________________
તમે શું કરી શકો છો.
૨૨૩
ઉત્તર–જેના હેતુને સાધ્યમાં બીજા પ્રમાણથી બાધા-દેષ આવે તેને બાધિત વિષય-અકિંચિકર હેત્વાભાસ કહે છે; અને પ્રત્યક્ષ બાધિત, અનુમાન બાધિત આગમ બાધિત, અને સ્વવચન બાધિત એમ તેના ચાર ભેદ છે.
પ્રશ્નઃ–પ્રત્યક્ષબાધિત વિષય એટલે શું?
ઉત્તર–જેના માધ્યમાં પ્રત્યક્ષ બાધા આવે તેને પ્રત્યક્ષ બાધિત વિષય અકિંચિકર હેવાભાસ કહે છે; ઊ–અગ્નિ ઠંડી છે, કારણકે તે દ્રવ્ય છે.”
પ્રશ્ન –અનુમાન બાધિત વિષય એટલે શું?
ઉત્તરઃ—જેના સાધ્યમાં અનુમાનથી-બાધા આવે તેને અનુમાન બાધિત વિષય અને કિચિકર હેત્વાભાસ કહે છે, ઊ–“ઘાસ ઇત્યાદિ કર્તાની બનાવેલી છે; કારણકે તે કાર્ય છે” પરંતુ તેમાં આ બાધા આવે છે કે-વાસ ઇત્યાદિ કોઈની બનાવેલી નથી; કારણકે તેને બનાવનાર કોઈ શરીરધારી નથી. જે જે વસ્તુઓ શરીરધારીની બનાવેલી નથી તે તે કર્તાની બનાવેલી નથી. જેમકે–આકાશ.
પ્રશ્ન-આગમ બાધિત વિષય-એટલે શું?
ઉત્તર–શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય; તેને આગમ બાધિત વિષય-અકિંચિકર હેત્વાભાસ કહે છે. --~-પાપ સુખને આપે છે; કારણકે તે કર્મ છે. જે જે કર્મ હોય તે સુખ આપે છે. જેમ પુન્ય કર્મ. આમાંથી શાસ્ત્રથી બધા આવે છે; કારણકે શાસ્ત્રમાં પાપને દુ:ખ દેવાવાળું લખ્યું છે.
પત્ર-સ્વવચન બાધિત વિષય એટલે શું ?
ઉત્તરઃ—જેના માધ્યમાં આપણું વચન વડે જ બાધા આપે તેને સ્વવચન બાધિત વિષય-અકિંચિકર લેવાભાસ કહે છે. ઊં–મારી મા વધ્યા છે,”આમાં પોતાના જ વિચનથીજ બાધા આપે છે કારણકે પુરૂષને સંયોગ થયા છતાં પણ તેને ગર્ભ રહેતું નથી.
- નશીબ ગમે તેવું હોય તેના બનાવનાર તમેજ છે. તમારૂ ભવિષ્ય સુધરશે કે બગડશે. તેને મુખ્ય આધાર તમારા હૃદયમાંથી દરેક પળે નિકળતા સારા મા નરસા વિચારો જ છે.
પ્રિય વાંચક? દરેક વસ્તુ કરતાં અમુલ્ય શ્રદ્ધા મેળવવા માટે તું પ્રયત્ન કરજે. શ્રદ્ધા ઉપર તમારા વિજયનું મકાન બાંધશે તે ખરેખર નિત્ય પદાર્થો વડે નિત્યતાના ખડક ઉપર પા નાખશે, અને તમે જે મકાન ચણશે તે કદાપી નાશ પામશે નહિ.
આપણે હમેશાં ઉચ્ચ વિચાર રાખવા જોઈએ. જો આપણે આકાશ તરફ તીર નાંખવા ઇચછીશું તો જે માણસ ઝાડ તરફ ફેંકવાની ઈચ્છા કરે છે તેના કરતાં આવું જશે.
પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત હમેશાં યાદ રાખવી અને શરીર તંદુરસ્ત રાખવું. જેમાં પાણીની કીંમત રણમાં મુસાફરી કરનારને માલુમ પડે છે. તેવી રીતે જ્યાં સુધી મનુષ્ય શરીરે તંદુરસ્ત હોય ત્યાં સુધી તંદુરસ્તીની કીંમત માલુમ પડતી નથી પરંતુ જ્યારે રોગોથી માણસ પીડાય છે ત્યારે જ તેને તેની ખરી કીંમત માલુમ પડે છે.
દરેક કાર્ય કરવામાં હમેશાં આનંદી અને બકુલીત રહેવું. આપણે અન્ન લેતી વખતે જે પ્રફુલીત રહીએ તો આપણું પ્રાચીન કીયા સારી થાય છે અને જે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય તે લેહનું ઝેર થાય છે. માટે માતાએ પણ પોતાના બાળકને ધવરાવતી વખતે કોંધ કરવો નહિ.