SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્રતો. ૨પ તમાં પણ તે લોક ભયથી ડરી આગળ વધી શકતો નથી. દાખલા તરીક-ધારે છે એક મનુષ્યને રૂપાની થાળમાં નીલ જમવાની ઇચ્છા છે તેમજ તે પ્રમાણે કરવાને તે શક્તિમાન છે તેમજ તેની પાસે તે ચીજ પણ છે છતાં તે લોક ભયથી ડરી તેમ કરતે નથી. જો કે તે કોઈ પણ જાતના દરૂપ નથી તોપણ અજ્ઞાન લોક ભયથી કરી આમ પિતાનું ધારેલ કાર્ય નથી કરતા. કહે આથી શું વધુ મનુષ્યની નીર્બળતાને દાખલો આપીએ? મનુષ્યોને પિતાની વૃત્તિઓ અને નિર્દોષ ક્રિયા કરવાનું હોય છે પણ તેમના મનની દુર્બળતાને લઈ પાછો પડે છે. નિર્દોષ ઇચ્છાએથી અનેક બળને ક્ષય થાય છે અને ઉન્નતી થઈ શકતી નથી. માટે આવા બંધનને તેડવાજ અને પિતાની નિર્દોષ ઈચ્છાઓને ક્રિયામાં મુકવા, લોક ભયને વિચાર તે મનમાં રાખવો નહિ એટલે કે લોક ભયને ત્યજ અને આવા બંધનું સેવન ન કરવું પણ પોતાની નિર્દોષ ઈચ્છાઓનું ઘણુજ ઉત્સાહ, વેગ, આગ્રહ વિગેરેથી સેવન કરી પાર પાડવી. કર્મનાં બંધનજ એકલાં મનુષ્યને હાની કરે છે એમ નહિ પણ આવાં પ્રકારનાં લોક બંધન પણ મનુષ્યના ઉન્નતિ તેમજ વિકાસક્રમમાં હાનીને કરે છે એ ઉપર્યુક્ત સત્ય સિદ્ધ થયું. મનુષ્યનું સર્વોત્તમ હિત કરનાર સદા તેનું આંતરજ છે. તે કદી અહિતકરને પ્રગટ કરતું નથી. નિરંતર તે તે હિતકર ઈચ્છાએજ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. આમ છે માટેજ અંતર નિર્દોષ ગણાય છે અને તેથી તેની ખરી નિર્દોષ ઇચ્છાઓને અટકાવવી એ મહા પાપ છે. બહારના સંબંધને લઈને ખોટી વૃત્તિ કરવા તરફ મન આકર્ષાય છે પણ તે ઉપલક વિચારજ હોય છે. ખરેખર અંતર તે અંદરથી ડંખે છે. આ વખતે અન્ય સંબંધીએ બેવડિ રિતે તેને હિતબોધ આપો ઘટીત છે. કેટલીક વખતે અમુક અંશે લોકભવ હિતકર હોય છે પણ તે દરેક બાબતમાં તે નહિ જ. નિર્દોષ ઇચ્છાઓને પાર પાડવામાં જે લોકભયથી અટકાવજ થતું હોય તો તેને ત્યાગજ કરવો. અમ પ્રકારે વર્તવાથી, અઘટીત માગે વહન કરવાથી કાંઈ વતંત્રતા મળી શકતી નથી અથવા એવું કૃત્ય કરી કહેવું કે હું મારી સ્વતંત્ર ઇચ્છને પિવું છું તે તદન ખોટું છે. તે ઇચ્છાઓ તે સ્વતંત્ર ઇચ્છા નથી પણ કર્મના બંધનરૂપ હે પરતંત્ર ઇચ્છાઓ છે એટલે કે નીચ કર્મોદયને લઇને તેવી ઈચ્છાઓ થાય છે. ભલેને તે કર્મને તેડી ખરેખર સ્વતંત્રાજ પ્રાપ્ત કરવી છે તે આવી અગ્ય ઈછાઓને દાબી દેવી. આ જગતના સર્વ પદાર્થના સંબંધેજ કરી કંઈ પૂર્ણ સ્વતંત્રા મેળવી શકાય નહિ. જેવા કે ધન, ગૃહ, સગાં, સંબંધી, સ્ત્રી, પુત્ર આદિ પરિવાર સ્વતંત્રતા મેળવવાને માટે તે મુળ ગુણ, જ્ઞાનદર્શન અને –ચારિત્રરૂપ ત્રણ રત્નનું જ સેવન કરવું જોઈએ તેજ આદરણીય છે કારણ કે ખરેખર સ્વતંત્ર આત્મા જ છે અને તેના મુળ ગુણનાજ સેવનથી તે નામાકૃતિ રમતી રાખવાથી અને તેને જ સાર ગ્રહણ કરવાથી ખરી સ્વતંત્રતા મળે છે. તેમજ આ જન્મ પણ સુખમાં આનંદમાં અને શાન્તિમાં પસાર થાય છે, ઉચ્ચ તત્વ પ્રાપ્ત થાય છે અને એ જ પ્રમાણે નિવૃત્તિથી અંતે શુદ્ધતત્વ, પરમતત્વ પ્રાપ્ત થાય છે ત્યારે જ આત્મા કઈ પણ બંધન વિનાને હોય છે. ત્યાંજ તે ખરે જ્યોતી રૂપે સ્થીત થાય છે અને પિતાના મુળ સ્વભાવિક ગુણમાંજ રમણ તે તત્ર હોય છે. અંતરમાંથી કુલ ક્રિયા જ નીર્દોષ હોય છે કારણ કે તેને કોઈની પરવા હેતી નથી. એજ ક્રિયા કરવાથી લાભ તેમજ હીત થાય છે અને તેથી બળ વધે છે-સામર્શ વધે છે. જેઓને અંતર આત્મામાં વિશ્વાસ નથી તેઓ જ ઉન્નતિ સાધી શકતા નથી.
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy