SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. પ્રમાણમાં જરૂર છે એમ સ્વિકારવું પડે છે. અમારી યાદ મુજબ આપણુ તરફ સાર્વજનિક આશ્રમે અમદાવાદ, મુંબઈ, નડીઆદ, સુરતમાં જ છે. દક્ષિણ અને બંગાળમાં બીજા પણ છે. વળી કાઠીઆવાડમાં થવાના સમાચાર જણાયા છે, જ્યારે પ્રેમ કોમના માટે જુદાં પણ કેટલાંક હયાતી ભોગવે છે. આ બધાની કોન્ફરન્સ થઈ કંઈ વધુ સંગીન રીતે કાર્ય કરી શકાય તે ઠીક, એમ ધારી આ અનાથાશ્રમના વ્યવસ્થાપકોએ આ સપ્ટેમ્બર માસની આખરે મુંબઈ ઇલાકાના અનાથાશ્રમનું કોનફરન્સ મેળવવાની ખબર બહાર પાડી છે; તે તરફ દરેક આશ્રમના વ્યવસ્થાપકે અને સહાયનું લક્ષ ખેંચવાને જરૂર વીચારીએ છીએ; કેમકે ભેગા પ્રયને થોડા ખર્ચ વધુ ફળ મેળવી શકાય છે. એક આશ્રમમાં પ૦ ની સંખ્યા હોય અને તેનું ખર્ચ માસીક ૨, ૨૫૦) આવવું હેય તે ૧૦૦ ની સંખ્યામાં રૂ. ૫૦૦) નહિ પણ રૂ. ૪૦૦ અને કદાચ તેથી એવું પણ આવી શકે છે માટે સમુદાયને વધારે ગુંચવાડે ઉભી થાય તેવા અનેક અને અનેક રીતે મેળવાતા દાનેના બદલે ચેકસ અમુક પ્રકારે જ નક્કી કરવા, એક આશ્રમને આટલી મદદ અને તેટલું ખર્ચ જોઈએ જ, અરસપરસ એક બીજાને અમુક રીતે સહાય આપવી વગેરે આ કોનફરન્સ વીચારો કરવા, અને તહ્મામાં પ્રયાસ ચાલુ રાખે જરૂરી છે. . આવી સંસ્થાઓને લાભ મેળવવા આવનાર મરજી મુજબ સંસ્થા છેડી જાય છે એમ જોઈ ખેદ થાય છે; કારણ રીપોર્ટવાળા વમાં ૪૪ નવા આવ્યા ત્યારે ૩૦ જુદા જુદા કારણે સંસ્થા છોડી ગયા. આમ દર વરસ ચાલે તો વ્યવસ્થાપકોને સંગીન પરીણામ બતાવવાનું સાધન ઓછું થાય. ઉગે લાગવા સિવાય નાસભાગ જેવી સ્થિતિ માટે અંકુશ મુક જોઈએ. મુષ્ટિદાન જો કે આપનારને જરા પણ ભારે પડતું નથી પણ કહાવું સંઘરવું અને પહોંચાડવું જેમ અગવડ ભર્યું છે તેમ ઉધરાવવું સંસ્થાને ખર્ચાળું થઈ પડનું માલુમ પડે છે. વીઝીટમાં મોટે ભાગ અનુભવી ન હોવાથી માત્ર ઉપરનું જોઈ ખુશ થઈ વખાણજ કરે છે જ્યારે થોડો ભાગ ખોડખાંપણ જે નારાજી પ્રકટ કરનારો હોય છે પણ બારીકાધ્વી સંસ્થાની આવક, જાવક, અનુકુળતા, અને વ્યવસ્થા તપાસ ચય અભિપ્રાય સાથે વ્યાજબી સુચનાઓ કરનારે ભાગ ઘણેજ થોડે છે અને ખરી રીતે સંસ્થાએ ના હીતના અર્થ તેવાઓની વધારે જરૂર છે. રીપોર્ટના ૪ ૨૫ મે મી. ભેગીન્દ્રરાવ દીવેટીને અભિપ્રાય પ્રકટ થયે છે તેવા અભીયાની યાને સુચનાઓની જરૂર છે અને તેવી સુચનાઓ પિકી વ્યવસ્થાપકે એ શું ફેરફારો અને વિચાર કર્યા છે તે રીપોર્ટમાં જણુવવું જોઈએ છીએ. સેક્રેટરીઓ જણાવે છે કે “ આમાંની હેટી સહાય સાધારણુ જનસમાજ તરફથીજ મળી હતી. શ્રીમંતો નીજ સુખમાં અન્યનાં દુ:ખને હેલાં વીસરી જાય છે, જ્યારે સામાન્ય વર્ગ પિતા કરતાં ઓછી સુખી એવા દુઃખી જને પ્રત્યે પ્રેમ અને અનુકંપાની ભાવનાને સદા પિતાના હૃદયમાં સ્થાન આપી શકે છે. પ્રેમ અને દયાથી આપેલું એક પાઈનું દાન પણ વિશેષ ફળપ્રદ છે. આર્ય ભૂમિના કર્ણાવસ્થાને પામેલા જનસમાજમાં આ પ્રેમ અને દયાની ભાવનાનું સામાન્ય રીતિ અસ્તિત્વ જોઈને આનંદ નહિ થાય ? અનાથો પોતે સનાથ સમજે એમાં શું આશ્ચર્ય?” આ વાક્ય સામાન્ય વર્ગની ખરી કદર બઝી છે જ્યારે મોટા શ્રીમંત વર્ગને અન્ય
SR No.522066
Book TitleBuddhiprabha 1914 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages33
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy