________________
સ્વીકાર અને અવલોકન.
અત્યંત લાભ કર્તા છે. કોઈને ઉપર ખાસ કાંઈ પણ લખવા કરતાં આ રીતે લખવાની પદ્ધતિ વિદાન મુનિરાજે પછી થોડાક જ ગ્રહણ કરી જણાય છે, કે જે પૈકી મુનિરાજ કરવિજયજી પણ સારે ભાગ આપે છે. મુનિજનોને એજ માર્ગ હોવો ઘટે છે કે, જેમ વાણી વડે પ્રભુ મહાવિરની વાણીને બાધ અપાય છે તેમ લેખિની દ્વારા પણ આપો; અને નીતે પિતાના આત્માને પણ નિર્મલ બનાવે; કેમકે ગમે તેટલી વિદ્વતા સંપાદન કરાય પણ “ અપરાધી શું પણ નવી ચિત્તથકી, ચિંતવિયે પ્રતિફલ ” એવી દશા પ્રાપ્ત કરાય ત્યારે જ આત્મ કલ્યાણ છે.
પ્રાચીન તબર વન વિરાર-(પ્રગટ કર્તા બાદ હચંદ ભૂરાભાઈ, પૃષ્ટ ૧૨૮)--દિગમ્બર લેખક મી. પાંગલેના લેખના ઉત્તર રૂપે આ નામનો લેખ મુનિ શ્રી વિદ્યાવિશે કેટલાક ઇતીહાસીક મુદાઓ સાથે લખેલે છે અને તે પુસ્તકના રૂપે પ્રગટ કરી જેને સાસન પત્રના ગ્રાહકોને ભેટ અપાય છે. જેનોને વાંચવા ગોગ્ય છે.
પવન મા ત્રિ-મહુવા પાંજરાપોળની સારી વ્યવસ્થા કરવા અને દ્રવ્ય મેળવી સમય પ્રમાણે ઉપયોગ કરવાને માટે જાણીતા થયેલા પશુરક્ષાના હિમાયતી આ ગ્રહસ્થનું ચરિત્ર અને તેમનાં કામે તથા અભિપ્રાયો પુસ્તક રૂપે પ્રગટ કરેલ છે.
સર્વ ધર્મ-(પ્રસિદ્ધ કર્તા શ્રી તત્ત્વપ્રકાશિની સભા. ટાવા, પૃફ પ૬)-આ નાનક પણ ઉત્તમ પુસ્તક દિગમ્બર પંદન ગોપાલદાસ બયાએ હિંદીમાં લખેલું છે. આ પુસ્તક દરેકે વાંચવા બોગ્ય છે કેમકે જૈન ધર્મ એ સર્વ ધર્મ હોવાને કઈરીનીએ બેચતાવાળે છે તે બનાવી આપવા મી. બરિયાની કલમે ન્યાયને સારો દેખાવ આપે છે. , અજીવ, પુન્ય, પાપ, કર્મ અને કર્મપ્રકૃતી, ઈશ્વર, જગત, જૈનધર્મ, સાધુધર્મ, ગૃહસ્થધર્મ, સમ્યકત્વ અને મોક્ષ દત્યાદિ વિશે વિવેચન સારું કરેલું છે. કેટલાકમાં દિગમ્બર માન્યતા મુજબ વિવેચન થયું છે, પણ જીન અને જૈનેતરને જૈન ધર્મને અને ધર્મના તત્વને જાણવા માટે ટુંકમાં પણ જાણવા જોગ છે. હજુ વેતામ્બર અને દિગમ્બર પંડીતો વચ્ચે હરીફાઈ યુક્ત “સાર્વધર્મ” અથવા જૈનધર્મ એ જગત વ્યાપી ધર્મ થવાને સંપુર્ણ છે એમ વધારે વિસ્તારથી બતાડી આપવાને એક સર્વમાન્ય અથવા વિશેષામાન્ય નિબંધ તેઆર કરાવવાની જરૂર છે. અને તેને ઘણી ભાષાઓમાં પ્રગટ કરવાથી ખાત્રી છે કે વખત જતાં, જૈનધર્મ રાષ્ટ્રિય ધર્મનું માન એક વખત ફરીથી પ્રાપ્ત કરશે.
શ્ર
શનિ ger :-મજકુર ફંડને સને ૧૯૧૩ ને રીપોર્ટ શેડ લલ્લુભાઈ ગુલાબચંદે પ્રગટ કર્યો છે તે ૪૬ પ્રણને હાઈ ઘણું ઉપયોગી હકીકતોથી ભલે છે. જે ભાગ જેન કરન્સોએ જીવદયા મીશન પાછલા વર્ષોમાં શરૂ કરેલ હતું તેજ ભાગ અને તેથી કેટલીક રીતે વધારે પ્રમાણમાં શેક લલુભાઈએ કૅરન્સની સુસ્તીના વખતમાં પિતે કોઈ પણ પ્રકારની ચેકસ મદદ-આવક કે ઇંડ-વીના ઉપાડી લઈ જે કાર્ય બજાવતા જાય છે તે માટે તેઓશ્રી જેટલા ધન્યવાદને પાત્ર છે તે જ પ્રમાણે તે સંસ્થા મદદને પાત્ર છે.
મજકુર ફહંસા સંબંધીનું લીટરેચર ત્રણ વર્ષની થોડી મુતમાં ઘણું જ ફેલાવ્યું છે. ખરી રીતે ખોરાક માટે નિદે જાનવરોને ભોગ લેવાય છે તે કોઈપણ રીતે વ્યાજબી