________________
માતા પિતાની ભક્તિ.
૨૪૩
હમેશાં નિયમિત નોકરી આપવી પડે છે. જો કે ત્યાં રીતસર હાજરી પૂરાતી નથી, દંડ થત નથી, ફી લેવાતી નથી, અમુક જાતને સરસામાન કે પુસ્તકે જોતાં નથી. નિશાળમાં જેમ ભણતાં ભણતાં કયારે છૂટી મળે, કયારે રજાના દિવસો આવે કે ઘેર જઇને બેસી રહીએ. તેની અનેક પ્રકારની લાગણી રહ્યા કરે છે, તેવું આ માબાપરૂપી શિક્ષકની ઘર નિશાળમાં જરા પણ હોતું નથી. પણ સદા ત્યાં રહેવાનું જ મન વધે છે. તેથી ઘર તો ખરેખર આનંદના બગીચારૂપ નિશાળ છે. ત્યાં રહેવામાં ભય થતું નથી, મને બિલકુલ કચવાતું નથી અને કોઈ પણ જાતની છૂટી જેવી નથી. પૃથ્વીને છેડે જ બાળકને પર છે. આવી ઘરરૂપ નિશાળમાં માબાપ માસ્તરરૂપ, પોતાના બાળકને ઉત્તમ સદ્ગણ પુત્ર કરવા, અત્યંત વિધાવાન, કવિ, શાહુકાર, પરોપકારી કે હુન્નરી કરવા હસાડી રમાડીને અહનીશ પિતાની પાસે વિદ્યા, કળા, ધન અને અકલરૂપ તમામ ખાને જરા પણ સંકોચ વગર આપી દેવામાં લગારે ન્યૂનતા રાખતાં નથી. ઘરની, વ્યવહારની તમામ ક્રિયા આબેહુબ રીતે દેખાડે છે. લગ્ન, લોકિક આચારાદિકના પ્રસંગમાં તેમજ પિતાના આખા નિત્ય કર્મ-૩૫ ઉત્તમ આચરણથી એવું શિક્ષણ આપે છે કે, તેથી બાળક ઉત્તમ સુયરૂપ થાય છે. ઘરમાં અપાતા તમામ શિક્ષણ ઉપરાંત વળી માબાપરૂપ માસ્તર સ્કૂલમાં બાળક સુધરે છે કે નહિ, નબળો થતો જાય છે કે સબળે થતો જાય છે. પાસ થશે કે નાપાસ થશે તેની પણ પૂરતી ચિંતા રાખે છે. અને તેના માટે પિલા સ્કૂલના કામ ચલાઉ માસ્તર ( શિક્ષકને ) ભલામણ પણ કરે છે. પરંતુ માબાપરૂપ માસ્તરને ભલામણ કરવા કેઈ ગયા હોય એવું સાંભળ્યું કે જોયું નથી. આમ દરેક રીતે માબાપ બાળકોને પિતાના પ્રાણથી પણ અધિક ગણીને પિતાની બધી શક્તિ, આચરણ, વ્યવડાર, કળા, કારીગરી, આવડત, ચતુરાઈ અને સગુણે પ્રત્યક્ષ તથા પરાક્ષપણે અનુપમ શિક્ષણ દ્વારા આપે છે. તેની બરાબરી કરવાને કોઈ પણ સ્કૂલ, કોલેજ, ગુરૂકુલ કે બેગ સમર્થ નથી. વર્ષમાં માત્ર વીસ બાવીસજ બાળક સ્કૂલમાં રહે છે ને તે પણ અમુક વર્ષની વય થયા સુધીજ ! ત્યારે માબાપ કને તો જન્મથી તે જીદગી પર્યત જ્યાં સુધી તે હયાતી ધરાવતાં હોય ત્યાં સુધી પાસે રહે છે. અને પેલી સ્કુલ કોલેજ છેડયા પછી પણ ઘરરૂપ નિશાળનું શિક્ષણ તે ચાલુજ રાખે છે. કારણ કે માતાપિતા તે વખતે સમજે છે કે –
माता रिपुः पिता शत्र लो याभ्यां न पाठयते ।।
सभा मध्ये न शोभत, हंस मध्ये बको यथा ॥ ३ ॥ ભાવાર્થ-જે માતા અને પિતા બાળકને ભણાવતો નથી, તે બાળકને શત્રુરૂપ છે. કેમકે હંસના સમાજમાં બગલો ન શોભે, તેમ સજનોની સભામાં તેને બાળક શોભતો નથી. વળી માતાપિતાનું કર્તવ્ય છે કે –
लालयेत्पंच वर्षाणि, दश वर्षाणि ताडयेत् ।
प्राप्ते तु षोडशे वर्षे, पुत्रे मित्रत्वमाचरेत् ।। ४ ।। ભાવાર્થ –પુત્રને પાંચ વરસ સુધી લાડ લડાવવાં, દશ વરસને થતાં સુધી તાડન કરવું, અને સેળ વરસને થતાં તેની સાથે મિત્રભાવથી વર્તવું; કારણ કે જેમ માતાપિતા આપણું પ્રત્યે શુભેરછા રાખે છે તેની પેઠે જ તેમની સઘળી આશા પૂર્ણ કરવી તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –