SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ તેમાં ત્રસ જીવ બીલકુલ રહે નહિ. ચુલા ઉપર કંઈ પણ જીવ ઉપરથી પડે નહિ તેને માટે ચંદરવાની ખાસ જરૂર છે. કેમકે જે તેમ કરવામાં ન આવે તો એ રીતે નુકસાન થાય છે. એક તે ચુલા ઉપર જે જીવ હોય તેને ઘાત થાય છે. અને બીજું જે તે જીવ ઝેરી હોય અને તે ખાવાની વસ્તુમાં પડે છે તે ખાનારાને જીવ જાય છે. કેટલીક સ્ત્રીઓ ધગધગતા અંગારા રખ્યામાં ભરી રાખી અગર હાંલ્લામાં નાંખી બુઝાવવાને બદલે પાણીમાં નાંખી બુઝાવે છે. આમ થવાથી અગ્નિ કાયના જીવને ઘાત થાય છે માટે તેમ પણ થવું જોઈએ નહિ. ચુલો ઉધાડે રહેવાથી તેમાં જીવજંતુ પો માટે સળગતો ચુલો ઉધાડે રાખવા નહિ. ચુલા ઉપર મુકેલું વાસણ પણું ઉઘાડું મુકવું નહિ કેમકે તેમ કરવાથી પિતાને તથા પરના ઉછવને નુકશાન છે. જે વાસણે રાંધવાના કામમાં લેવાના હોય તો પણ દષ્ટિ વડે જોઇને તથા મોજીને વાપરવામાં આવે તે સજીવની હાની થાય નહિ. કેટલીક વખત ચુલા ઉપર બાંધેલા ચંદરવા લાંબી મુદત સુધી છપાતા નહિ હોવાથી તે બાંધીને જાણ કરવાને ઈરાદો હોય છે તે પાર પડતું નથી એટલું જ નહિ પણુ તેથી ઉલટું હિંસાનું કારણ થઈ પડે છે. માટે યુવા ઉપરના ચંદરવા સારા છે એલા અને તેમાં જીવજંતુ ભરાઇ ન રહે તેમ જય રાખવાની ખાસ જરૂર છે. જો ચંદરવા ટુંકી મુદતમાં છોડી દેવરાવવામાં આવતા હોય તો ઉપર લખેલો દોષ થવાને થોડે સંભવ છે. ઉપર પ્રમાણેની જાણ જે સ્ત્રીવર્ગ જાતે રસોઈ કરે તેજ બરાબર પળી શકે. આના હાથથી આવી જયપુ પળી શકે નહિ માટે ઉત્તમ રસ્તે તે એ જ છે કે સ્ત્રી વર્ગ જાતે રજી કરવી. જે રસોઈના હાથથી રસોઈ કરાવવી પડે તેમ હોય તે તેના દરેક કામ ઉપર દેખરેખ રાખવાની ખાસ જરૂર છે કે ઉત્તમ શ્રાવકના ઘરમાં તેના યોગ્ય દયા પાળી શકાય. રસોઈના હાથે રદ કરાવતાં છતાં પણ લાકડાં jજવાનું ચુલે પુજવાનું તથા વાસણું વિગેરે જેવા તથા પુજવાનું કામ સ્ત્રી વર્ગથી બની શકે તેમ છે છતાં જે તેની ઉપેક્ષા કરવામાં આવે તે એમ સમજવું કે દયાનું સ્વરૂપ બરાબર સમજવામાં આવ્યું નથી અને વૃદ્ધ પરંપરાનું જાણપણું થયું નથી. વૃદ્ધ સ્ત્રીઓ આવા કામમાં કુળ હોય છે પરંતુ નવીન બાઈઓ આવા કામ ઉપર પુરતું લક્ષ આપતાં જોવામાં આવતાં નથી. તે જણાવી આપે છે કે તેઓ ઉત્તમ ગતીના ભાજક બનવાનાં નથી. ૨. પાણી ગાળવાનું કામ પણ સ્ત્રી વર્ગનું છે. આ કામમાં સંખારો મરી ન જાય તેમ ખાસ લક્ષ આપવાનું છે. પાણી ગળવાનું બારણું એવું રાખવું જોઈએ કે તેમાં થઈ ત્રસ જીવ જઈ શકે નહિ, વળી તે એવું તે સ્વચ્છ રાખવું જોઈએ કે તેમાં જીવની ઉત્પત્તિ થાય નહિ. હાલમાં અમદાવાદ વિગેરે કેટલેક સ્થળે પાણીના નળ થવાથી આ સંબધીની જયણાની તદન ઉપેક્ષા થતી જોવામાં આવે છે તે ધણુંજ દીલગીરી ભરેલું છે. નળ થવાથી કેટલાક ઘેર નળ પાણીનું લુગડું બાંધી મુકવામાં આવે છે. આ પ્રમાણે થવાથી સં. ખારે બીલકુલ સચવાતું નથી. વળી જે કેટલેક ઠેકાણે સંખારા લેવામાં આવે છે, તે તેની જ્યણી કરવામાં આવતી નથી. કેટલીક વખત તે ઉઘાડા નળે બેસી અણગળ પાણીથી નહાવામાં આવે છે. અરે ! એટલું જ નહિ પણ પરમાત્માની પૂજા કસ્વા જનાર ભાવિક જન પણું ઉધાડા નળે બેસી અશુગળ પાણીથી નહાવાનું પસંદ કરે છે પરંતુ તે બીચારાને ખબર નથી કે આમ કરવાથી તે કેટલા પ્રકારનું કર્મ બાંધે છે. માટે દરેક મુમુક્ષુ જીવે પાણું ગણવામાં તેમજ તે વાપરવામાં ઘણો ઉપયોગ રાખવાની જરૂર છે.
SR No.522077
Book TitleBuddhiprabha 1915 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy