________________
આનંદી સ્વભાવ.
૨૫
(૮) જે વસ્તુ તમને કંટાળા રૂ૫ છે તેનાથી હમેશાં દુર રહો.
(૧૦) તેજ મનુષ્ય વધારે બુદ્ધિમાન છે, કે જે પિતાની નઠારી ટેવને હમેશાં સુધારત રહે છે.
(૧) મનુષ્યને નઠારાં ક્રમથી રેકી સારાં કામની શિખામણ દેવી એ માણસાઈ છે. ( ૧૨ ) દુઃખ અને સંકટને હમેશાં સંતોષથી ઝિલતા રહેવું.
(૧૩) ગુન્હેગારની દોસ્તીથી, નઠારાં કર્મ કરનારાઓના પક્ષથી, જુલમગારોને સહાય કરવાથી હમેશાં બચતા રહેવું.
(૧૪) અભિમાનીનું માથું હમેશાં નીચું રહે છે. (૧૫) દુનિયા અને સ્વર્ગની સર્વ ભલાઈ ફક્ત વિદ્યાથી છે; સર્વ ખરાબી મુર્ખાઈથી છે. ( ૧૧ ) જુલમગારની પાસે બેસવા કરતાં મુડદાં પાસે બેસવું વધારે સારું છે.
“માનં
વમાલ.”
(લેખક. જમનાદાસ વિઠ્ઠલ. મુ. માણસ.) મોટા વિશાળ કુળ વડે શું ! સવભાવ જેને, સારે હોય તે જ સારે. સુગંધીવાળા પુષ્પમાં શું કી ઉત્પન્ન થતા નથી ? અર્થાત્ સારા કુળમાં પણ દુષ્ટ સ્વભાવવાળા દુર્વ્યસનીઓ પણ પેદા થાય છે.”
વિવેક સાગર. મનુ બુદ્ધિ બળથી જેટલી ફત્તેહ મેળવે છે તેટલી ફત્તેહ આનંદી સ્વભાવથી પણ મેળવી શકે છે. આ વાત સત્ય હોય વા નહોય પણ મનુષ્યની જીદગીનું સુખ -સુખ અને દુઃખ વખતના રહેતા સ્વભાવ ઉપર—ધીરજ અને તેની આસપાસના તરના વિચારે ઉપર રહે છે–આધાર રાખે છે. મહાન નર પ્લેટ કહે છે કે, “બીજાઓનું સુખ શોધતાં આપણને પિતાનું સુખ મલે છે.” દરેક વ્યકિતમાં સ્વભાવનું બંધારણ હોય છે. અને તેમાં કઈ મહેતા મનના પુરૂનું એવું શ્રેષ્ઠ બંધારણ હોય છે કે ગમે તેવી ખરાબમાં ખરાબ ચીજમાં તેઓ સારૂં ધી કાઢે છે. આકાશ વાદલાંઓથી ઘેરાઈ ગમે તેવું કાળું હોય તોપણ તેઓ ગમે ત્યાંથી પ્રકાશ શોધી કાઢે છે. તેમનું કૃત્ય જે બુરું થાય તે પણ તેઓ સારાને માટે ખરાબ થયું હશે એમ વિચાર કરી પિતાના દિલમાં સંતોષવાળી આનંદી રહે છે.
મનુષ્ય વ્યક્તિમાં કંઈ પણ ગુણ હોય તો તે સ્વમેનેજ પ્રગટે છે. અન્યની ખટપટ કરવાથી કદી પણ પ્રકાશમાન થતો નથી. કસ્તુરીની વાસ અને સાકરની મીઠાસ કોઈના કહેવાથી સમજાતી નથી. આનંદી સ્વભાવ પણ એક ગુણ છે. અને તે પણ હીંગની વાસ છુપી ન રહેતાં જેમ ઉઘાડી પડી જાય છે તેમ આનદ વા હસમુખો સ્વભાવ છૂપ રહેતું નથી.
ખરેખર ! આવા સ્વભાવના મનુષ્ય ધન્યવાદને પાત્ર છેતેઓ કંઈ પણ કામ કરવા ધારે તે ખુશીથી કરી શકશે અને તેને સારૂ રૂમમાં પણું દિલગીર થશે નહિ.
ચીડ એ શબ્દનો તેઓ સદાને માટે ત્યાગ કરે છે. વ્યર્થ શાકમાં પિતાના દિલને પ્રવર્તરાવી પિતાની મનઃ શક્તિને ગુમાવતા નથી પણ બહાદુરીથી કરવા ધારેલાં કૃત્યોમાં વિજય મેળવે છે. તે ચાલતાં પણ સારું લાગે તે એકઠું કરે છે. આ સ્વભાવવાળા મન