SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સાયન્ટિસ્ટનું સ્વર્ગ. ૧૧૭ તે સ્મિત કર્યા કરતું હતું. મેં ચલાવ્યું. “શું સ્ત્રી નેહની પ્રતિમા નથી ?” “હશે.” “સ્નેહ વગરનું જીવતર નકામું છે એમ હું માને છે?” “હા.” “હારું જીવતર નું નકાબુ ગુમાવવા નથી માગતે એમ હું ધારું છું.” “એ હારી ધારણું ખરી છે.” “અને તેથી, તર્કશાસ્ત્રથી સિદ્ધ થાય છે કે ત્યારે પરણવું, ” મેં ફતેહથી કહ્યું. “પણ શું એકલી સ્ત્રી જ સ્નેહની પ્રતિમા છે? બીજી જાતની સ્નેહની પ્રતિમા નહિ હાથ? ” છે એ વળી કાઈ હારી નવી શેધ છે કે શું ? સ્નેહ એટલે સ્ત્રી જ, બીજું કાંઈ નહિ.” બેએક મિનિટ સુધી તેણે પિતાના નામના ઘાટ તથા રંગને અભ્યાસ કર્યો. પછી એક ફૂલની પાંખડી તેડીને તે ચાવી ગયે. પછી કાંઈ કામ હોય તેમ ઉઠે. સામે એક ટન હતું હેનાં પાતાં ઉપરથી ધૂળ સાફ કરી આવીને એક આરામ ખુરશી ઉપર પડે. હેનો આકર્ષક મુખ ઉપર પેલું ભવ્ય સ્મિતે વિકસ્યું. ફિસુફીને તે નહિ પરંતુ ફિલ્સને મને સારે અભ્યાસ હતે. આવી હિલચાલથી ચેતી જઈ, ગંભીર બનીને, “સ્નેહની પ્રતિમા,” એ વિષય ઉપર એક ભાષણ સાંભળવા હું તૈયાર થઈ રહ્યા, અને શબ્દો નિકળવા માંડ્યા. સ્વીડનબોર્ગ! સુરીએ! કવિઓ! હમારાં સ્વર્ગદર્શન અધુરાંજ. સ્વર્ગને એકાદ હાને ભાગ હમારા પ્રભુએ હેમને બતાવ્યું હશે હેને બધું સ્વર્ગ હમે માની લીધું. સ્વીડનબોર્ગ ! કુદરત વિષેની હારી ભાવનાએ કેટલી સંકુચિત ! શું રાફેલ જેવા, પોતાની પ્રિય સુષ્ટિને ત્યાગ કરવો પડે તો તેમ કરી, સ્વર્ગમાં સ્ત્રીને સ્વીકાર કરશે? અને તેમ નહિ કરે તે હેમને સ્વર્ગ નહિ મળે? સ્વીડનબોર્ગ! ચંદ્ર અને તારાની સાથે યાત્રા કરતા સંયમી ખગોળવેત્તાને હારાં સ્ત્રી સ્નેહનાં સ્વર્ગની દરકાર નથી. કુદરતની વાડીમાં ઉછરનાર અને જ્ઞાન બેનાર મનુષ્ય સ્વર્ગમાં એવા એક બગીચા સિવાય બીજું કાંઈ માગશે નહિ. તે અને કુદરત–સ્વર્ગમાં આ સિવાયનાં બીજાં યુમની તે ઈચ્છા રાખશે નહિ. પૃથ્વી ઉપર જ્યાં સુધી આ હેને મળે છે ત્યાં સુધી પૃથ્વીની બહારનાં એવાં કોઈ સ્વર્ગની હેને પરવા નથી. મિત્ર! મહને એ મળ્યું છે એટલે સ્વીડનબર્ગનું સ્ત્રી સ્નેહ સ્વર્ગ હું જેવા ભાગ નથી.” ત્યારે જીદગી કેમ ગાળશે?” વો, વેલાઓ, ફુલો, તથા મહારાં સુક્ષ્મદર્શકયંત્રની સાથે. વેરાને તથા જંગલમાં કુદરત સાથે ભટકીશ. પહાડે અને કેતમાં જઈ વનસ્પતિના નવા વર્ગો શોધીને મને અભ્યાસ કરીશ. મનુષ્ય પગ નહિ મુક હશે તેવા પ્રદેશમાં જઈ કુદરત છૂપી ખુબીઓ હમજીશ. જંગલમાં વસતાં નાનાં જીવ જંતુઓની ચમત્કારિક છંદગીને અભ્યાસ કરીશ, એ રીતે કુદરત તરફને મહારે નેહ સ્થાપી કરીશ. અને મનુષ્ય ધારે છે તેમ પૃથ્વીની બહાર જે સ્વર્ગ હશે તે ત્યાં કુદરતને મળવાને મ્હારો હક સાબીત કરીશ. કહે, હવે સ્ત્રીને હ માંથી કાઢીને આપે? અને ઇતર સ્નેહને હારા હૃદયમાં સ્થાન કયાંથી આપ! ”
SR No.522075
Book TitleBuddhiprabha 1915 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy