________________
૨૫૮
બુદ્ધિપ્રભા
આપ પરમાર્થ કરી છે તે ઘણું જ ખુશીની વાત છે. અમારા માત્રને પણ આવા પરમાર્થને મદદ કરવાને ઈરાદે છે. આપની પાસે ચમત્કારિક ચંડિકાનો જ ખુટીગયાના સમાચાર સાંભળી ઘણજ દીલગીર થયા છીએ. આવું અમારા મીત્રના દેશની નજીક છે; તેથી તેમને વિચાર આ દવાની શોધ કરાવી આપને મોકલવાનો છે, પરંતુ એક દવા ઘણું નામથી ઓળખાય છે; તેથી તે નામથી વખતે ત્યાં મશહુર હશે નહીં. માટે આપ જરા નમુના તરીકે મોકલશે તો તે નમુનાથી મારા મીત્ર તેનું સંશોધન કરાવી પરમાર્થમાં ભાગ લેશે”
આ પત્ર પહોંચ્યાને છ સાત દીવસ થઈ ગયા, પણ હજી જવાબ આવ્યો નહીં. મારા મીત્ર દરેક ટપાલે રાહ જોતા પણ આશા રખાયેલ જવાબ આવ્યો નહીં. છેવટે ગઈ કાલે નાનું પાકીટ બુક પોસ્ટથી આવ્યું. તે ભારત ક્ષેત્ર મહાન ઔષધાલય તરફથી આવેલું માલુમ પડયું. તે ઉઘાડયું છે તેમાં સફેદ ભૂકી માલુમ પડી. સારા સારા વેદો પાસે તેની તપાસ કરાવવા મોકલી અને તેના પરિણામે એમ સિદ્ધ થયું કે તે કંઈજ નહીં પણ ધળી મુસળી હતી !
મામૂર-ત.
(લેખક:-શા. નાથાલાલ ચકુભાઈ–અમદાવાદ) (૧) સોબત- ત્યાં સુધી બને, ત્યાં સુધી તમારા પિતાના કરતાં વધારે સારા આદમીની (સોબત) સંગત કરવી. જે તમને નઠારા આદમીના સહવાસમાં આવવું પડે; તો યાદ રાખજો કે તમે પોતે, ઉદ્યોગ અને જાતી મહેનત કરી તેના ઉપરી બનવા ચાહે, તે કરતાં તમે તેને સુધારવાની તજવીજ કરશો, અને માયા મહેરબાની રાખશો તો તમને, તે પિતાના કરતાં વધારે માનની નજરથી જોશે.
(૨) દુનિયામાં પાંચ વસ્તુ સારી છે.
(૧) (બાદશાહી) જો તેમાં ઈન્સાફ ના હોય તે પાણી વગરનાં વાદળાં બરાબર છે. (૨) ફકીરી-જે મળે તે પર સંતોષ ન કરે તો પાણું વગરના કુવા બરાબર છે. (૩) જુવાની-જેમાં વિધા ના હોય તે દીવા વગરના ધર સમાન છે. (૪) ખુબસુરત સ્ત્રી–તેમાં શરમ ન હોય તો મીઠા વગરની રોટલી પડે છે. (૫) શ્રીમંતાઈ–જેમાં સખાવત ન હેમ તે, તે ફળ વગરના ઝાડ જેવી છે.
(૩) ચાર વસ્તુ છંદગીને ઉત્તમ રસ્તે છે. (૧) ભલી વાતચીત. (૨) સારાં કામકાજ. (૩) સારે મનસુબે. (૪) સારી સંગત. (૪) જે મનુષ્ય દુરાચરણથી બેખબર છે તે અવશ્ય દુરાચરણમાં સપડાઈ જશે. (૫) જે ચીજ પાછી ઠી, તે આગળ આવશે નહિ, એટલે આબરૂ ગયા પછી મળશે નહિ (૬) મનુષ્યને બે કાન અને એક ભ એટલા માટે છે કે હું બેલી વધારે સાંભળવું. (૭) બે માહીતગાર આદમી ઘંટીના પડ સમાન છે.
(૮) જે મનુષ્ય પોતાનું ભલું ચલાત હોય તેને પિતાના અખત્યારોને પિતાને કાબુમાં રાખવા.