________________
૨૨૨
બુદ્ધિપ્રભા.
ઉત્તરઃ-સાધ્યના હેતુબુત સાધન કહે છે. પ્રશ્ન:–-સાધનના કેટલા ભેદ છે?
ઉત્ત-સાધના હેતુબુત સાધનને સાધન કહે છે. અને વિપરિત સાધનને સાધનાભાસ અથવા હેવાભાસ અથવા સદે હેતુ કહે છે, કે સદોષ સાધન કહે છે એટલે કે નિર્દોષ સાધન અને સદોષ સાધન એમ બે ભેદ છે.
પ્રઃ–સદોષ હેતુ (સાધન) અથવા હેવાભાસના કેટલા ભેદ છે?
ઉત્તર–અસિદ્ધ, વિરૂદ્ધ, અને કાન્તિક, ( વ્યભિચારી) અને અકિચિકર એમ ચાર ભેદ છે.
પ્રશ્નઅસિદ્ધ હેવાભાસ એટલે શું?
ઉત્તર–સાધન (હેતુ)અભાવ એટલે ગેરહાજરી અથવા તેની હાજરીમાં શક એટલે સંદેહ હેય તેને અસિદ્ધ હેત્વાભાસ કહે છે. --“શબ્દ નિત્ય છે; કેમકે આંખેથી જણાય છે” પરંતુ શબ્દ તે કાનને વિષય છે; તે આંખ્યને વિષય હોઈ શકે જ નહીં.
–-વિરૂદ્ધ હેત્વાભાસ એટલે શું? ઉત્તર–વિરૂદ્ધ પદાર્થની સાથે સાધનની વ્યાપ્તિ હોય તેને વિરૂદ્ધ હવાભાસ કહે છે. :-“શબ્દ નિત્ય છે; કારણ કે તે પરિણામ છે.” અહીંયાં “પરણમી”ની વ્યાપ્તિ અનિત્યની સાથે છે.
પ્રશ્ન –અનેકનિક અથવા વ્યભિચારી હેવાભાસ એટલે શું? અને તેના કેટલા ભેદ છે ?
ઉત્તર–પક્ષ, સપક્ષ અને વિપક્ષ એમ ત્રણ ભેદ અને કાતિક અથવા વ્યભિચારી હેવાભાસના છે.
પ્ર--પક્ષ અનેકનિક અથવા વ્યભિચારી હેવાભાસ એટલે શું?
ઉત્તર–જ્યાં સાધ્યને રહેવાની શંકા હોય તેને પક્ષ અનેકનિક અથવા વ્યભિચારી હત્વાભાસ કહે છે. ઊ:-“આ કુવામાં ધુમાડે છે; કારણ કે તેમાં અગ્નિ છે.
પ્રશ્ન-સપક્ષ અને કાતિક હેવાભાસ એટલે શું ?
ઉત્તરઃ—–જ્યાં સાધ્યના સદ્દભાવતી હાજરી હોય; તેને સપક્ષ અનેકનિક હવાભાસ કહે છે. ઊ–ધુમાડાને સપક્ષ લીલાં લાકડાંમાં ભળેલી અગ્નિ છે.
પ્રશ્ન-વિપક્ષ અનેકાન્તિક હવાભાસ એટલે શું?
ઉત્તર–જ્યાં સાધ્યના અભાવને નિશ્ચય હોય તેને વિપક્ષ અનેકનિક હવાભાસ કહે છે. ઉ–અગ્નિ વડે તપેલે લોઢાને ગેળા.
પ્રશ્ન –અકિંચિકર હેવાભાસ એટલે શું? અને તેના કેટલા ભેદ છે.
ઉત્તરઃ—જે હેતુ કાંઈ પણ કાર્ય કરવામાં (સાધ્યની સિદ્ધિ) સમર્થ ન હોય તેને અકિંચિકર હવાભાસ કહે છે; અને સિદ્ધ સાધન તથા બાધિત સાધન અથવા બાધિત વિષય એમ તેના બે ભેદ છે.
પ્રશ્ન:--સિદ્ધ સાધન-અકિંચિકર હવાભાસ એટલે શું?
ઉત્તરઃ—–જેના હેતુ સાધ્ય સિદ્ધ હોય તેને સિદ્ધ સાધન-અકિંચિકર હેતાભાસ કહે છે. –અગ્નિ ગરમ છે; કારણ કે સ્પર્શ દથિ વડે એવી ખાતરી થાય છે.
પ્રશ્ન-બાધિત વિષય-અકિંચિકર હેત્વાભાસ એટલે શું? અને તેના કેટલા ભેદ છે.