________________
પ્રાણ તરફ આપણે દયા બતાવવી એ આપણી ફરજ છે. ૨૧૮ આ પ્રેરણું બુદ્ધિ પણ ઉંચા પ્રમાણમાં પ્રાણીઓને કુદરતે બક્ષેલી છે, અને કોઈ કાઈ સમયે તે માણસની બુદ્ધિ કરતાં પણું વધારે સચોટ કામ કરી શકે છે. આથી આપણને હરકોઈ માણસને લાગે છે કે પ્રાણીઓને નાશ કરવામાં આપણે કુદરતના મહાન ગુન્હેગાર થઈએ છીએ.
હવે હું વાચકવૃંદ સમક્ષ બીજો દાખલો રજુ કરું છું જેથી હરકોઈ માણસને માલમ પડશે કે નાના–અલ્પ જીવોમાં પણ કેવા પ્રકારની પ્રેરણા બુદ્ધિ રહેલી છે અને માણસ કરતાં કેવા ઉંચા પ્રકારની પિતાની જીંદગી ગુજારે છે.
મ. કે. ડી. શરાફ, પિતાના ગેબી ત્રિપારાજ નામના લેખમાં નીચે મુજબ જણાવે છે
“પૃથ્વીપર વસતાં શહેરો તેમાં ચાલતી રાજ્યનીતિ અને પ્રજા વ્યવહાર અને પ્રાણીની નિત્ય ક્રિયા વિગેરેનું સિમ કોઇને કેટલેક દરજે જ્ઞાન હોય છે, પરંતુ પૃથ્વીના પડાની નીચે વસેલા શહેરો અને તેના વસનારાઓ કેવા છે, ત્યાંની રાજ્યનીતિ અને પ્રજા વ્યવહાર અને પ્રત્યેક પ્રાણની નિત્ય ક્રિયા વિગેરે કેવી રીતે ચાલી રહ્યું છે, એ ઘણાની જાણ બહાર હાય એ સંભવીત છે.
જે કીડીઓને આપણે દરરોજ હજારે બલકે તેથી પણ વધારે ચગદી નાખીએ છીએ તેઓ પોતાની જીંદગી કેવા પ્રકારની ગાળે છે તે હવે આપણે જોઈએ.
આ જમીનની નીચે રે કરીને કીડીઓ રહે છે તે સર્વ કીડીઓનો પ્રદેશ, અન્ય કીડીઓથી ઘણુ જ મોટી કોડી કે જે કડી રાણી (Queen-ant) કહેવાય છે તેના તરફથી વસાવવામાં આવે છે. પ્રદેશમાં વસતા પ્રાણીઓ કડીરાણી સિવાય બીજી કેટલીક માદા હોય છે, એ સિવાય અસંખ્ય અપૂર્ણ માદા અર્થાત જેઓ પ્રજા ઉત્પન્ન કરી શકે નહિ તેવી સ્થિતિમાં હોય, તે છે. અપૂર્ણ માદાઓને આપણે કર્મકારોને નામે ઓળખીશું.
તપ્ત ઉપર પાણી છતાં ત્યાં વિયારાજ ચાલે છે. અહીં કાયદા કાનુન કે ન્યાય મંદિર નથી, શહેરની સુલેહ માટે પોલીસ નથી, કે ગુન્હેગારો માટે કારાગતું નથી. સપ, શતિ, ખંત, દીર્ધદષ્ટિ અને મિત-વ્યયિતે (Frugality)નાં અહીં સદા દર્શન થાય છે.
કીડી રાણીનું કાર્ય ફક્ત ઇંડાં જ મુકવાનું છે તે બે પ્રકારનાં ઇડાં મુકે છે, એક જાતના ઇંડામાંથી અસંખ્ય કર્મકારો ઉત્પન્ન થાય છે. નરની સંખ્યા માદાથી ઓછી હોય છે.
કર્મકારો બે પ્રકારના હોય છે. ખરા કર્મકારો ( workers) અને બીજા સેનિક (sowirs) હવેથી આ બે વર્ગને કર્મકારો અને સૈનિકોના નામે ઓળખીશું.
કર્મકારો ક પાસેથી શીખી લાવેલી શિલ્પકળાના બળથી પિતાના નગરને કોટ, દરવાજા, અંદર ગૃહ્ય રસ્તા, સુરંગો, અનુસરતાં મંદિરો અને તેમાં જોઈતા ઓરડા બનાવે છે. રાણી જે ઈંડાં મુકે છે તેને શેવે છે. રાણી પિતાના રંગભુવનમાં પડી પડી ઇંડાં મુક્યા કરે છે. ત્યાંથી કર્મકારે હે તારે, ઇંડાં માટે બનાવેલા ઓરડામાં લઈ જઈ મુકે છે અને સેવવા માટે એકસરખી ગરમી મળે છે કે નહિ તે તરફ ધ્યાન રાખે છે. જે ગરમી ઘણી હોય તે વધારે ઉડે ભાગે ઓરડામાં લઈ જાય છે. ઠંડી વધારે હોય તે ઉપરના ભાગે આ