________________
૧૧૮
બુદ્ધિવભા.
તે ભવ્ય સ્મિત ઉડી ગયું હતું. હા ! મેં જે તે આનંદ મુખ ઉપર આજે ગાંભીર્ય આપ્યું હતું. આજે તે એક નિર્દોષ, બાલક, ફિર લાગતા હતા હૈને આત્મા પિતાની સૃષ્ટિમાં મળી ગયેલું હતું અને હેને આસપાસનું ભાન હોય એમ લાગતું ન હતું. હજી પણુ જીતની આશાથી હું બે.
ત્યારે શું રમીનું નિર્મળ સ્નેહ અને મધુર હાસ્ય હને નહિ જ આકર્વે ? ”
ભાઈ! પૂજન કરવા માટે, નિર્મળ સ્નેહ અને મધુર હાસ્યવાળી સ્ત્રીના જેવું જ દેવી એવું ઘણું કુદરતમાં છે. દરેક જંતુ, દરેક પાત, અને દરેક કુલ, અને આ દરેકમાં ઓતપ્રોત થયેલા વિન, વૅલેસ, આવબારી, વગેરેના આત્માઓ; કુદરતની તે સુકોમલ ભવ્યતા; કુદરતની તે પ્રેમમયતા; કુદરતનું, સ્વાનુભવથી જ હમજી શકાય એવું, તે હાસ્ય. ભાઈ! આ બધાએ મહને આકર્ષે લીધે છે. એ બધું મારું પિતાનું જ છે એથી મહને પૂરતે સતેજ છે. વધારે બીજું કાંઈ પણ મારું પિતાનું કરવા ઈચ્છતા નથી.”
શબ્દો બંધ થયા.
સફેદ કુલની એક પાંખડી તોડીને આંખ આગળ ધરી, સ્નેહાદ્ધ નયનથી તે હસવા લા. એક અદ્ભુત ચિત્રપટ તેણે હારી આગળ આજે ઉકેલ્યું હતું. વિચારોની પરંપરા હારામાં ચાલવા માંડી. “ મિત્ર ! હને વિજ્ઞાની કહે કે કવિ? ના. ખરું કવિત્વ એ ખરું વિજ્ઞાન હોવું જ જોઈએ, અને ખરું વિજ્ઞાન કવિતામય જ છે. હારામાં તેથી બને છે. કલાપી ! હને વિજ્ઞાની કાણું નહિ કહે ? હને હું આજે જ રહમજી શક્યો. ” મારાથી મોટેથી બોલી દેવાયું–
“ ખુલન્તાં થી અમર રસનાં બિન્દુ કરશે, “ વળી દેવી વાતે ચક્કી, મૃગલી ત્યાં કહી જશે. “કુમારી કન્યા એ કુદરત ૯ને ત્યાં પરણશે, " અને બન્ને વચ્ચે ચિર કિરણો કૈક વહશે.”
( મનુષ્ય અને કુદરત. ) “મહાત્મન્ ! કુદરત ઉપર આવે અનન્ય પ્રેમ રાખનારને બીજા કોઈ સ્વર્ગની જરૂર નથી. સુખી હો તું હારી સૃષ્ટિમાં ચાલ, હવે રજા લઉં છું, ” અને તે નવું ચિત્રપટ જેતે હે ગયે.
વસંત,
हे करुणासागर आत्म प्रभु!
(સંગ્રહ) –હા મેરલી જેવો મીડે અવાજ સાંભળવાને મારા કાન રાહ જોઈ બેઠા છે. ઓ પ્રેમમૂર્તિ ? એ વાંસળી વાગવા દે ! -ગુપ્ત આનંદમાં ડુબાવનાર હારા દેદારનાં દર્શન કરવાને, મહારાં નેત્રો તાતુર છે. એ શાનિદાતા ! મને દર્શન થવા દે ! –ધન્ય છે હેમને કે જેઓ હજારો મલક પદાર્થો વચ્ચે હોવા છતાં પણ દ્વારા દેદાર પરજ એકટસ નજર રાખી શકે છે !