________________
બુદ્ધિપ્રભા.
बालिका सुबोध.
( જકડી. જી. શાહ. માણેકપુર.) (૧) પ્રિય પુત્રી ? જે વખત તારૂં લગ્ન થયું ત્યારથી તું પરાઈ થઈ ચુકી છે તે તુ અત્રે જેવી ધમનુંસાર વર્તતી તેનાથી પણ અધિક તારા સ્વસુર વર્ગને આધીન થઈ ઉત્તમ રીતે વર્તવા લક્ષ રાખજે.
(૨) તારા પૂજ્ય પતિની આવક ઉપર ખ્યાલ રાખી યોગ્ય ખર્ચ કરવા-કરાવવા ધ્યાનમાં લેજે, અને તેમના કામકાજમાં મદદગાર થઈ કરકસરથી ઘર સંસાર ચલાવજે.
(૩) મનને ઘેર્યતાથી વશ રાખી અવળે રસ્તે નહિ ચાલતાં સ્વામિ સેવામાં તત્પર રહે છે. સ્વામિ એજ તારા મેટો દેવ છે તેથી મન, વચન અને કાયાથી તારા સ્વામિ વિરૂદ્ધ કાર્ય કોઈ વખતે કરતી નહિ.
(૪) ધંટી, ચુલો, પાણી તથા ઘી આદિ પદાર્થો, વાસ, પારૂં, લાકડી, છાણ વિગેરે સર્વ વસ્તુઓ બરાબર તપાસીને ઉપયોગ કરજે કે જેથી અહિંસા ધર્મ પાળી શકાય.
(૫) લાડકી બાળા ! રાત્રે એકલી પરધર જતી નહિ. તેમજ દિવસે પણ જરૂર પ્રમંગ વિના નકામી વાતા–કુથલી માટે ભટકવાનું રાખીશ નહિ, લાજ, મરજાદ સાચવવા માટે બનતે ઉદ્યમ કરજે અને જીભડીને કોઈને અપ્રિય લાગે તેવાં વચન-કંટક બેલવાની આ દત પાડીશ નહિ.
(૬) શરીરના ગુહ્ય ભાગ જણાય તેવાં ઝીણ–બારીક કપડાં અને શિયલ ભંગ થાય તેવાં બંગડી આદિ અટિત શણગારે પહેરતી નહિ કે જેથી તારી આબરૂ દિન પ્રતિદિન વધતી જ જશે.
(૭) વહાલી બેન ! હવે દિવસે દિવસ તારી જુવાન અવસ્થા આવતી જશે, તે તે સમયમાં તારી મનોવૃત્તિને દબાવી રાખવા પ્રયનશિલ થજે, ઈદિને કબજે કરવા મનને વશ રાખવું એ પ્રથમ કર્તવ્ય છે.
(૮) યુવાન પુરૂથી વાતચિતને પ્રસંગ રાખીશ નહિ તેમજ એકાંત સહવાસમાં ભૂલથી પણ ઉભી રહીશ નહિ, વળી નીચ અને હલકા કુળની સ્ત્રીઓ સાથે પણ સારપણું અને ભાષણ સુહએ કરતી નહિ.
(૪) તારા માતા પિતા અને સાસુ સસરાના કુટુંબની આબરૂં શિયલ પાળીને વધા રજે, પરંતુ મરણાંત કષ્ટ પણ કુળને લાંછન લાગે તેવું અકત્તવ્ય કરીશ નહિ.
(૧૦) વૃદ્ધ અને સુશીલ સ્ત્રીઓની સેબત રાખજે. ક્ષણ વખત પણ આળસ અને પ્રમાદમાં વ્યતિત કરીશ નહિ. ફુરસદના વખતમાં ધર્મ અને નીતિપયોગી સમથે વાંચવાનું લક્ષ રાખજે, = (૧૧) ચંચળતાને ત્યાગ કરી નિર્મળ દૃષ્ટિથી ચાલવા ટેવ પાડવી, રસ્તામાં જતાં આવતાં લાજ મરજાદા રાખી પુરૂષ વર્ગ તેમજ બીજી બાજુ તરફ આડું અવળું જોવા લક્ષ રાખવું નહિ.
" (૧૨) ઘરના તથા ધર્મના કામમાં ઉદ્યમી થવું, ઉંચે સાદે બેલિવું નહિ, હસવાની ટેવ રાખવી નહિ અને રસ્તા ઉપર ઉભા રહી બગાવું, છીંક, આળસ વિગેરે ખાવાં નહિ,