________________
२४०
બુદ્ધિપ્રભા.
* *
-
-
-
ભાવાર્થ-બીજા પુરૂષોમાં અને બીજી પરસ્ત્રીઓમાં આસકત રહેનાર મનવાળા સ્ત્રી પુરૂષોને ભવોભવમાં નપુંસપણું, તિચપણું, અને દભાગ્યપણું પ્રાપ્ત થાય છે, માટે પરદારા ગમનને ત્યાગ કરવો જરૂરી છે. (૧૨)
બધુઓ! આ જણાવેલા નીતિના શ્લોકમાં જ્ઞાની પુરૂષોએ ઘણું લખ્યું છે. છતાં આપણે સમજવામાં આવતી નથી તે જ કમનસીબની નીશાની છે. નિઃસંદેહ રીતે સર્વ કઈ જણાવી શકશે કે–પરદાર ગમનનું દુષ્ટ વ્યસન મહા નીચ છે તેના પાસમાં સપડાએલા પુરૂષો દુનિયાના સઘળા નીતિમય આચારોથી ભ્રષ્ટ થાય છે, કામાંધ પણુથી પરસ્ત્રીને વશ થઈ ખુશ રાખવા તેના હુકમ પ્રમાણે અનેક કાર્યો કરવાં પડે છે તે એટલે સુધી કે તે પરસ્ત્રી કોઈને વધ કરવા સુચવે તે તે કરવા પણ એ વિષયલોલુપ્ત કામાંધ પુરૂષ ચુકે નહિ. તેથી કુળને કલંક લગાડી અપાર દુઃખને પ્રાપ્ત થાય છે. આજ સુધીના પ્રાચીન દાખલાએથી માલુમ પડે છે કે પરસ્ત્રી ગમનના નિંધ કર્મથી ઘણા મનુષ્યો પિતાના અમુલ્ય જીવનને નાશ કરી વિવિધ કષ્ટોથી છિન્ન ભિન્ન થઈ ગયા છે. પરદાર ગમનના અકર્તવ્યમાં જાણીને તો શું પણ અજાણથી પરિચયમાં આવેલા પુરૂષોએ સુકૃત્યને નાશ થવાથી પોતાની જીંદગીને અંત આણેલે છે. નંદ નામના મહાન તાપસે કામાંધપણુથી ચંડાલણને ભેગાવી છેવટે હૃદય ચક્ષુ ઉઘડતાં પોતાના જીવતરને નીંદી શિલાપર મસ્તક પછાડી પાપી જીવનને અંત આણ્યો હતો, તેમજ ગુજરાતને ધણું કરણરાજા પિતાના પ્રધાન માધવની સ્ત્રી રૂપસુંદરી પર મોહ પામવાથી પ્રધાનને બહાર ગામ મોકલી બળાત્યારથી રૂપસુંદરીને મહેલમાં તેડાવી ગ્રહણ કરી, તે વાત માધવના જાણવામાં આવતાં ક્રોધાન થઈ દિલ્લીના અલ્લાઉદીન બાદશાહ સાથે મસલત કરી ગુજરાત પર હલ્લો કરાવ્યા તેથી અલ્લાઉદીને ગરીબડી પ્રજાને ઘણું દુઃખ આપી, ગુજરાત તાબે કરી કરણ રાજની પટરાણી કોળાદેવીને તથા તેની પુત્રીને બેગમ કરવા પોતાના દેશમાં જોરજુલમથી લઈ ગયે. તેણી કરણ અત્યંત દુઃખને પ્રાપ્ત થયે. તેવી રીતે પ્રાચીન સમયના તેમજ આધુનિક સમયમાં પરદાર ગમનથી મહાન કષ્ટને પ્રાપ્ત થયાના ધણા એક દાખલાઓ ઈતિહાસીક સંપરથી મળી આવે છે તે વાંચીને જાણવા છતાં પણ તેનાથી અલગ ન રહેવું એ કેટલું શોચનીય છે. સધળા સ થી અલંકૃત હોય છતાં એક પરસ્ત્રીયી આસક્તને અવગુણુ હોય તે સધળા ગુણે પર મસીને કુચે ફરી જાય છે. પરસ્ત્રીગમનનું પાપ કેઇ ઉપાયે જોઈ શકાતું નથી અને તેથી આ ભવ અને પરભવ બનેમાં દુઃખદ સ્થિતિએ આવી પડે છે. આ વિષયની પુષ્ટીમાં એક મહાશયે નીચેનું પદ લખી જણાવ્યું છે કે –
પરદાર સાથે, પીતી કરે તે નર હારે; મુઆ પેઠે જમના દૂત, જમપુરીમાં ભારે.. જે પરનારી સાથે યારી, કરી હશે તે હેશે, તે પરનારીને પેટે તું, જરૂર જનમજ લેશે. • પર વ્યભિચારી વામા તે નરને, નાખે રીરન કુંડ; ત્યાં તેને જીવ જંતુ કરડે, રૂએ હવાલે લુટેરે. અનેક બીજા ગુનામાં, ભુલ્યાની માફી માળતી; પણુ આ જાર કરમ ગુનાની, મારી તે નવ વળતીરે.