SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દિલખુશ હિતશિક્ષા. ૧૨. ગુરૂ વાણને સુણ લે, તન મન જીવ લગાય; બહુ ગુણ પામે આત્મા, ભવ ભવનાં દુઃખ જાય. સજજન દુર્જન નવિ હુવે, તજે ન આપ સ્વભાવ; તાવ, ઘાવ કંચન સહે, પણ તજે ન કંચન ભાવ. શીલે સંકટ સવિ ટળે, શીલે ટળે કલેશ; શીલે જશ કીતિ ઘણી, વાધે દેશ વિદેશ. શીલે અરિ પહોંચે નહિ, શીલે શીતલ આગ; ભૂત ભયંકર શીલથી, ભય એ સ ભાગ. કાળ રૂપ પરનાર છે, હરે હરવાથી પ્રાણ; સીતાને હરવા થકી, થઈ રાવણની હાણ. પરનારીની સંગતી, કુચી દુર્ગતિ ધાર; મૂલ અધર્મ તરૂ તણે, તેને કરો પરિહાર. પરનારીની રીતથી, વંશ કલંકિત થાય; અહીં પણ લધુતા પામીને, પરભવ નરકે જાય. વિષ ખાઈ મરવું ભલું, પડવું અગ્નિ મોજાર; પણ નીચ વ્યભિચારથી, દૂર રહે નિરધાર. કષ્ટ સહન કીધા પછી, અનુભવથી સુખ થાય; ભણતાં કષ્ટ પડે ખરું, પણ પછી સુખ સમજાય. અનેક મની ઈચ્છા પૂરણ, થતાં ન લોભી ધરાય; સરિતા અધિક મળ્યા છતાં, સમુદ્ર નહિ ભરાય. સુખિઆ સહુ સંસારમાં, સંતેવી સમજાય; સુખ દુ:ખ દેવે (જે) દીધું, તેથી તૃપ્ત જણાય. મધુર વચન સુણતાં સદા, વેરી વશ થઈ જાય; ડેસવા આવે નાગ પણ, મોરલીએ ભાય. મોટાનાં સુખ દુઃખ પણ, મોટાં જરૂર જણાય; . પાંડવ નળ, હરિશ્ચંદ્રને, રામ થકી સમજાય. ઈર્ષા અગ્નિ અરિ તણે, મૃ૬ વચને એલાય; ધખધખતો અગ્નિ જુઓ, જળથી શાન કરાય. અજ્ઞાનીને આશરે, ભવજલ કેમ તરાય; બુદતા નારે બેસીને, સમુદ્ર નવ ઉતરાય. જાતિ સ્વભાવ જાયે નહિ, કરતાં કોડ ઉપાય; પત્થર ભીંજવી ટાંકતાં, ઝરને અગ્નિ જણાય. સજજનની સંગત થકી, અવગુણ અળગા થાય; શુદ્ધ જળના સંયોગથી, મલીનતા મટી જય. વિષય વિષે વ્યાકુલપણું, જે સોનીને હાય; તે જ્ઞાની અજ્ઞાની તણે ફેર ન દીસે અનંત ગુણ આ આત્મા, ચઢ કર્મને મેલ; બદલખુશ જ્ઞાની ગુરૂ મલે, તે જાએ તે હેલ. કાય,
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy