दिनोद्धार धूरघरस्त्वदपरो. इत्या० १०. यद्यस्ति नाथ भवदनि सरोरुहाणां. इत्या० ક, આ શિખવ્યાબાદ દેવસી તથા રાઈ પ્રતિક્રમણની વિધિ શીખવવી. ૧૦. તે પછી પાંત્રીશલ અર્થ સાથે શીખવવા, (જે પણ શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છેડા વખતમાં છપાશે.) ૧૧. તે પછી પાક્ષિકાદિ પ્રતિક્રમણની વિધિ શીખવવી. ૧૨. તે પછી જીવવિચાર તથા નવતત્વ ચલાવવાં તે ચલાવતી વખતે પ્રથમ મૂળગાથાએ શીખવ્યા પછી તેના અર્થ શીખવવા. ૧૩. વિધિઓની સંગિનતા તથા દ્રઢતા માટે મહિનામાં પાંચ તિથિ પ્રતિક્રમણ કરાવવું તે દિવસે વિધિ સંબંધિ (કમ ઉડવું, કેમ ઉભા રહેવું, કેમ બેસવું, કેમ વાંદણાં દેવાં, કેમ મુહપત્તિ પડિલેહવી વિગિરે ) ઉપયોગી હકીકતો તથા તેને સામાન્ય હેતુઓ સમજાવવા. ૧૪. તે પછી ખાસ કરી બાઈઓમાં અને કન્યાઓમાં સંસ્કૃતની બે બુક ચલાવવી. તે જ્ઞાનથી ભાષા શુદ્ધિ થાય છે, મગજ કેળવાય છે, પ્રકરણે શિખવા સલ્લાં પડે છે, વ્યાખ્યાન તથા ભાષણું સમજવું સુગમ પડે છે અને પુસ્તક તથા લેખે વાંચવામાં સરળતા પ્રાપ્ત થાય છે તે આદિ બહુ લાભ થાય છે. ૧૫. સંસ્કૃત અભ્યાસ ન કરી શકે તેવાઓને દંડક તથા કર્મ ગ્રંથાદિક ચલાવવા. ૧૬. પ્રકરણે સરળ વ્યાખ્યા સાથે લાવવાં, તેનું પ્રમાણ અ૫ સખવું પડ્યું તેના ઉપર વિવેચન વિશેષ આપવું. વ્યાખ્યાઓ નોટ બાંધી તેમાં ઉતરાવવી અને એ પ્રમાણે તે દ્રઢ કરાવવા તરફ લક્ષ આપવું. કેટલું શિખ્યા તે તરફ લક્ષ આપવા કરતાં કેવું સિંખ્યા એ તરફ ખાસ લક્ષ આપવું. ૧૭, પ્રતિક્રમણ કે પ્રકરણને અર્થ તથા સંસ્કૃત શિક્ષણ આપતી વખતે વિદ્યાર્થીઓની વય, ગ્રહણશક્તિ, સ્મરણશકિત અને વ્યવહારિકજ્ઞાન વિગેરે શિક્ષકોએ ખાસ કરી તપાસવાં અને તે અનુસાર તેઓને તેમાં પ્રવેશ કરાવે તથા શિક્ષણ આપવું. ૧૮. મૂળ પાઠ, અર્થ, વિધિ વગેરે શિખવા માટે શિખનારાઓ આકર્ષાય એ અર્થે ઈનામના નિયમે ગોઠવવા. ૧૦. અભ્યાસીઓ ઉપર વ્યવહારિક શિક્ષણનો બેજો તેઓની હાજરીની અનિય મિતતા તથા તેમની શાળામાં સ્થિતિ એ આદિ બાબતે જોતાં તેઓને એક દિવસમાં એકજ વિષય ચલાવો એ સલાહકારક છે. ૨૦. પુનરાવર્તન અર્થે વિદ્યાર્થીઓને નિરંતર અનુક્રમે અમુક અમુક મૂળ સૂત્ર અથવા તેના અર્થ કે પ્રકરણેના અર્થની અમુક અમુક ગાથાઓ તૈયાર કરી લાવવા કહેવું અને તે લેતી વખતે તેમાંથી બુદ્ધિપૂર્વક કેટલા એક પ્રશ્ન પૂછી લેવા તે વખતે અમુકપદ યા સૂત્રમાં છે એમ પૂછવું અને પ્રકરણે બાબત પ્રશ્ન પુછતી વખતે અમુકના ભેદ કઈ ગાથામાં
SR No.522077
Book TitleBuddhiprabha 1915 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy