SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ % બુદ્ધિપ્રભાजीवन मणिमाला! (પાદરાકર.) મનુષ્ય એ આ સંસાર સાગરને પ્રવાસી છે કે મનુષ્યનું એક પેઢી છે, આ પેઢીમાં આપણે જે રકમ મુકીએ છીએ તે વ્યાજ પરત મળે છે. આનંદ કિંવા દુખ આ બે પૈકી ઈચ્છામાં આવે તે રકમ તમે આ પેઢીમાં જમા કરાવો-કાળક્રમે ચક્રવર્તિ વ્યાજ સાથે તમને તે પાછી મળશેજ. મૃત્યુના સખ્યત્વથી પણ વધુ કઠીણ એવું આ જગતમાં કંઈક છે ખરું. અને તે દુયગમન અને દુષ્કતાથી પ્રાપ્ત થયેલા અંતીમ અપયશનું અનુભવ જન્મજ્ઞાન એ છે. મનુષ્યના જીવનનું કોઈ પણ એક કાયમનું ધ્યેય હોવું એ પરમ પરમ આવશ્યક છે. જે જે ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના સહવાસમાં આપણે આવીએ છીએ તે તે મનુષ્યની લહરી પ્રમાણે-પ્રતીપળે તે પ્રેયમાં ફેરફાર કરવા એના જેવું આત્મઘાત મુર્ખપણું બીજું કોઈ પણ નથી. વિવેક એ મનુષ્યના હૃદયરૂપી ન્યાય મંદિરને “પંચ” છે. આ પંચની ન્યાય પદ્ધતિ તદન વિચીત્ર છે. ન્યાયનું કામ આગળ ચાલુ કરતાં પહેલાં જ તે તેને નીકાલ કરી નાંખે છે. ભવિષ્યકાળના સુખને નાશ ન થાય એવી રીતે સાંપ્રતકાળના સુખને ઉપભોગ મનુષ્યોએ લેવો જોઈએ. મિત્રમંડળમાં ચાલતું સંભાષણ એ એક પ્રકારનું ભવિનોદન છે. પણ તે પટા ખેલવાની રંગભૂમિ અગર શેત્રુંજને ખેલ નથી એ દરેકના લક્ષમાં લેવા જેવું છે. આપણા ઇષ્ટમિત્ર સહવર્તમાન જે સુખનું સેવન કરવાને લાભ મળે છે તેની મીષ્ટતા કંઈ ઓર જ હોય છે. બીજાના દુઃખના માં બદલાથી આપણે સુખ મેળવવું એ ખરા સુશીલ મનુષ્યનું લક્ષણુ નથી. બીજાને ઉદેશીને નાકનાં ટીચકાં ચઢાવનાર મનુષ્ય હમેશાં ક્ષુદ્ર બુદ્ધિનેજ હોવો જોઇએ એમ લાગે છે. બીજાની યોગ્યતા કમી થાય તો આપણી યોગ્યતા વધે એવી તેની સમજ હેવાથી તેની હમેશાં નીચે પ્રવૃત્તિ જ છે. મન આનંદી રાખવું એના જેવું બીજું પથ્ય નથી. મનુષ્યમાં સ્વાભાવિક પાશવી અને આસુરી અંશ છે. તેમજ દેવી અંશ પણ છે. પાવી અને આસુરી અંશ તાબામાં લાવવાનો અને દેવીની ઉપાસના કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અનુભવ અને જ્ઞાન તરૂણાવસ્થામાં વિશેષ હોવાને લીધે અને મનોવિકાર પ્રબળ હોવાને લીધે મનુષ્યોને મેહજાળમાં સહજ ફસાવાનો સંભવ આ વયમાં વિશેષ રહે છે. શુદ્ધ અંતઃકરણના જેવી મૂલ્યવાન બીજી મિલ્કત નથી. વિષય લંપટ થવું એટલે પશુ બનવું ! સૂક્ષ્મ જીવનના માર્ગે બહુ અટપટા છે. વીરલા પ્રવાસી જ તે ભાગે કુશળક્ષેમ પહોંચી ઇચ્છીત પ્રાપ્ત કરી શકે છે. પણ તેવા પ્રવાસી ની લાજ.
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy