________________
૩૮૨
બુદ્ધિપ્રભા,
જે મનુષ્યો દુનિયાદારીના અંગે સ્વપ્રશંસા કરાવવાની ઈચ્છા રાખે છે તે વસ્તુતઃ કોની પ્રશંસા કરાવે છે તે વિષે વિચાર કરો આ સ્થળે ઘણોજ અગત્યને થઈ પડશે. એટલું વાસ્તવિક રીતે આપણે કબુલ કરીશું કે “ પ્રાણજીવનને ઘોડે” એટલે ઘોડાનો માલીક પ્રાણજીવન છે પણ પ્રાણજીવન તે કંઈ ઘેડે નથી. મોહનલાલની પનસીલ એટલે પિનસીઅને માલીક મેહનલાલ છે પણ મોહનલાલ કંઈ પિનસીલ નથી. તેવીજ રીતે અમુલખને કોટ એટલે કેટનો માલીક અમુલખ છે પણ કંઇ કોટ એ અમુલખ નથી, બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. તેવી જ રીતે તમારા કાન પકડીને કોઈ તમને પૂછે કે બેલો આ શું છે? તો તમે તરત કહેશો કે તે કાન છેફરી તમને પૂછશે કે આ કાનનો માલીક કાણું છે? તે તમે તરત કહેશો કે હું છું. આવી રીતે તમારા શરીરના કોઈ પણ ભાગ બટકે તમારું આખું શરીર ઝાલીને તમને કઈ કહેશે કે આ કેનું શરીર છે. તે તમે તરત કહેશો કે તે મારું શરીર છે અને તેનો માલીક પણ હું છું. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તમે આ શરીરના માલીક છે એટલે તમારું શરીર અને તમે કંઇ જુદી જુદી વ્યક્તિઓ છે, તમારું શરીર તે તમે નથી તેમ તો તે તમારું શરીર નથી. Possessor and possessed are quite two different things ગ્રાહ્ય અને ગ્રાહક કોઈ દિવસ એક કહી શકાય નહિ. વાસ્તવિક રીતે તમારે શરીર અને તેની અંદર રહેલે તમારો સ્મામા એ ભિન્ન ભિન્ન વસ્તુ છે. આપણે ઉપર બતાવી ગયા છીએ કે આત્મા, અને પુદ્ગલ-શરીર એ વ્યક્તિએ ભિન્ન ભિન્ન છે, આથી આપણને સ્પષ્ટ સમજાય છે કે પરમાણુવત્ જે જે પ્રકૃતિનાં સ્વરૂપ જેવાકે ખુશામત, દંભ, અભિમાન, પ્રશંસા વિગેરે છે તે આત્મિકના ધર્મો નથી અને તે તદન નકામા અને નિરપગી છે કારણ કે જે પારકું છે તે કદિ પિતાનું થતું નથી. હમેશાં પિતાનું હોય છે તે જ પિતાની પાસે રહે છે. દેહ અત્યારે જેને જેઓ પિતાને માને છે તે પણ અવસાન કાળ પુરો થએ આત્મા છોડી દેઈ ચાલ્યો જવાને.
પર તે પિતાનું નહિ થાશે, જોતાં જાગી જણાશે, ખોબે પટમાં ગુરૂગમ જ્ઞાન, શુદ્ધ તવ પરખાશે.
( શ્રીમદ્ બુદ્ધિસાગર) આપણે જે વાહ વાહ કહેવડાવા માગીએ છીએ, ખુશામત કરાવવા માગીએ છીએ તે જે આપણા આત્માના હિતાર્થે થતું હોય તો તે તે યુક્ત છે નહિ તો પછી તે કેવળ નિષ્પ જન અને નિરર્થક છે.
મારે નહી તે મારું માનવું તે ન્યાયશાસ્ત્રથી પણ ઉલટું કહી શકાય છે. કદિ પારણું તે પિતાનું કહી શકાય નહિ, જગતમાં આજે આપણે જે દુઃખ, ભય, કલેશે, અનુભવીએ છીએ તેનું કારણ પણ તેજ છે નહીતો દુઃખ કલેશ કદિ સંભવી શકે જ નહિ. દુઃખ કલેશ વિગેરેનું ઉત્પન્ન કર્તા અહંભાવ અને મમતા છે અને તે આત્માની અપેક્ષાએ પર છે તેને પોતાના માનવામાં લોકે ભુલોના ચક્રાવામાં પડે છે. જે ચીજ જેવા રૂપે કરી સહિત હેય તેને તતરૂપે ધારવામાં અને કહેવામાંજ ફાયદે સમાયલો છે અને તેને જ જૈન ધર્મ સમ્યગદ્રષ્ટિ કહે છે. તે મુજબ અમલ કરવામાંજ ગર્ભિત સુખ સમાયેલું છે, નહીત વખતે અડનું રોડ વેતરવામાં એટલે એકનું બીજમાં અને બીજાનું ત્રીજામાં એમ મે.