SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ માયામિક કેળવણું. माध्यमिक केळवणी. (અનુસંધાન ગતાંક ૧૩૮ થી.) (લેખક-માસ્તર ભોગીલાલ મગનલાલ શાહ. મુ. ગોધાવી.) There is in the teacher's profession, the same difference which is observable in all other human employments between the skilled and unskilled practitioner and that this difference de pends in a large measure on a knowledge of the best rules and methods which have to be used and of the principles which underlie and justify those rules. FITCII. જેવી રીતે મનુષ્ય જાતના અન્ય સર્વે ઉધોગોમાં કુશળ અને અકુશળ કારીગર વચ્ચે ભેદ હેય છે તેવી રીતે શિક્ષકના ધંધામાં પણ તે ભેદ દષ્ટિએ પડે છે, અને આ બેદ ઘણે અંશે જે ઉત્તમ નિયમ અને પદ્ધતિનો શિક્ષણમાં ઉપયોગ કરવો પડે છે તેને અને જે તે ઉપર તે નિયમોને આધાર હોય તેના જ્ઞાન ઉપર આધાર રાખે છે. આ રીતે જોતાં શિક્ષણ કળા અને શાસ્ત્રનું જ્ઞાન શિક્ષક જે અતિ ઉપયોગી છતાં એકલું શિક્ષણનાં મૂળતત્વોનું જ્ઞાન પુરતું થતું નથી. દરેક શિક્ષકને શિક્ષણને વ્યવહારૂ અનુભવ હોવો જોઈએ. મહાવરા વિનાનું માત્ર નિયમ અને પદ્ધતિનું જ્ઞાન વ્યવહારૂ રીતે ઉપયોગી થઈ શકતું નથી. એવી કહેવત છે કે - All is but ip wisdom that wants in experience.” અનુભવ વિનાનું ચાતુર્ય એ મિથ્યા વાચાતુર્ય છે. ઘણું મહાવરાથી સરળતા અને ચાલાકી પ્રાપ્ત થઈ શકે છે. મહાવરા વિના પદ્ધતિનું જ્ઞાન નિરૂપોગી થાય છે. જ્ઞાન સાથેનો મહાવરો અનુભવ ગણાય છે અને એવા અનુભવી શિક્ષકો ઉત્તમ શિક્ષકે નિવડે છે. જેમ કે મનુષ્ય ગમે તેટલો નૌકાશાસ્ત્રને અભ્યાસ કરે પરંતુ જ્યાં સુધી તે સમુદ્ર યાન ન કરે ત્યાં સુધી તેને તે જ્ઞાન ઉપયોગી થઈ શકતું નથી. તેમ શિક્ષક પણ જયાં સુધી શિક્ષણનાં મૂળતત્વો અને પદ્ધતિનું અધ્યયન કરી તેમને વ્યવહારમાં ન મૂકે ત્યાં સુધી શિક્ષણનાં સૂત્રો અને પદ્ધતિનું જ્ઞાન તેને વિશેષ ઉપયોગી થઈ શકે નહિ. આથી શિક્ષણના વિષયમાં–વિષય matter અને પદ્ધતિ method ના જ્ઞાન સાથે મહાવરા practice ના જ્ઞાનની સમાન અગત્ય સિદ્ધ થાય છે. બુદ્ધિપુર્વકના મહાવરાના-ઉદેશથીજ શિક્ષક પદ્ધતિ અને નિયમોનું અધ્યયન કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે શિક્ષકે સાધનથી તૃપ્ત ન થતાં તે વડે સાધ્યને સિદ્ધ કરવાનો ઉદેશ રાખવો જોઈએ. શિક્ષકને વાસ્તવે વર્ગની સાથે કામ લેવાનું હોય છે. વર્ગની આગળ રજુ કરવા યોગ્ય શું છે અને શું નથી તે નક્કી કરવાનું અને ત્યાં જણાતી મુશ્કેલીઓનો વ્યવહારૂ રીતે ફડચે આણવાને તેને તેના જ્ઞાનનો ઉપયોગ કરવાનું હોય છે. જડ રૂપે તે જથ્થાનો સંગ્રહ કરવાને શિક્ષણના વિષય અને પદ્ધતિનું જ્ઞાન તે પ્રાપ્ત કરતો નથી. પદ્ધતિને વ્યવહારૂ અનુભવ મહાવરા વડે જ થાય છે, માટે પતિના જ્ઞાન સાથે મહાવરાની અગત્ય સિદ્ધ થાય છે, છતાં આ પરથી કેટલાક એવું અનુમાન કરે છે કે માત્ર મહાવરા વડે જ સારું શિક્ષણ આપી શકાય. પરંતુ તે માન્યતા ભુલ ભરેલી છે. પદ્ધતિનું જ્ઞાન માર્ગદર્શક ભેમીઓની ગરજ
SR No.522066
Book TitleBuddhiprabha 1914 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages33
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy