________________
૧૭૮
બુદ્ધિષભા.
થવાને લીધે નવાને કામકાજ મેળવવું અઘરૂ પડે છે. આ ધંધે મુખ્ય શહેરો તથા હાઈ
હોય ત્યાંજ ચાલી શકે છે. બહારગામમાં વકીલ એ લીસીટર સેલીસીટરને ધંધો તથા બેરીસ્ટર બન્નેનું કામ એકલોજ કરે છે. મુંબાઈ કલકત્તાની
હાઈકમાં સ્થાનિક કજીઆઓમાં સોલીસીટરની કાયદા પ્રમાણે જરૂર હોવાને લીધે એ શહેરોમાં સંખ્યા ઘણી છે. હાઈકોર્ટ સ્થાપન થઈ તે વખતે અંગ્રેજ સોલીસીટર લંડથી વધારે આવતા. હવે એ સંખ્યા ઓછી થવા આવી છે, ને દેશીઓની સંખ્યા વધી છે. મુંબઇમાં પારસી તથા ગુજરાતીની સંખ્યા પધાન છે. આ ધંધામાં દ્રવ્ય પ્રાપ્તિ સારી છે. હરીફાઈને લીધે નવાને મુશ્કેલી પડે છે.
કટરના ધંધાનો વિચાર કરીએ તો એ ધધ નવો નથી. અસલના વખતથી ધાને ધંધે ચાલતે આવે છે, આમાં પણ પાઠશાળાના તન કેળવણી પ્રચારથી સંખ્યા બંધ
જુદી જુદી જ્ઞાતીના યુવાને સખત મહેનત તથા પૈસાને વ્યય ડોકટરને ધધો કરીને દાખલ થાય છે. આ ધંધો એક રીતે ઉચ્ચ પ્રકારનો છે
કારણ કે મનુષ્ય જતિનું દુઃખ નિવારણ કરવાને અનેક પ્રસંગે આવે છે, તથા લાગણી, દયા ને અન્ય સગુણે વધારવાને અવકાશ મળી શકે છે. સરકારી નેકરીમાં દાખલ થાય છે તેને મોટા પગાર મળતા નથી. ખાનગી દવાખાનાંઓ કહાડી કીર્તિ તથા દ્રવ્ય પ્રાપ્ત કરેલા અનેક દાખલાઓ જોવામાં આવે છે. આ ધંધામાં શરૂઆતમાં મુશ્કેલીઓ આવે છે, પણ ધીમે ધીમે ગાડું ચાલે છે, તે સારી સ્થિતિમાં રહી શકાય છે. પ્રારંભમાં તે બધાને થોડી ઘણી માખી મારવી પડે છે. ને દવાખાનામાં બેસી માસિકો. વર્તમાનપત્રો વાંચવામાં અથવા દોસ્તદા કિવા જે છેડા દર્દીઓ આવે તેમની જોડે વાતચીત કરવામાં વખત કાઢવો પડે છે, તથા દમામ ટાપટીપ તથા દાંગ કરવો પડે છે, ભભકાબંધ રીતે ટેબલ ખુરસીઓ તથા દવાની શીશીઓનાં કબાટો રાખવાં પડે છે. કોન તપાસ વાની ભુંગળી તથા થમેટર તથા ઓજારોની પેટીઓ કઈક કાળ સુધી કાટ ખાય છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે ફાવવા માંડે છે. ભુખે મરવાનો અથવા ખરચ માથે પડવાને વખત આવતો નથી. કારણ જમાનાને આગળ વધવા સાથે નવા નવા દરો ને દવા ખાવાને
મેનીઆ ’ વધ્યો છે. તે ઉપરાંત ડોક્ટરો દવાઓ તૈયાર પેટંટ વગેરે પણ વેચે છે. કેટલાક નવા શીખાઉ તો પિતાની બનાવેલી “તીનપાટીઆ” દવાઓ પેટને નામે ઠેકી દઈ અજ્ઞાન ઘરાકોને ઠગે છે કે, પરમેશ્વરથી જોનાં આ કામ કરતાં અચકાતા નથી. ગમે તેમ પણ રીતભાત ચાલચલણ સારી હોય ને હુંશીયારીને વધારે મેની મીઠાશ તથા ખુશ કરવાની છટા, સારે સભ્ય પણ સ્વચ્છ પહેરવેશ, સારૂ જેવું મિત્રમંડળ હોય તો તેહમંદ દાક્તર તરીકે તે પંકાય છે, પણ ખપ કરતાં સંખ્યા એટલી બધી વધવા માંડી કે ધંધે મોહક રહ્યા નથી. હવે આપણે ધાર્મિક જીવન ની સ્થિતિ તપાસીએ.
અપૂર્ણ.) વસંત,