________________
૨૨૦
બુદ્ધિપ્રભા.
વેલા ઓરડામાં રાખે છે. છતાં શેવતાં તેમાંથી યેળના આકારનાં બચ્ચો નીકળે છે. તે કીડીને જરા પણ મળતાં આવતાં નથી. તે પોતે ફરી પિતાને બરાક લાવી શકતાં નથી એટલે કર્મકારજ તેને ખવરાવે છે. પોતાના ના લાળ અવયવો (palpi) થી તેમને સાફ કરે છે ને તેમની પૂર્ણ સંભાળ લે છે. ત્યાર પછી અમુક દિવસે યેળમાંથી કીડીનું સ્વરૂ૫ નીકળે છે. આ વખતે કર્મકારો તેમની પૂર્ણ સંભાળ લે છે. દરેક જણ એવી ખુબીથી પિતપતાના કામે વળગી જાય છે કે કોઈને બોજ માલમ પડતો નથી ને નારાજ થવાનું કારણ મળતું નથી. અંધ સહેદર ભાવથી બંધાયેલા છે તેથી પરસ્પર એકેકને મદદ કરવા હમેશાં તત્પર રહે છે.
આ કર્મકારે પિતાના અંધ સહોદર ભાવથી કોઈ સાથી થાકી જાય છે તેને માં ઉપાડી ઘેર લઈ જાય છે અને સાજો થાય ત્યાં સુધી તેમની ચાકરી કરે છે.
સાનિકો પ્રદેશની સરહદપર રક્ષકોનું પ્રદેશથી ડે દૂર કરતા રહી જાસુસોનું અને કેટલાક અંધારામાં રાણીના અંગરક્ષકોનું કાર્ય કરે છે. સૈનિકે કર્મકારેથી કદમાં મોટા હોય છે અને તેમના દતિ ( Mandibs) વધારે મોટા અને મજબુત હોય છે. કીડીની હારમાં થોડે થોડે અંતરે અકેક બેબે એવી મોટી કીડીઓ ચાલે છે. તેઓ કર્મકારોની હાર વિખરાય નહિ અને આજુબાજુ ભય છે કે નહિ તે જેવા છુટી ચાલતી જોવામાં આવે છે. બે વર્ષમાં પૂરેપુરો સ્વદેહ અભિમાન રહેલો છે. ભયને સમયે તૈયાર થઈ જાય છે. દુશ્મનના હુમલા વખત પોતાના પ્રદેશના રક્ષણાર્થે જપુતાણુઓ માફક ઝઝુમે છે.
નર માદાને પાંખ હોય છે. તેઓ મુખ્ય રાણથી કદમાં નાનાં હોય છે. અષાડ, શ્રાવણ ભાદરવામાં સામટી બહાર નીકળે છે. નર માદાને બહાર નીકળતાં જ હવામાં ઉડી પરસ્પર લગ્નને આરંભ કરે છે અને ડીવાર અદશ્ય થઈ જાય છે. ત્યાં બેઉના ટુંક સમાગમ પછી જમીન પર પડવા માંડે છે. નર અંદગી ત્યાર પછી નકામી હોવાથી બહાર જ મરણ પામે છે. પ્રજા ઉત્પન્ન કરવામાં સાધનભુત થવા જેટલેજ તેમને ખપ હતું તે પુરું થતાં તેઓ જમીનપર તરફડી મરી જાય છે. આ પ્રમાણે તેઓ પ્રજા ઉત્પન્ન કરે છે.
મનુષ્યની અજબ રસના વિષે શું કહેવું? કયા કયા પોતે સ્વાદ શોધવા જાય છે એણે શું વસ્તુ છોડી છે? કીડી જેવી શાંત, ઉદ્યોગ, ખંતીલી, રાજ્યભક્તિ સમજનારી, ઉંચ સદર ભાવનું દર્શન દેનારી પાસે કોઈ ગ્રહણ કરવાને બદલે તેને પણ સ્વાદ કાઢી જેનારા પડયા છે-આ યુરોપ તથા અમેરિકામાં પડયા છે.
આ ઉપરથી આપણે જોવાનું એટલું જ કે આવા શદ્ર પ્રાણી કેવાં અપૂર્વ નીતિ અને સવ્યવહાર ખુલ્લા મુકે છે. આથી હરકેઇને જણાશે કે આપણે આ સૃષ્ટિના કોઈ પણ જાતનાં ગમે તેવાં અલ્પ પ્રાણુને નાશ કરવામાં આપણે કુદરતના કેટલા અને કેવા અપરાધિ થઇએ છીએ, તેથી જ પ્રાણી તરફ દયા બતાવવી એ આપણી-હરની ફરજ-ધર્મ છે.