SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ બુદ્ધિપ્રભા. કોડી પણ ખચ્ય સિવાય શિક્ષણ લઈ શકે છે, જ્યારે અહીં સેંકડે ચાર પાંચ વિધાર્થીઓને પણ તે સવડ મળવી મુશ્કેલ છે. ઉપર જણાવેલા (પ રૂપીઆમાં વિદ્યાર્થીઓને ત્યાં વિશ્વવિદ્યાલયમાં ઘણી સારી સુવડ મળે છે. ઘણુંખરાં મેટાં વિશ્વવિદ્યાલયોમાં “ Social Club House' નામની એકાદ સંસ્થા હોય છે. ત્યાં વિદ્યાર્થીઓને બપોરનું જમણ અને બીજા ભાઈબંધ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનું ને વિતી લેવાનું મળે છે. પ્રત્યેક મકાનમાં “ આ૫ નિર” ( hygeianic fountains ), શોચકૂપ, હાથ ધોવાની નળીઓ, વગેરે સવડે ભરપુર હોય છે. ઉત્તમ સાબુ અને હાથ મેટું લુછવાના ટુવાલ પણ એ રકમમાંથીજ પુરૂ પાડવામાં આવે છે. લાયબ્રેરીમાંના ચોપાનીયાં ને પુસ્તકો પણ મફતજ વાંચવા મળે છે. અમેરિકાના વિશ્વવિદ્યાલયની લાયબ્રેરી એટલે બે લાખથી આઠ લાખ બહુ મૂલ્ય ગ્રંથને, પ્રચંડ સમુદાય સમજે. નહિ કે અહિંના જે કંગાલ સમુદાય ! વિવિધ માસિક અને પ મળીને એક હજારથી ચાર હજાર સંખ્યા મહિને આવે છે. લાયબ્રેરીમાં પાંચ સાતમેં વિદ્યાર્થીઓને બેસવાની ખુરસી ટેબલની સવડ હોય છે. પ્રાતઃકાળથી રાતના દશ વાગતાં સુધી આ જગ્યાને ઉપયોગ સ્ત્રીપુરુષ વિદ્યાથીએ. છૂટથી કરે છે. એ સિવાય અહિંના વિશ્વવિદ્યાલયમાં (Seninor rooms) એટલે પંદર વીશ વિધાર્થી રહી શકે તેવી નાના પુસ્તકાલયવાળી ખોલીઓ હોય છે તે જુદીજ, તેને ઉપયોગ ત્રીજા-ચોથા વર્ગના પદવીધર વિદ્યાથઓને કરવા દેવામાં આવે છે. આ પ્રમાણે ઘણા ખરા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સવડ વિશ્વવિદ્યાલયમાં જ હોય છે. વિશ્વવિદ્યાલયમાં સ્વતંત્ર પણ ઓફિસ હોઈને દરેક વિદ્યા ને ટપાલ માટે અલર ટપાલપેટી letter box આપવામાં આવે છે. આ પેટીમાં વિદ્યાર્થીઓના પત્રા, રજીસ્ટર, રજીસ્ટાર તરકન લેખ પત્રો વિગેરે મુકવામાં આવે છે. જે સુરક્ષિતપણે વિદ્યાર્થીને જ પ્રાપ્ત થાય છે કારણ તેઓ દિવસમાં બે વાર પિતાની કુંચીથી પિતાનાં સ્વતંત્ર તાળાં ખાલી પેતાની ટપાલ મેળવે છે, અર્વાચીન ઉપકરણથી પરિપ સજાવેલાં અત્યુત્તમ તાલીમખાનાં વિધાર્થીઓને કટમાંજ વાપરવા મળે છે. આ તાલીમખાનાઓમાં અને બીજ મકાને માં, તેમાંના વિધાર્થીઓને પહોંચે એટલાં કબાટ પણ ત્યાં હોય છે. પ્રત્યેક વર્ષની શરૂઆતમાં આ કબાટમાંથી એક એક ખાનું દરેક વિધાર્થીને આપવામાં આવે છે. જેમાં તે પિતાનાં ઘડાં ઘણું પુસ્તકો કપડાં વગેરે પરચુરણ ચીજો મુકી રાખે છે. તાલીમ લીધા બાદ સ્નાન કરવું એ ઉત્તમ હોવાથી ત્યાં સ્નાન કરવાની પણ ઉત્તમ સેઈ છે. એક સામટા સો સો વિદ્યાર્થીઓ સ્નાન કરી શકે એવી ઠંડી અને ગરમ “તુષારનલિકા” (Spray Baths) પાણીની ભરેલી નળીઓ દરેક સ્નાનગૃહમાં હોય છે. અહીં સવારના આઠ વાગ્યાથી તે સંધ્યાકાળે સાત વાગતાં સુધી ગરમ અને ઠંડુ પાણી ન્હાવા મળી શકે છે. સાબુ અને ટુવાલની વ્યવસ્થા પણ ઘણું જ ઉત્તમ હોય છે. આટલા થડા ખર્ચમાં–૮૫ રૂપીઆમાંજ આટલી બધી સવડ શિક્ષણ ઉપરાંત મળે છે. તદુપરાંત આટલા થોડે ખર્ચમાં વિધાથીઓની દવા વિગેરે પણ કિટમાંજ-મફત કરવામાં આવે છે. તેમજ ક્રીકેટ, ટેનીસ, ફુટબેલ, બેડમીંગટન વિગેરે સાધને પણ ત્યાં તેજ ખર્ચમાં પુરાં પાડવામાં આવે છે. આવી રીતની દરેક જાતની ઉત્તમોત્તમ સવડ વિશ્વવિદ્યાલયમાં હોવાથી–વિશ્વવિદ્યાલય, વિદ્યાર્થીને પિતાના ઘર જેવું જ પ્રિય લાગે તેમાં શી નવાઇ? ( વધારે જાણવા લાયક બાબતે હવે પછી આગળ ચાલુ. )
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy