SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર બુદ્ધિપ્રભા. ઉતરનારા લેકે તે સુધરેલા ! યુરોપમાં દારૂને વપરાશ કેટલે બધે છે, તેને ખ્યાલ છેડા આંકડાથી જ આવશે. ગ્રેટબ્રિટન એટલે ઈંગ્લાંડ, સ્કેટલાખ તથા આયર્લાન્ટમાં સા કરોડ માણસે વસે છે; ત્યાંની સરકારને દારૂની પેદાસ ૫૦ કરોડની છે. દર વરસ સરાસરી એક ભાણુસને દારૂ પાછળ ૫૦ રૂપીઆનું ત્યાં ખર્ચ છે. હિંદુસ્તાનમાં ૩૦ કરોડની વસ્તીમાં દારૂની ઉપજ ૧૪ કરોડની છે. આ આંકડાઓ ઉપરથી સરાસરી હિસાબ એ આવે છે કે હિંદુસ્તાનના લોકો કરતાં વિલાયતના લે કે ૨૫ ગણો દારૂ પીનારા છે ! આપણા દેશમાં દારૂનું આટલું વ્યસન પણ છેલ્લાં થોડાં વરસમાં જ દાખલ થયું છે. અમે એમ માનીએ છીએ કે, યુરોપની દારૂબજ વિદ્યા અને સંપત્તિ કરતાં હિંદુસ્તાનની નિર્ધનતા અને અજ્ઞાનતા હજાર દરજે વધારે પસંદ કરવા લાયક છે ! જોઈ લે પ્રત્યક્ષ પુરા ! અજાણું ભૂમિમાં અને પ્રકૃતિને પણ પ્રતિકૂળ એવા પ્રદેશમાં ગયેલું હિંદનું દેશી લશ્કર વધારે ધીરતાથી અને વધારે સહનતાથી લડી રહ્યાની સાબીતી આપી રહ્યું છે. આવા હાનિકારક દારૂના વ્યસન સામે યુરોપના વિદ્વાન અને ડાહ્યા લોકો ઘણા સમય થયાં પ્રયાસ પણ કરી રહ્યા છે. પણ દારૂ એવી ચીજ છે કે તેનું વ્યસન એકવાર શરીરમાં તથા શરીરના લોહીમાં દાખલ થયા પછી તે છુટતું નથી–સાધારણ ઉપદેશ અસર કરી શકતા નથી. વળી દારૂના ભારે મોટા વેપારને લીધે શ્રીમંત બનેલા વેપારીઓ રાજ્ય કારોબારમાં ઘણે વગવસીલે ધરાવતા હોવાને લીધે તેઓ દારૂ નિષેધક મંડળોના પ્રયાસને બહુ ફાવવા દેતા નથી. આવાં કારણેથી દુનિયામાં દારૂનો વપરાશ દિનપ્રતિદિન વધતે જ જાય છે અને દારૂના વ્યસન તથા વપરાશ વિરૂદ્ધ સર્વ લડત તથા પ્રયાસો આજ સુધીમાં કાંઈ વિશેષ કારગત થયાં નથી. પણુ યુરેપની હાલની યાદવાસ્થળામાં દારૂને પ્રશ્ન એક ઘણું મહત્વના વિચારની વસ્તુ થઈ પડેલ છે. દારૂને થાક ઉતારનાર તથા શક્તિ આપનાર માનવાની આજ સુધી ભૂલ થયેલ છે અને કામ કરનારા મજુર લેકે મજુરીના કામ ઉપરથી આવે છે ત્યારે દારૂ પીએ છે. વિલાયતના મજુર લેકોને આ ચેપ આ દેશમાં પણ લાગુ પડે છે અને આ દેશના મજુર વર્ગના લોકો એવા ખોટા ખ્યાલ તળે દારૂ પીવા માંડે છે અને પછી તે વ્યસનની વસ્તુ તરીકે તેમના નશીબે ગેટે છે. દારૂ શક્તિ આપે છે એ ખ્યાલ ખેડે છે, એવું હાલની રેપની લડાઈને પ્રસંગથી સિદ્ધ થયું છે, અને લડાઈના મેદાન ઉપર તેમજ લડાયક હથિયાર તૈયાર કરવાનાં કારખાનાંઓમાં દારૂના વ્યસની મજુર તથા સિપાઈઓની ખરી શક્તિનું માપ જાવામાં આવી ગયું છે. રશિયાના ઝારે પિતાના રાજયમાં એ કારણથી દારૂ વેચવાનું બંધ કર્યું છે; અને લડાઈનાં હથિયારો ઝડપબંધ તૈયાર કરવાની હાલમાં જરૂર પડવાને લીધે કારખાનાંઓમાંના દારૂ પીનારા મજુર એ કામને માટે નાલાયક નીવડ્યા છે, અર્થાત્ દારૂ નહિ પીનારા મજુર વધારે મહેનતનું કામ કરી શકે છે, એ વાત પુરવાર થઈ છે. વિલાયતમાં આ કારણથી દારૂના વ્યસન ઉપર મેટી વિરૂદ્ધ ચર્ચા ઉઠી છે. ત્યાંના મોટા મોટા ધર્મગુરુ પાદરીઓ ( બ્રાહ્મણ ) એ દારૂની વિરૂદ્ધ ઉપદેશ આપવા માંડે છે; મેટા મોટા અમલદારોની પણ આંખ ઉઘડી ગઈ છે અને સાથી વધુ ધ્યાન ખેંચનારો બનાવ તે એ બન્યો છે કે આપણું શહેનશાહ નામદાર પાંચમાં જે પિતાના બાદશાહ કુટુંબમાંથી–પિતાના રાજ્ય લુવનમાંથી-દારૂને તિલાંજલી આપી દીધી છે. એ નામદારે એકદમ સંત હુકમ કરી દીધું છે કે મારા કુટુંબમાં કોઈએ પણ દારૂ પીવે નહિ અને ઘરમાં દારૂ લાવ નહિ.
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy