________________
૩૭૮
બુદ્ધિપ્રભા
પુરૂષોત્તમ ઝાલા, મી. લાભશંકર વગેરે ગૃહસ્થોએ ડેપ્યુટેશનના રૂપે મુલાકાત લીધી હતી અને જે વખતે મહેરબાન કોનટ સાહેબે આપણી અરજના વ્યાજબીપણા માટે ઘણા પ્રશ્ન કર્યા હતા તે સવળાનો પ્રત્યુત્તર બહુ સારી રીતે અપાયો હતો અને તેઓએ વળતા ઉત્તરમાં આ માટે દીલશોજી પ્રગટ કરી તે અરજ નામદાર જાપાનના શહેનશાહને પહેચાડવાની ખાત્રી આપી હતી. અમે ભુલતા ન હોઇએ તે આ પ્રમાણે પ્રયાસ કરવાની સૂચના શેઠ વસનજી ખીમજીની હતી અને તેને મી. લાભશંકરના પ્રયાસે આપણી કોનફરન્સ અને બીજા બંધુઓએ ઉપાડી લીધી હતી. સંયુક્તબળના લાભો આ રીતે કેટલા હર્ષ ઉપજાવનારા છે તે જણાવવા માટે જ આટલી નેધ આવશ્યક જણ છે. દરેક પ્રજા સંયુક્ત બળથી વધી છે અને દરેક કાર્યનો વિજય પણ સંયુબળથીજ છે. એ સૂત્ર દરેકે યાદ રાખવાની જરૂર છે.
दिलखुश हितशिक्षा.
વિવિધ બેધસંગ્રહ –પ્રસ્તાવિક બિહાર.) પ્રણમી પાર્શ્વ છણંદને, નમી પદ્માવતી માય; દિલખુશ ઉત્તમ બોધ આ, કહેતાં મન હરખાય. આવ્યા મૂઠી વાળીને, જાવું ખાલી હાથ. પાપ પુન્ય વિણ જગતમાં, આવે નવ કંઈ સાથ. જૂઠી માયા જગતની, જૂઠા ખેલ તમામ; કઈ નહિ તારૂં વળી, તું નહિ કેહને માનવિષય સુખ વિષે સારિખ, ક્રિપાકના સમ જાણ; ભોગવતાં સુખ લાગતું, પણ એ દુઃખની ખાણ. વારથનું સૈા છેસગું, માત, તાત ને ભાત; ભાયાના આ વરણથી, બગડી જાયે વાત. કુડો દેહ આ કારમો, વિણસંતાં નહિ વાર; જળ પટાની પરે, ફૂટી જાય નિરધાર. દુર્જન કેરા સંગથી, હાણ અતિશય થાય; લાજ ગુમાવે પલકમાં, દુ:ખ સાગર ડુબાય. મીઠા બોલા માનવી, ગુણથી કડવા હૈય; મિષ્ટ પદારય શરીરને, અવગુણ કરતા જોય. પિતાના ગુણ અવગુણે, પર જાનથી દેખાય; મુખ પિતાનું પણ જુઓ, દર્પણુથી દેખાય. એક ગુરૂના શિષ્ય પણ, કરતા ઉલટાં કાજ; કાતર કપડાં કાપતી, સીવે સેય તમામ. સુકૃત તેં કીધાં નહિ, પરભવ સુખને કાજ; વૃથા જન્મ ગુમાવીએ, કીધાં પાપ અકાજ.