________________
લેખક અને લેખ.
૨૪૫
લેખકોએ રજનું ગજ કરીને લખવાની ટેવ ન રાખવી જોઈએ. રજનું ગજ કરીને લખનારા લેખકનું પ્રમાણિકપણું રહેતું નથી. રજનું ગજ કરીને લખનાર પિતાના માથે અસત્યતાને
સ્થાપન કરે છે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે લખનાર લેખક ખરી પ્રતિકાને પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ્ બાબતમાં રજનું ગજ કરીને લખવાથી રજ જેટલું જે મૂળ હોય છે તેની સત્યતા સંબંધી વાચકોને શંકા પડે છે અને તેથી તે લેખક ગમે તેવું સત્ય લખે તેપણુ વાચકોને એકદમ તેના લખેલા ઉપર વિશ્વાસ આવતો નથી.
લેખકમાં અવલોકન શકિત દેવી જોઈએ. જે લેખકમાં અવલોકન શક્તિ નથી તે વસ્તુનું પુરેપુરું સ્વરૂપ લખી શકતું નથી. લેખકે જે જે પદાર્થો સંબંધી કંઈ લખવું હેય તેનું અવલોકન કરવું જોઈએ. જેણે કમળની ઘણી જાતને અવકી નથી તે કમળના વર્ણનમાં શું લખી શકે !!! જેણે ઘણું અવલોકન કર્યું છે તે પિતાના લેખને ઉત્તમ બનાવવા સમર્થ થાય છે. લેખકમાં બહુ શ્રત નામને ગુણ હોવો જોઈએ. જેણે દરેક બાબત સંબંધી આ પુ પાસેથી ઘણું ઘણું સાંભળ્યું હોય છે તે જે બાબત સંબંધી લખે છે તેમાં ઘણું જાણવા 5 લખી શકે છે. જે લેખકો બહુત હતા નથી તેઓ જે વસ્તુ સંબંધી કંઇ લખે છે તેમાં વિશે જાણવા યોગ્ય બાબત લાવી શકતા નથી. જે લેખકે ઘણું પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને ઘણાં પુસ્તકો વાંચ્યાં હોય તે લેખક જે બાબતનો ઉલ્લેખ કરે છે તેમાં ઘણી જાણવાની બીને લખે છે. લેખકે જે કંઈ લખવું તે સાદી ભાષામાં આ બાલવૃદ્ધ પુરૂ લાભ લઈ શકે એવી રીતે લખવું જોઈએ. કેટલાક લેખકે પિતાની વિદ્વતાનો અન્યો પર આભાસ પાડવા માટે કિલટ શબ્દોનો પ્રવેગ કરે છે અને શબ્દોમાંના અપરિચિત શબ્દનો પ્રયોગ કરીને વાચકોને શ્રમ કરાવે છે. જે જે પૂર્વે મહા પુરો થઈ ગયા છે તેઓએ સરલ પરિચિત શબ્દોમાં પોતાના જ્ઞાનને મનુષ્યોની આગળ હિતને ખાતર રજુ કર્યું છે.
સાની લેખકો સરલ પરિચિત શબ્દો અને વાકયોથી પિતાના લેખ્યને લેખમાં લખે છે. સંસ્કૃત ભાષામાં સાક્ષર લેખક તરીકે ભગવાન ઉમાસ્વાતિજીનું દષ્ટાંત આપવું તે ખરેખર એગ્ય છે. પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ વાચકે તસ્વાર્થ સૂત્રોના શબ્દોને સરલ અને પરિચિત શબ્દોમાં ગંધ્યાં છે. સંસ્કૃત ભાષાના સામાન્ય વિદ્વાન પણ સહેજે એમના રચિત સૂત્રના શબ્દાર્થને જાણવા શક્તિમાન થાય છે. જ્ઞાની મહાત્માઓ સરલ પરિચિત સાદા શબ્દમાં અપૂર્વભાવ લાવી શકે છે. અલ્પ શબ્દ અને ભાવ ઘણે એજ જ્ઞાનીઓની અગાધ બુદ્ધિનું પરિણામ છે. શ્રી સુધર્માસ્વામી રચિત આવશ્યક સૂત્રમાં માગધી ભાષાના સરળ પરિચિત શબ્દો દેખવામાં આવે છે પણ તેને અર્થ તે અનંતગણે થાય છે. આગમાં સરલ શબ્દો અને બહુ અર્થ દેખવામાં આવે છે. જ્ઞાન લેખક સામાન્ય લોકો પોતાના લખેલા ભાવાર્થને સારી રીતે સમજી શકે અને તેનો સદુપયોગ થાય એજ દષ્ટિથી લેખને સાદી પરિચિત સરલ ભાષામાં લખે છે. શ્રી હેમચંદ્ર સૂરિ મહાવિદ્વાન હતા. ચાર ખંડના વિદ્વાનો તેમની વિદ્વતા એકી અવાજે કબુલ કરે છે. તેમણે સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું છે. તેમાં જેમ બને તેમ પરિચિત અલિષ્ટ શબ્દો વાપરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી ગંભીરાર્થ જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે તેમ તેમ માલુમ પડે એવી રીતે તેની રચના કરી છે. શ્રી હેમચંદ્ર પ્રભુએ યોગશાસ્ત્ર, પરિશિષ્ટ પર્વ, અને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત વગેરે ગ્રન્થોમાં સાઘ પરિચિત શબ્દોને વાપર્યા છે. જે તેમના મનમાં એવી ઈચ્છા થઈ હતી કે મારા ગ્રન્થોમાં ક્લિષ્ટ અને અપરિચિત શબ્દો વાપરું અને લેખને કૂટ કરી દઉં. આ પ્રમાણે