________________
ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ટ ચાકરી.
૨૧૩
उत्तम खेती, मध्यम वेपार अने कनिष्ट चाकरी.
(લેખક:-શા. રતિલાલ મગનલાલ.).
દુનિયામાં સ્વતંત્ર જીવન, સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર આચાર, અને જ્ઞાતિનું સુખ અર્પનાર ખેતી છે. દેશની પરિપૂર્ણ આબાદી કરનાર અને દેશમાંથી દુષ્કાળને વાંકી કાઢનાર ખેતી છે. શારીરમાં આત્મા એ જેમ મુખ્ય સત્તાધિકારી છે, તેમ આખી દુનિયાના છના ગુજરાતમાં ખેતી મુખ્ય સત્તાધિકારી છે. વ્યાપારના અનેક ભેદો અને તેની ઉથલ પાથલે પણ ખેતી વિના થઈ શકતી નથી. ખેતીના પદાર્થોનું રૂપાંતર કરનાર વ્યાપાર છે અને તે વ્યાપાર ખેતીના સામું દેખીને તેની સ્પૃહા કરે છે; ચક્રવર્તિઓ-રાજાધિરાજઓ વિગેરે પણ ખેતી વિના પિતાનું બળ જમાવી શકે નહિ. આર્યાવર્તની ઉન્નતિને આધાર ખેતી પર છે. ખેતીના સાધનો માટે જેવાં કે ગાય, ભેંસ, બળદ, જળ વિગેરેની જરૂર છે. ગાય, બળદ વિગેરેથી ખેતીની ઉન્નતિ થઇ શકે છે. આ દેશમાં ગાય, બળદ, વિગેરે લાખો પશુઓને કસાઈ ખાનાઓમાં નાશ થાય છે તેથી ખેતીને ઘણું નુકશાન પહોંચે છે. પશુઓના ખાતરથી ખેતી સારી પાકે છે. માટે દર વર્ષે ક્ષાતાં લાખો પશુઓ બચે એવો બંદોબસ્ત થવાની જરૂર છે. કાન્સ જેવા માંસાહારી દેશમાં પણ ગાયોને વધ કરવાની મનાઈ છે કારણ કે તેઓ સમજે છે કે આપણે જે માખણ, દુધ વિગેરે મનુષ્યને માફક આવનાર વસ્તુઓ આપનાર છે તેને વધ ન કરે એજ સારું છે. વળી સ્વીટઝર્લેન્ડ દેશમાં ગાયોને માટે સારી સંભાળ લેવાય છે. સારું ઘાસ તપાસરાવીને હેરાને નાખે છે, અને ડાકટરો રાખે છે કારણ કે જે તેઓમાં રોગો ઘર કરી રહેશે તે તેના દુધ અને માખણ ખાનાર મનુષ્યો પણ રેગી અને નિર્માલ્ય થશે. આવી આવી રીતે ગાય અને બીજા જનાવરે કેટલાં ઉપયોગી છે તે હરકોઈ વિચાર કરશે તે જલદી સમજી શકશે અને તેનાથી જ થતો ઉપકાર નહિ ભૂલે. વળી ખેતીને આધાર જલ ઉપર છે. પ્રથમના રાજાઓ નહેરો, તળાવો, વાવો વિગેરે બંધાવીને ખેતીને ઉત્તેજન આપતા હતા અને હાલ પણ ગંગા અને સિંધુની પણ કેટલી નહેર છે. અને ગંગાની નહેર દુનિયાની મોટી નહેરમાંની એક છે.
હાલમાં ચોમાસામાં પરાર્ધમણું પાણી નદીઓ દ્વારા સમુદ્રમાં વહી જાય છે. તેટલા પાણને અનેક ઉપાયોથી રોકીને ખેતીના ઉપયોગમાં લેવામાં આવે તે આર્યાવર્તમાં દુષ્કાલ પડવાનો સંભવ રહે નહિ અને લોકો સુખી રહે અને વ્યાપાર કે જે ખેતી ઉપર આધાર રાખ છે તે પણ ધમધોકાર ચાલે. વળી ખેતીનાં ઓજાર પણ હાલમાં સુધરેલા ઓજારો વાપરવાને બનતી કોસીસ કરવી જોઈએ. જો કે તે ઓજારોનું ખર્ચ હિન્દુસ્તાનના ગરીબ ખેતાને ખરીદવા ભારે પડે પણ નવી ઢબના ઓજારેથી અને આપણા દેશી એજારોથી દશ ઘણો ફરક પડી જાય છે. અમેરિકા દેશની આટલી આબાદી જે કઈ પણ કારણથી થઈ હોય તે તેજ ખેતી છે ને આપણું શાસ્ત્રોમાં પણ આપણે “ ખેતી ઉત્તમ છે ” એમ ઘણી વખત વાંચીએ છીએ અને ઈતિહાસ પરથી પણ અસલના દરેક આર્ય કુટુંબ ખેતી કરતા હતા તે પણ માલમ પડે છે. આ રીતે ખેતીથી ઘણુ જ ફાયદા છે.