SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા જોગ. ૩૭૫ ધન્ય આ હૃદયને નેત્રો! દર્શન કરતાં જેને! દર્શનથી ઉજવલ તેજ ! મણિ મંદિર છવાયેરે ! હૃદય શું ?! અસંખ્ય પ્રદેશી આત્મા! જળહળતો તિવાળો ! તસ દર્શન મન ઓજસ પૂર ! દર્શન દિવ્ય કહાવેરે ! હૃદય શું આજ?! हमारी नोंध. નવમી જૈન શ્વેતામ્બર કેનફરન્સ–શ્રી જયવંતી કોનફરન્સની નવમી બેઠક શ્રી મુંબાઈ મધ્યે મેળવવાની હીલચાલ થવાની આશા જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયાની એક મળેલી મીટીંગ ઉપરથી ઉભી થઈ હતી પણ તે વિષે આગળ શું પ્રયત્ન થયે તે હજુ જણાયું નથી. ગયા અંકમાં જણાવ્યા મુજબ પવિત્ર તીર્થસ્થળના ચરણમાં લઈ જવાનો પ્રયત્ન થાય તે અધિષ્ઠાયક જરૂર સહાય થશે. આમ વિચાર અને વિમાસણમાં આપણે પાછા પડતા જઈએ છીએ જે આપણી કોમની ઉન્નતિ માટે ઘણું સોચનીય છે. ગળે ભેટ મેળવવાની જીજ્ઞાસા અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા ગ્રન્યો બહુજ અલ્પ કીમતે વેચાણ કરાય છે તેપણું ઘણુઓને તે તદન ભેટ મેળવવાની જીજ્ઞાસા થયા કરે છે. અને તે છતાસામાં એક દાખલો એ બન્યો છે કે અમુક ગ્રન્થના જે સહાયક હોય તે દરેકને જુદા પત્ર લખી એક એક નકલની માગણી કરી છે. પણ તે સહાયકોને સહાયના બદલે યોગ્ય ન મળી હોય તેને તેઓએ તાત્કાલીક ઘટતી વ્યવસ્થા કરી લીધી હોવાથી તે પત્રો હમારી તરફ આવ્યા છે. આવી રીતે માગણી કરવાની રીત હમે ધારીએ છીએ કે સહાયકોને ભુલાવે ખવડાવનાર નીવડે છે. પ્રકાશકો અને સહાયકાએ સારા સારા પત્ર લખી, છની શક્તિએ દ્રવ્ય ન ખરચતાં ભેટ મળવાની યુક્તિ કરનારાઓ કેવું છે? જે સંસ્થાનું નામ લખે છે તે સંસ્થા તે ગામમાં કેવી ચાલે છે? તેના પુસ્તકનો સદુપયોગ કેવી રીતે થાય છે? તને વહીવટ કરનાર કમીટી છે કે નહિ? બં ધારણ શું છે અને ખાસ કરીને સેક્રેટરી વાર્ષિક રીપેટે કોઈ પણ રીતે પ્રગટ કરે છે કે નહિ તે જાણવાની માગણી કરવી અને પછી ભેટ આપવા યોગ્ય ગોઠવણ કરવી. તેમ કરવાથી ખરી ભેટ મેળવનારી સંસ્થાઓ કઈ છે તે જણાશે અને મજકુર બાબતેમાં જે પછાત લેશ તે સંસ્થાઓ નિયમીત બનવાને પ્રેરાશે. . કરછી જૈન બેડીંગનું બંધ થવું–અન્ય કો બડગો અને અનાથાશ્રમો તથા ઉદ્યોગ શાળાઓ સ્થાપન કરવા પ્રેરાય છે ત્યારે જેને કામમાં પાલીતાણા ખાતે ઉપલી, બેડ ગ ચાલતી હતી તે બંધ કરવાની ખેદજનક સમાચાર બહાર આવ્યા છે. પાલીતાણું રેલ આવવા પછી લીંમડી સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તેજ હમારી સમજ મુજબ કંઈ ઉતાવળ થઇ હતી. હજુ તેના દાનેશ્વરી સ્થાપો જે તેને અમદાવાદ જેવા વિધાની સગવડવાળા સ્થાને ચાલુ રાખે તે ખર્ચમાં એાસ થવા સાથે પરીણામ પણ ઉંચ આવે. શેઠ વસનજીભાઈ અને શેઠ ખેતસીભાઈએ અર્પણુ કરેલ દ્રવ્યને તેઓ કદાચ બીજા માર્ગે સદ્વ્યય કરશે પણ સાથી વધારે ભાભર્યું અને વખતને અનુસરી સ્થાપવામાં આવેલ ખાતું વિચારપૂર્વક અનુકૂળ સ્થળે ચાલુ રહે તેજ વધારે હીત કરતા છે.
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy