________________
૨૧૪
બુદ્ધિપ્રભા.
વ્યાપાર ખેતીને પ્રથમ પદ રાજાની પં મળે છે. વ્યાપાર એ પ્રધાન સમ છે. દેશમાં બનતી વસ્તુને કવિય કરીને પરદેશની સાથે વસ્તુઓનું રૂપાંતર કરી વ્યાપાર કરવાથી દેશને મહાન ફાયદો થાય છે. વ્યાપાર વિના દેશને ઉદય થઈ શકતો નથી અને જો દેશનો ઉદય કરે છે તે વ્યાપારને ખીલવવાની જરૂર છે. આપણા જ મુલુકના એક મહાન પુરૂવ કે જે મૈસુરના યુવરાજ છે, તેમણે પિતાના ભાષણમાં કહ્યું છે કે “ પશ્ચિમાય દેશને ઉદય તેના હુન્નરકળા અને વ્યાપારથીજ થયેલ છે અને આપણું હિંદુવાસીઓએ તેનાજ ઉપર પુરતું લક્ષ રાખવાની જરૂર છે, તે શીવાય દેશની આબાદી વધનાર નથી. ” જે દેશને લોકો વ્યાપારી છે તે દેશના લે કે સુખી છે એમ સમજવું. આર્યાવર્તન લોકે હજારો વર્ષ પૂર્વે વહાણોમાં ચઢી પરદેશમાં વ્યાપાર કરવા જતા હતા. સર્વ દેશના લોકો આર્યાવર્તમાં વસ્તુઓ ખરીદવા આવતા હતા. દેશમાં બનતી વસ્તુઓને અદલ બદલો કરીને સર્વ વસ્તુએને આણનાર અને લક્ષ્મી વડે ભંડાર ભરનાર વ્યાપાર છે. આર્યાવર્તના વ્યાપારો હાલ મન્દ પડી ગયા છે અને તેથી દેશ ગરીબ સ્થિતિમાં આવી પડે છે. તેનાં ઘણાં કારણે છે જેમાં થોડાંક લક્ષમાં લેવા જેવાં છે. (૧) આજકાલ વિધાનો શોખ તે ધણને લાવ્યો હશે. બી. એ. સુધી, ઘણું ભણવા લાગ્યા છે. પણ આપણે ધણું બી. એ. ભણેલા એટલે કંઈક સારું જ્ઞાન મેળવેલા માણસને અથડાતા જોઈએ છીએ. તેનું કારણ એ છે કે એક તો મૂળ ગરીબ અને ભણવા લાંબુ જાય અને ભણયા પછી હુન્નર વા કઈ પણ થતા આર્ટ કરવાને માટે પિસા ન હોય અને હોય એ ભણવામાં નાખ્યા હોય. વળી (૨) એકે કેટલાક લંકા સારે હુન્નર જાણનાર હોય છે પણ પૈસા ટકાની સ્થિતિ નબળી હોય છે અને તેમને કઇ મદદ કરતું નથી પણ જે લોકો હુન્નર જાણે છે તે તે જેમ તેમ કરીને પ્રવૃત્તિ માર્ગમાં વહ્યા કરે છે. (૩) કોઈ પણ દુન્નરની કદર થતી નથી (૪) કોઈ પણ માણસ કાંઈક સારું કરી શકે એવે છે એવો વિશ્વાસ મુકી શકાય એવા માણસને મદદ કરવામાં આવે છે પણ તે માણસે કમનશીબે પલેજ વર્ષે નિબળ નિવડે છે અને તેથી મદદ કરનાર ભાણ ત્યાં થીજ બંધ પડે છે એટલે તેને ઉત્સાહ ભાગી જાય છે, અને છેવટે તેનું કામ વિસારે પડે છે. આવાં ઉપર જણુવ્યા પ્રમાણે ચાર અને બીજાં કેટલાક કારણોને લીધે વેપાર ભાગી પડે છે. વળી કેટલાક લોકે પ્રમાણિક હેતા નથી, અને બાહ્યથી પ્રમાણિકપણાને ડોળ કરી લોભમાં તણાઈ સામાને વિશ્વાસઘાત કરી નાખે છે અને જ્યારે આવા માણસે પકકાય છે ત્યારે પિતાને તે નુકશાન સહન કરવું પડે છે એટલું તો નહિ પણ તેના મહાન અને તેના વેપારને અને છેવટે દેશને પણ ધક પહોંચાડે છે. માટે આપણે વેપારીઓમાં અને યુરોપ, અમેરિકા, જાપાન આદિ વેપારીઓમાં આટલે તફાવત પડે છે અને દેશને વ્યાપાર ઉજનિના શિખરે નહિ પહોંચવામાં કારણભુત થાય છે માટે ઉત્તમ વેપાર ખીલવવાની, વ્યાપારને ઉત્તેજન આપવાની અને નવી શોધ કરવાની જરૂર છે. વળી ઘણુક લોકો એવા માલમ પડે છે કે કોઈ પણ વ્યાપાર વા હુન્નર સાથે ચાલતું હોય તો હજારો લોકો તેમાં પડે છે અને છેવટે તેને નાબુદ કરી નાખે છે ત્યાં સુધી માણસે તે વ્યાપારમાં જોડાએ જાય છે પણ નથી સમજતા કે તેથી વ્યાપારની ખરાબી થાય છે, દેશની ખરાબી થાય છે. માટે તેમ ન કરતાં અને ગાડરીયા પ્રવાહની માફક ન ચાલતાં પિતામાં રહેલા વીર્યને જોર આપી જગૃત કરી-ચેતન આપી અને તેને નવા ઉત્તરો શોધવામાં વાપરવાથી જ પિતાનું-વ્યાપારનું જનસમાજનું અને દેશનું પણ કહ્યાણ થાય છે.