________________
રમણિ યશગાન !
૧૫૩
મહા કવિ શેકસપીઅરના કરૂણાજનક “ રોમીયો અને જ્યુલીયેટ ” નાટકના જેવો પ્રેમની પરિસીમાને એક અપ્રતિમ દાખલો, કાઠીઆવાડના સુપ્રસિદ્ધ જેઠવા રજપુતેના કુટુંબમાં મળી આવે છે,
હલામણ જેઠ, અને સતી સેનના દુહા કાઠીઆવાડના સાહિત્યને એક અપ્રતિમ નમુને છે. પ્રાચીન વખતની વિવિ, પ્રેમ અને કાકોશલ્યને એ સારે ભાસ કરાવે છે, કાઠીઆવાડમાં વસતા કેટલાક ભાટ, ચારણે તે એ દુહા ઉપરજ નિર્વાહ ચલાવે છે.
પ્રાચીન સાહિત્ય, સતીઓનો પ્રેમ–અડગ નિશ્ચય, સતીત્વ અને તેમના ગુણનું દર્શન કરાવવાના હેતુથી આ વન રેખા ઓળખાય છે.
વીરબાળા સતી સેન એ બાલંભાના રાણા રાજસિંહની કુંવરી થતી હતી. તે ઉમર લાયક થતાં રાણા રાજસિંહે તેનું લગ્ન કરવા વર શોધવા સારૂ રીવાજ મુજબ રાજગોરને કહ્યું. ગોર રાણાના ફરમાન મુજબ વર શોધવા જવા તૈયાર થયા. તેને જતી વખતે રાજકુમારીએ એક સમસ્યા લખી આપી, ને કહ્યું કે આ સમસ્યા પૂર્ણ કરશે તેની સાથે મહારાં લગ્ન થશે એ સમસ્યા એ હતી કે –
ઘડવણ ઘડ્યાં, એરણે અડયાં નહિ ? (નાવાર્થ એરણે અડકયા સિવાય, વગર હડે ઘાટ ઘડયો છે–એ ચીજ કઈ?)
ઉપરની સમસ્યા લઈ રાજગેર ગયે દેશદેશાવર ઘણું ભરો પણ કેઈથી સમસ્યા પૂર્ણ થઈ નહિ. આખર નીરાશ થઈ પાછા ફરતાં બાકી રહી ગયેલા બરડાના ડુંગરમાં આવે લા ધુમલીના સમયમાં તે બા અને દરબાર ભરી બેઠેલા ધુમલીના રાણું શિયાળને તેણે પિતાના આવવાનું કારણ જણાવી દીધું. શિયાએ શમસ્યા વાંચી, અને તેને પૂર્ણ કરવા ઘણી યુક્તિ પ્રયુક્તિઓ કરી, પણ સઘળી ફોકટ ગઈ. એટલામાં તેની પાસે બેઠેલા તેના ભત્રીજ હલામણે તે શમસ્યા જોવા માંગી. તેને આપવામાં આવતાં તેણે તે વાંચી, ને તુર્ત નીચે પ્રમાણે પૂર્ણ કરી બ્રાહ્મણને આપી:--
સરવર સ્વાત તણું મળે, તે મોઘેરા મેતી નીપજે.” { ભાવાર્થ – (સરવરમાં રહેલી છીપના મુખમાં) સ્વાતી નક્ષત્રનાં (વદનાં) બિંદુઓ મળે તે મની પેદા થાય છે–એ વસ્તુ તે છે.)
ઉપર પ્રમાણે શમસ્યા પૂર્ણ થતાં બ્રાહ્મણ ધણજ ખુશી થ, અને હલામણ જેઠવા સાથે રસેનનાં લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.
જ્યબાળાના ગુણ, સૈદ, ને ચતુરાઈથી લોભાયલા રાણું શિયાળને આ વાત ગમી નહિ, જેથી બ્રાહ્મણને એકાંતમાં બેલાવી, ગમે તેમ યુક્તિ કરીને તે શમશ્યા પૂર્ણ કરનાર હલામણું નહિ પણ પિતેજ છે એવું કહે ગોઠવવા તેને સમજાવ્યું. કહ્યું છે કે सर्वं गुणा कांचनमाश्रयंति!
(ભાવાર્થ-સર્વે ગુણે કાચન (સેનામાં–લમમાં, આશ્રય લે છે.)
આ સૂત્ર પ્રમાણે જરના લોભમાં તે બ્રાહ્મણ લોભાયો, ને લાલચના માર્યા શિવાજીએ કહ્યું તેમ, શમસ્યા પૂર્ણ કરનારને ઠેકાણે તેનું નામ ગોઠવવા કબુલ થયે. થોડા દિવસ રાજ મહેમાન તરીકે રહી વિદાયગીરી લઈ રાજગોર બાલંભા ગયો, અને શિયાએ સેનની સમસ્યા પૂર્ણ કરવાનું સર્વને વિદીત કર્યું. રાજભુવનમાં રાજગોર શમસ્યા પૂર્ણ કરી લાવવાથી આનંદ વર્તાઈ રહ્યા, ને મુકરર કરેલે દિવસે રાજકુંવરીને લઈ ધુમલી જવા રાજગારને રાવને રાજસિંહે ફરમાવ્યું.