________________
૧૮
બુદ્ધિપ્રભા.
વિદ્યાર્થીઓને વિચારવા યોગ્ય-વિદ્યાનાં બીજ વાવવાને ગ્ય સમય તે પૂર્વવસ્થા છે તે સમય પ્રમાદમાં ન જવા દેતાં તેમાં બીજ વાવી, સત્સમાગમ અને સદુગાદિક સાધન વડે, તેઓ અંકુરિત થતાં, તેઓનું રક્ષણ કરી–તેને પુષ્ટી આપી ઉછેરવાં એટલે તેની ઉપર સારાં ફળ થવાનાંજ !
દરેક સજજનોએ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે કારણ કે જ્ઞાન તારક છે અને અજ્ઞાન મારક છે, અજ્ઞાન માનવને પશુસમાન બનાવે છે ત્યારે જ્ઞાન દેવસમાન કરે છે. અને જ્ઞાન નરકમાં નાંખે છે અને જ્ઞાન સ્વગહણ કરાવે છે. અજ્ઞાનથી દુઃખના અંધકારની પ્રાપ્તિ છે અને જ્ઞાનથી સુખના પ્રકાશની પ્રાપ્તિ થઈ શકે છે.
અજ્ઞાન છે તે અસ્ત-દુઃખનું પ્રસારક છે અને ઉદય સુખનું સંહારક છે. જ્ઞાન છે તે ઉદય–સુખનું પ્રસારક છે અને દુઃખનું સંહારક છે.
परोपकाराय सतां विभूतयः સન્ત–સાધુ–સજજન–પુરૂષની વિભૂતિઓ પરોપકારાર્થે છે.
નદીઓ પિતાનું જળ પિતે પીતી નથી, ક્ષે પોતાનાં ફળ પોતે ખાતાં નથી. મે– પિતાથી બનેલું ઘાસ પોતે ખાતા નથી તેવીજ રીતે તેની વિભૂતિઓ પરોપકારાજ છે.
જળનો પ્રવાહ આરંભમાં સ્વલ્પ છd, વિકટ પર્વત–પહાડ-અને જંગલમાંથી તે નગરો સુધીમાં જ્યાં જાય છે ત્યાંથી પિતાને માટે માર્ગ કરે છે. તેજ જળને પ્રવાહ અનેક પ્રવાહા ને સંગાથે લઈ નદી રૂપે આગળ વધી આખરે સમુદ્રને જઈ મળે છે. તે પ્રથમ સ્થિતિમાં તે બાળકરૂપ જણાય છે તથાપિ તે મહાન કાર્યો કરવા યોગ્ય હોય છે, અને અન્તમાં, તે મહાન જનોની પંક્તિમાં પ્રવેશ કરે છે ?
રચાના પ્રાનભાગ સમ સકલ રીતિથી આ ચંચલ સંસારને અધ ભાગ-નીચે ભાગ-ઉંચે આવે છે અને ઉંચા ભાગ નીચે જાય છે અર્થાત ચક્રના પરિધિના બન્ને ભાગ કઈવાર નીચે પૃથ્વી પર રગદલાઈ જાય છે અને તેજ પાછા ઉચ્ચ આકાશ પ્રતિ આવે છે. એવી રીતે આ સંસારમાં વસતા સર્વે જનેને અસ્ત–ઉદયદ્વારા, દુઃખ અને સુખને સ્પર્શ વારંવાર અવશ્ય થયાવિના રહે નથી. એટલા માટે જગદુદ્ધારક મહાન પુરૂષનું કથન છે કે સુખાવસ્થામાં ઉદ્ધત અને દુઃખદાવસ્થામાં નિરાશ ન થતાં આવી પડેલા સુખને તથા દુઃખને સમભાવે જોગવવું. દષ્ટાંત તરીકે–સૂર્ય ઉદય સમયે લાલ હોય છે અને અસ્ત સમયે પણ લાલ હોય છે એટલે કે સુખ દુઃખમાં સંતોષ માની સમાપ્તિ રાખવી. વિવેકીજનો જ્ઞાનાવલબને કરી આવી પડેલા સુખ-દુઃખને સ્વસ્થ રહી ઉપભેગ કરે છે.
धर्मस्य त्वरिता गति.
ધર્મની ગતિ ઉતાવળી છે. માટે વિશ્વવત્સલ વિભ---જગદુદ્ધારક-જગદપકારી શ્રીમન્મહાવીર પરમાત્માનું કથન છે કે-ઘર્મ કરવાનાં સાધન–ચિત્તવૃત્તિ ધનાદિશક્તિ અને દેહ એ ક્ષણભંગુર છે માટે જે કંઈ સારે કરવું હોય તે તરતજ-તેજ ક્ષણે કરી નાંખવું એજ એમ અને ઉત્તમ છે.