SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બાદશાહના કુટુમ્બમાંથી દારૂના નિષેધ, ૧૫૩ નામદાર શહેનશાહનું આ કાર્ય અત્યંત વખાણવા લાયક છે; તેની અસર પોતાની રૈયત ઉપર જ નહિ પણ આખી પૃથ્વીના લોકા ઉપર થવા પામી છે. એ નામદારે પોતે અને પોતાના આખા કુટુંબે દારૂના નિષેધ કરવાથી લેર્ડ કિચનર જેવા અમલદારો ઉપર જેટલી અસર થઈ છે, એટલી જ અસર તેની શહેનશાહતની સામાન્ય રૈયત ઉપર પશુ થવા લાગી છે, અને દારૂ નિષેધક મડાના ઉપદેશની જે અસર ઘણાં વરસમાં પણ થઈ નહાતી તે અસર એ નામદારના આ સ્તુતિપાત્ર દાખલાધી એક જ ક્ષમાં થવા પામી છે, અને આ પ્રમાણે શ્રીકૃષ્ણ પરમાત્માનું મથાળે ઢાંકેલું વચન પુરવાર થયું છે, તે એ કે શ્રેષ્ઠ પુરૂષો જેવું આચરણ કરે છે તેની જ અન્ય લોકો નકલ કરે છે. કુલ પર પરાથી ચાલતું આવેલું દારૂનું વ્યસન એક જ દિવસની આજ્ઞાથી એક જ ત ડાર્ક બધ કરવું, એ શું થેડી પ્રબળ અસર છે? જે બાદશાહી કુટુંખા ઉંચામાં ઉંચા દારૂ પાછળ હારા અને લાખા રૂપીઆ ખર્ચ કરવાને શક્તિવાન છે, અને એવા દારૂ વિના એમના એક દિવસ પણ પસાર થતા નથી, એવું એક બાદશાહી કુટુંબ એક જ આ સાથે દારૂને પોતાના બાદશાહી ધરમાંધી કાઢી નાખે, એ શું ન્હાની સરખી વાત છે ? આ અનાવમાં આપણુા સમ્રાટ પાંચમા જ્યોર્જને જ ધન્યવાદ ઘટે છે, એમ જ નહિ, પણ્ મહારાણી સાહેબને, પ્રિન્સ એ વેલ્સને અને આખા કુટુંબને વળી સહસ્રવાર ધન્યવાદ ઘટે છે, કે જેમણે ના. શહેનશાહની આ આજ્ઞાને એકદમ વધાવી લીધી ! આપણાં કુટુંમાં આપણે આપણા છેકરાઓને ચા કે બીડી જેવી સાધારણ વસ્તુનું વ્યસન છેડાવવાને માટે પણ સમર્થ નથી ! જ્યારે આપણા કરાએ વિલેની આજ્ઞાનું પાલન કરવાને તૈયાર નથી ! ત્યારે બાદશાહના લાડકવાયા પુત્રો દારૂ જેવા દારૂણ્યુ વ્યસનના એકી સપાટે ત્યાગ કરી બાદશાહના વચનને અનુસરે, એ શું થેડા આનદની વાત છે? ધન્ય છે એ બાદશાહને ! ધન્ય છે એ બાદશાહી કુટુંબને ! ધન્ય છે બાદશાહના આજ્ઞા પાલક પુત્રાને ! સુધરેલા દેશામાં એક એવું ચાલ છે કે, જ્યારે જ્યારે મોટા મોટા લો મીજલસમાં કે ધૃવનીંગ પાર્ટીમાં મળે છે, ત્યારે ખાણું લેતી વખત ખાણાં ઉપર પોતાના શહેનશાહની સલામતી ચઢાવાનો રીવાજ છે, અને એ સલામતીમાં દારૂના પ્યાલા આગળ ધરીને તેના ટ્રાસ્ટ લેતી વખતે શહેનશાહની સલામતીને ઉચ્ચાર કરવામાં આવે છે. પણ હવેથી જ્યારે આપણા શહેનશાહે પોતે જ દારૂના ત્યાગ કર્યો છે, ત્યારે તેમણે પાતાની સલામતીમાં પણ દારૂના પ્યાલાને બદલે પાણીના પ્યાલાના ઉપયોગ કરવા, એમ લડન ખાતે જાહેર કર્યું છે. સ્વદેશી હીલચાલની શરૂવાત સાથે આ દેશના લોકોમાં એટલું બધું સ્વાભિમાન આવી ગયું હતું કે લાખા લેાકાએ પરદેશી ચીજોના ત્યાગ કરીને સ્વદેશી ચીજો વાપરવાના સેગન લીધા હતા અને આજે જે કે એ હીલચાલ દીલી પડી છે તેપણ હજારા કુટુંબે ત્યારથી સ્વદેશી માલ જ વાપરે છે, સ્વદેશમાં બનેલાં કપડાં પહેરે છે, અને બીજી નિત્ય વપરાશની ચીને પશુ બનતાં સુધી સ્વદેશની વાપરે છે. આવા મોટા ફેરફાર થવાના ચેક્રમ પ્રસંગો અને સોંગ આવે છે, અને જે સુધારણા ઘણાં વરસેાની મેહનતથી નથી થતી તે સુધા· રા એકજ દિવસના બનાવમાં થઈ જાય છે. ના. શહેનશાહે પોતાના કુટુંબમાંથી એકદમ દાતા નિષેધ કર્યાં, તે વાતની અસર વિજ્ઞાની માફક તેના આખા રાજ્યમાં અને આખી પૃથ્વીમાં પ્રસરી રહી છે, અને દ્વારા કુટુખા દારૂના ત્યાગ કરવાને મડી ગયાં છે. અમે એટલા માટે આ દેશનાં દારૂ પીનારાં કુટુખેને-મજુર વર્ગોને જ નહિ-અંગ્રેજ લોકોનું અનુ કરણ કરીને જે મોટાં મોટાં કુટુબેએ પોતાના ઘરમાં દારૂને ઘાલ્યા છે, હિંદુપણાને તથા
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy