________________
બુદ્ધિ ભા. જે ધારત તે ફટલિષ્ટ પદાર્થ શૈલીયુ જે લખી શકત, પણ એ શિલી શિષ્ટાચારયુક્ત અને જગતના વાચકોને લાભ દેનારી નહોતી માટે તેનો ત્યાગ કરીને સરલ પરિચિત એગ્ય એવા શબ્દોથી પ્રજાને લખી જગત પર તેમણે અનવધિ ઉપકાર કર્યો છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજની કૃતિઓ પણ સરલ પરિચિત સાદા શબ્દ લીધાં અલંકૃત થએલી અવલોકવામાં આવે છે. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજની કૃતિયામાં પણ ઉપર પ્રમાણે સરલ પરિચિત ત્વરિત અર્થનું ભાન કરનારા શબ્દો અને વાળ અવલોકવામાં આવે છે. ગુર્જર ભાષામાં લે લખનારા લેખકોએ પૂર્વે સાદા શબ્દોને ઘણો ઉપયોગ કર્યો છે. નરસિંહ મહેતે, પ્રેમાનંદ, દયાનન્દ, ભાભગત, અખે, સામલ, ધીરે વગેરે જે હિન્દુ ગુર્જર ભાષા લેખકવો થઈ ગયા છે તેમણે ક્લિક શબ્દોને પાયા ઉપગ કર્યો નથી. સામાન્ય પ્રાકૃત મનુષ્ય પણ જે લેબો-ગ્રને સહેલાઈથી વાંચી શકે એમ લખવા ઉત્તમ લેખકો લા રાખે છે અને એ લાભપ્રદ શિષ્ટાચાર છે એમ તેઓ માને છે. જેમાં શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ યશોવિજયજી, શ્રીમદ્ વિનયવિજયજી, શ્રીમદ્દ દેવચંદ્રજી, શ્રીમદ્ જિનલ, શ્રીમદ્ ભાનવિજય, શ્રીમદ જ્ઞાનવિમલસૂરિ વગેરેએ વા, સજા, રાસાઓ વગેરે લખ્યા છે તેમાં પરિચિન સરલ શબ્દોને ઘણે ઉપયોગ કર્યો છે અને તેઓએ શબ્દોની કિલતા કરીને ફટ પાંડિય દર્શાવવા પ્રયત્ન કર્યો નથી. શ્રી ઉદયરત્ન અને શ્રી મણિચંદ્રજી વગેરેની સજઝાયોને સામાન્ય અભ| પ્રાકૃત મનુષ્યો પણ સહેલાઈથી સમજવા શકિતમાન ધાય છે અને તેમાં વૈરાગ્યરસથી લદબદ એવાં વાક્યોરૂપ મિષ્ટાન્નાને જમીને પિતાના આત્માની વૃદ્ધિ કરે છે. લિ શબ્દો વાપરીને કેટલાક લેખકો પોતાના લેખને બિવ જેવા બનાવી દે છે. બિલ્વફલનો ગર્ભ તેને પકાવી ભાગી ખાતાં એટલે કંટાળો પડે છે તેટલેજ કિલષ્ટ લેખમાંથી ભાવાર્થ ખેંચવાને સામાન્ય વાચને કંટાળો થાય છે. સરલ પરિચિત શબ્દોમાં ઘણે ભાવ લાવનારા લેખકોના લેખો શેલડી, લાડુ અને દુધપાકને જેવી ઉત્તમતાને ધારણ કરી શકે છે, વ્યાસ મુનિની રચેલી ભગવદ્ ગીતમાં કિલક શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યો નથી તેમાં સરલ શો, સરલ વાકો અને સટ્સ સમાસો દેખાય છે. કાલીદાસ પંડિતના કાવ્યમાં સરલ શબ્દો, પરિચિત શબ્દો, સરલ સમાસ દેખાય છે તેથી તેમાં સામાન્ય સંસ્કૃત ભાષાના વિદ્વાને પણ પ્રવેશ કરી શકે છે અને તેથી સર્વ કાવ્યની આધમાં રધુવંશ કાવ્ય ભણવાને સર્વત્ર રીવાજ પ્રચલિત અવલોકવામાં આવે છે.
સામાન્ય રીતે સંપથી પૂર્વની શિરજની રૂઢીનાં દષ્ટાંત ઉપર પ્રમાણે જણાવીને કહેવું પડે છે કે લેખક બંધુઓએ સર્વ મનુષ્યો સરલતાથી સમજી શકે એવી રીતે સદાને પ્રયોગ કરવો જોઈએ. જે લેખમાં શબ્દ કાઠિન્ય આદિ કિલતા હોતી નથી તે લેખક શિષ્ટાચાર અને જગતના હિતને જ્ઞાના છે એમ અવબોધવું. કેટલાક લેખકે દેખાદેખીએ પિતાને વિધાનમાં ખપાવવાને ખાતર મારી ફરીને કિલર અપરિચિત શબ્દોના ખીચડાને લેખમાં ઘટાટોપ દેખાડવા ભરી દે છે. પિતાની સ્વાભાવિક બોલવાની ભાષામાં જે જે શબ્દો આવતા હોય તેના કરતાં લેખમાં અત્યંત અપરિચિત દુઃસાધ્યાર્થ કિલષ્ટ શબ્દને મારી મચડી લાવવાથી કંઇ વિધવાની પદવી પ્રાપ્ત થઈ શકતી નથી.
લેખકે કોઈ પણું પદાર્થનું વિવેચન કરતાં પૂર્વ તેની ભૂત દશા અને વર્તમાન દશાપર પૂર્ણ વિચાર કરવો જોઈએ. સાટાર લેખકો જે વસ્તુ સંબંધી કંઈ લખવા ધારે છે તેમાં સરલ શબ્દોમાં અપૂર્વ ભાવ લાવવા પ્રયત્ન કરે છે. ઉત્તમ લેખકોના લેખોમાં ઉંડા ઉતરીને અવકીએ છીએ તે તેમાં અપૂર્વ ભાવ રહે છે એમ માલુમ પડે છે. (૪ )