SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ જ ગw ---* તમે શું કરી શકે છે. तमो शुं करी शको छो. (અનુસંધાન અંક ત્રીજના પૃષ્ઠ ૭૮ થી.) (લેખક વકીલ વર્ધમાન સ્વરૂપચંદ. અમદાવાદ) ઉત્તર-પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ છે. પ્રશ–-કયા કયા ઉત્તર–સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, અને આગમ. પ્રશ્ન--સ્મૃતિ–પરોક્ષ પ્રમાણું એટલે શું? ઉત્તર-પૂર્વે અનુભવેલા પદાર્થને યાદ કરવું તેને સ્મૃતિ પરોક્ષ પ્રમાણ કહે છે. પ્રશ્ન:–-પ્રત્યભિજ્ઞાન-પરાક્ષ પ્રમાણું એટલે શું ? ઉત્તર–સ્મૃનિ અને પ્રત્યક્ષ પદાર્થમાં જે રૂપ જ્ઞાન તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. કાલે જે હતો તે આ માણસ. પ્રશ્નઃ–પ્રત્યભિજ્ઞાન પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉત્તર–એકવ પ્રત્યભિજ્ઞાન, અને સાદસ્ય પ્રત્યભિજ્ઞાન એમ બે ભેદ છે. પ્રશ્ન-એકત્વ પ્રત્યભિજ્ઞાન એટલે શું? ઉત્તર--મૃતિ અને પ્રત્યક્ષ પદાર્થમાં એકતા દેખાય તેવું બેડ રૂપ જ્ઞાન, તેને એકવ પ્રત્યભિજ્ઞાન નામનું પરોક્ષ પ્રમાણ કહે છે. –કાલે જોયે હતે તેજ આ માણસ છે. પ્રશ્ન-સાદસ્ય પ્રત્યભિજ્ઞાન એટલે શું? ઉત્તર–સ્કૃતિ અને પ્રત્યક્ષ પદાર્થમાં સારશ્ય રૂપે જણાતું જેડ રૂ૫ રાનને સાદસ્ય પ્રત્યભિજ્ઞાન નામનું પરોક્ષ પ્રમાણુ કહે છે. 9. કાલે જે હતો તેના જે આ કંઈ બીજો માણસ છે અથવા ગાયના જેવું રેઝ હોય છે. આ પ્રશ્ન:-નર્ક પરોક્ષ પ્રમાણ એટલે શું? ઉજાર-વ્યાપ્તિ જ્ઞાન અથવા અવિનાં ભાવ સંબંધ જ્ઞાનને તર્ક પરોક્ષ પ્રમાણુ કહે છે ઊઃ જ્યાં સાધન હોય ત્યાં સાધ્ય હોવા જ જોઈએ; અને જ્યાં સાધન ના હોય ત્યાં સાધ્ય પણ નહિ જ હોવો જોઇએ. પ્રશા–સાધ એટલે શું? અને તેના કેટલા ભેદ છે? ઉત્તર–છટ, અબાધિત અને અસિદ્ધ એમ સાધ્યના ત્રણ ભેદ છે. પ્રશ્ન:-ઇષ્ટ સાધ્ય એટલે શું? ઉત્તર–વાદી અને પ્રતિવાદી જે વસ્તુને સિદ્ધ કરવા ચાહે તેને ઈષ્ટ સાધુ કહે છે. પ્રશ્ન –અબાધિત સાધ્ય એટલે શું? ઉત્તર–સાધ્ય પદાર્થ બીજા પ્રમાણુથી બાધીત ન હોય અથવા બીજા શબ્દોમાં સાધ્ય પદાર્થને બીજા પ્રમાણુથી દેવ આવે નહિ, તેને અબાધિત સાધ્ય કહે છે. પ્રશ્ન:–અસિદ્ધ સાધ્ય એટલે શું? ઉત્તર–જે સાધ્ય બીજા પ્રમાણથી સિદ્ધ થાય નહિ તેને અસિદ્ધ સાધ્ય કહે છે. પ્રશ્ન-સાધન એટલે શું?
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy