________________
બુદ્ધિભા.
સમાનતા શત્રુપરે, મિત્ર સમી રાખીશ;
સ્તુતિકર નિદક સમગણે, પરમસુખ પામીશ. ૨૪ મિત્ર છે કે શત્રુ છે, આપણું વખાણ કરનાર હો કે નિંદા કરનાર છે એ સર્વોપર સમાન દષ્ટિ રાખવાથી પરમસુખની પ્રાપ્તિ થશે.
થદા હર્ષ વિષાદં ચ, કરિષ્યસિ કદાપિ ન સુખે દુખે સમયાતે, તદા તે પરમ સુખમ, ૨૫ સુખ દુઃખની પ્રાપ્તિ થતાં, હર્ષ ન ખેદ ધરીશ;
સમભાવે સહેવું બધું, પરમ સુખ પામીશ. ૨૫ સુખ આવી પડે કે દુઃખ આવી પડે પરંતુ સુખમાં હર્ષ ધરવો નહિ ને દુઃખમાં ખેદ ધરે નહિ. સમભાવથી એ સઘળું સહન કરવું. ચડતીમાં ફુલાઈ જવું નહિ ને પડતીમાં ગભરાઈ જવું નહિ એ જે સર્વ સામાન્ય શીખામણું છે તેને અનુભવ જેણે કર્યો હશે તેને આવા સમભાવમાં આવતાં વાર લાગશે નહિ.
લાભાલાભે સુખે દુખે, જીવિતે મરણે યથા
દાસિન્ય યદા તે સ્યાદાતે પરમ સુખમ. ૨૬ લાભાલાભ જીવન મરણ, સુખ દુઃખ શુન્ય ગણીશ;
ઉદાસીન ભાવે રહી, પરમસુખ પામીશ. લાભ મળે કે નુકશાન થાઓ, જીવન વધે કે મરણ નજીક આવે, જીવતરમાં સુખ મળે કે દુઃખ આવી નડે તે સધળું ઉદાસીન ભાવથી સહન કરવું.
યદા યાસ્યસિ નિષ્કર્મ, સાધુ ધર્મ પુરીણુતા નિર્વાણ પથ લીન, સ્તદાતે પરમ સુખમ, ૨૭ કર્મ રહિત મુક્તિ પથે, ધર્મ ધુરંધર થઈશ;
- લગની લાગે મેક્ષની, પરમસુખ પામીશ. ૨૭ મેક્ષ માર્ગની જ્યારે લગ્નની લાગશે, કર્મ રહિત દશા નજીક અનુભવાશે અને સાધુ ધર્મની ધુરા ગ્રહણ કરી વિશ્વમાં વિચરશે ત્યારે પરમસુખની પ્રાપ્તિ થશે જ.
નિમે નિરહંકારો, નિરાકાર ચટા સ્વયં આત્માન ધ્યાયસિ યં, તદા તે પરમં સુખમ, ૨૮ મમતાવિહુ અભિમાનવિણ, આત્મધ્યાન ધ્યાઈશ;
આત્મ ઉપાસક તું બન્ય, પરમસુખ પામીશ. ૨૮ મમતભાવ કે મૂરભાવ છેડી આત્માને જ એય વસ્તુ જાણી તેનાજ દયાન ચિંતન અને ઉપાસનામાં તલ્લીન થઈશું ત્યારે પરમસુખ પામીશું. ધ્યાનના ચાર પ્રકાર મેગશાસ્ત્રમાં બતાવ્યા છે. પદય, પીંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. અહીં રૂપાતીત ધ્યાનની વાત કરવામાં આવી છે.
નિશેષ દેષ મિક્ષાય, યતિધ્યસિ યદા યદા, પરાત્મ ગુણતાં યાત, સ્વદા તે પરમ સુખમ. ૨૯