SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આમ લાવી, ૨૮૩ એક વખતે એક કટરે એક દરદીને આંખમાં અંજન કરવાની અને પેટમાં ખાવાની દવા આપી. હવે આ દરદીએ ભુલથી જે આંખમાં નાંખવાની દવા હશે તે પેટમાં નાંખી અને પેટમાં નાખવાની દવા હશે તે આંખમાં આંજી આથી પરિણામ એ આવ્યું કે તે અખેિ અંધ થશે અને પેટનું જઠર બગડયું આથી દરદીને બિચારાને ઘણું જ ખમવું પડયું અને તેની જીંદગી બરબાદ ગઈ અને પિતાની ભુલ માટે પોક મુકી રોવા લાગ્યો, આવી રીતે આપણે પણ આપણા નિષ્પાપ અને સત્ય સ્વરૂપ આત્માના ધર્મને વહેવારમાં શરીર-પ્રકૃતિ-માયામાં લગાડીએ છીએ અને તેને પરિણામે હરેક પ્રકારના કલેશે, ગ્લાનીઓ, દુઃખ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલાક આ દેહને સર્વસ્વ માને છે, તેનું જ પાલણપોષણ કરવામાં અને ઈદયાદિક વિષયની લાલસા તૃપ્ત કરવામાં મગ્ન રહે છે. આશા, તૃષ્ણ અહંભાવ, ખુદ્યામત એમાંજ તત્પર રહે છે અને સત્ય સ્વરૂપ જે આમા તેના ગુણે પ્રગટ કરવાનું ભૂલી જાય છે. રન મુછી કાચને ગ્રહણ કરે છે, પારસમણી મુકી પથ્થરને ઝાલે છે. આ સંબંધમાં પરમયોગી મહાત્મા આનંદ ધનજી કહે છે કે અબધુ સો જોગી ગુરૂમેરા ઇન પદકા કરે જે નિવેડા, અબધુ. તરૂવર એક દે પંખી બેઠ એક ગુરૂ એક ચેલા, ચલે ને જુગ ચુતચુન ખાવા ગુરૂ નિરંતર ખેલા, અબધુ. વળી પોલિક જે આત્માની અપેક્ષાએ તુરછ શકિત તે અગાધ સામર્થના ધણી આત્મા ઉપર અમલ ચલાવે છે તે જોઈ જ્ઞાનીઓ હસે છે અને કહે છે કે – બીલી પાછળ ઉંદર ધાયો, ઘાસ ઢોરને ખાય. શીલા ઘાબીને ધુવે ત્યાં આરે ઊતુકપાયભૂપર મીન ચાલે રે અગ્નિએ બળે પાણી ઝરે– લુટાતે ધોળે દહાડે રે, ચટા વચ્ચે રાજ ખરો. ( શ્રીમદ્ બુદ્ધિ સાગરજી ) આ દુનિયામાં સેંકડે નવાણુ ટકા આમજ દ્રશ્યમાન છે. હવે બંધુઓ વિચારો કે જે પ્રકૃતિનું સ્વરૂપ તદન આત્મીક સ્વરૂપથી ભિન્ન છે, તદન તેનાથી ઉતરતી પંક્તિનું છે, બંને વ્યક્તિઓના અરસ્પરસ ધર્મો જુદા છે, તે હવે એકને બીજામ આરોપણ કરવાથી શો ફાયદો થાય ?સિંહને શિયાલ અને શિયાલ ને સિંહ માનવાથી કેટલો બધો અનર્થ પેદા પાપ ધેડાના સ્વારને ધો. માનવામાં કેટલી બધી ભુલ ગણાય ! માટે છેવટ પુર્ણાહુતી કરતાં જણાવવાનું કે પરાઇ (પારકી ) વરતુઓ છે તે કદિ પિતાને ફાયદો કરતી નથી તેમ પિતાની થતી નથી માટે તેમાં લુબ્ધ ન થતાં દરેક જીવે પોતાના આત્માનું અવલોકન કરવું અને અહંભાવ, મમતા, ખુશામત એ સધળા માયા પ્રાયયિક પ્રકૃતિનાં રૂપાંતર જાણી તેને ત્યાગ કરવો અને સમતાગુણ સંપાદન કરવો. શ્રીમદ્ આનંદ ધનજી મહારાજ પરમ શાંતિ નું સ્વરૂ૫ વર્ણવતાં કહે છે કે – માન અપમાન ચિત્ત સમ ગણે, સમગણે કનક પાષાણ રે વંદક નિંદક સમ ગણે. ઈ હેય તુજ જાણ -- શતિજીન આ મુજબ દરેક પળે, દરેક પ્રસંગે, દરેક સંયોગમાં પછી તે સાનુકુળ હોય કે પ્રતિ | મુળ દરેકમાં પ્રસંસાથી જુલાઈ નહિ જતાં સમતા ભાવ આદર કે જેથી આત્માનું આ
SR No.522048
Book TitleBuddhiprabha 1913 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy