SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ઉપરાંત વિશેષ કાર્યસાધક નીવડી નથી; કારણકે જો તેઓ અસ્તિત્વ ધરાવતી હોય છે તેવાં સ્થળોમાં વિદ્યાર્થીને ઉપયોગી થઈ પડે તેવી ઉચ્ચ કેળવણી આપનારી સંસ્થાઓ ન હોવાથી તેમને સંનિધમાં આવેલાં શહેરો કે જ્યાં ઉચ્ચ કેળવણી આપનારી સંસ્થાઓ હયાતિ ધરાવતી હોય તેને આશ્રય લેવો પડે છે; અગર તો સાધનોના અભાવે માત્ર ત્રણ કે ચાર ધારણ જેટલી અપૂર્ણ કેળવણી લેઈ વિરમવું પડે છે. સાધનસંપન્ન વિદ્યાથી સિવા યના ધણુંખરાઓ તે આ પ્રમાણે અપૂર્ણ જ્ઞાનથી જ ધંધાની ગરેડમાં પડે છે. ત્રણ ધારણની અપૂર્ણ કેળવણથી આલ ભાષાનું માત્ર ઉપર ચેટીયું, નજીવું શબ્દ જ્ઞાન મળે છે કે જે જ્ઞાન, મનુષ્ય વ્યવહારની ગડમાં પડતાં વિસ્મરણ થઈ જાય છે. આ અપૂર્ણ કેળવણીથી માત્ર આટલેજ ગેરલાભ થાય છે એટલું જ નહિ પણ શરૂઆતની કેળવણીની સંસ્થાઓના ઉચાં ધારણોમાં શીખવાતા વ્યવહારોપયોગી વિષયોના શિક્ષણની અને માતૃભાપાના શિક્ષણની અનુકુળ સંધિનો લાભ પણ વિદ્યાર્થી ગુમાવે છે. આથી વિદ્યાથી ભય રીતે ભ્રષ્ટ થાય છે. જે આલ ગુજરાતી શાળા તેના નામને સાર્થક કરે તેવી હોય અને નહિ કે અન્ય વિષયને ભેગે આલ ભાષાના માત્ર શબ્દ જ્ઞાન પરજ લક્ષ આપતી હોય તે કાંઈ ભયનું કારણ રહેતું નથી. જો આઝલ ગુજરાતી શાળા તેના અભ્યાસ ક્રમના દરેક વિષય પર તેની યોગ્યતા અને ઉપયોગિતાના પ્રમાણમાં માનસિક શક્તિઓ એક સરખી રીતે ખીલી શકે તેવી રીતે સામાન્ય કેળવણી આપતી હોય તે તે તેના નાના અગર વિસ્તાર વાળા સ્વરૂપમાં સંપૂર્ણતાની કક્ષામાં છે એમ આપણે ધારી શકીએ અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ પરંતુ જે આલ ગુજરાતી શાળાઓમાં આલ ભાષાને જ અતિ અગત્ય આપવા માં આવતું હોય, અને અન્ય વિષયોની સામાન્ય રીતે ઉપેક્ષા કરવામાં આવતી હોય, વિદ્યા થઓને વ્યવહારોપયોગી થઈ શકે તેવા અને તેમની માનસિક શક્તિઓને સમાન રીતે વિકાસ થઈ શકે તેમ અન્ય વિષયોનું શિક્ષણ અપાતું ન હોય તે તેઓ વાસ્તવે વિદ્યાર્થીને આશ્રય ભૂત થઈ પડતી નથી. આલ ગુજરાતી શાળાઓ લેક પ્રિય ન થઈ પડવાનાં કાર માં આ મુખ્ય કારણ છે. કરબાની કેટલીક આ ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓ, શરૂઆતની કેળવણીનાં સાત ધોરણો પૂર્ણ કર્યા બાદ આ લ ગુજરાતી કેળવણી લેવા જે ડાયેલા હોય એમ દષ્ટિએ પડે છે. આજકાલ ગુજરાતી પહેલા ત્રણ ધરના અભ્યાસ ક્રમમાં આલ ભાવાના તફાવત સિવાય ભાગ્યેજ વિશેષ તફાવત હોય છે; છતાં આલ ગુજરાતી શાળાઓ શરૂઆતની કેળવણીની શાળાઓના ઉંચા દરજીના અભ્યાસની ગરજ સારતી હોય એમ ગણવામાં આવતું નથી; એટલું જ નહિ પણ કઈ કઈ પ્રસંગે આ ગુજરાતી ત્રણ ચાર ધારણોને અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીને પુનઃ શરૂઆતની કેળવણીનાં ઉંચા - રોના અભ્યાસમાં જોડવામાં આવે છે. આથી એમ સહજ અનુમાન થઈ શકે કે આલ ગુજરાતી શાળાઓમાં શીખતા આકલ ભાષા સિવાયના અન્ય વિષયના શિક્ષણની ઉગ્રતા efficiency વિષે લોકોનાં મન સંદિગ્ધ હશે આથી એ આવશ્યક છે કે જે અંશે કેળવણી અપાય તેવા અંશે પૂર્ણ અને યોગ્ય દfficient હેવી જોઈએ. શરૂઆતની કેળવણીનાં ઉંચાં ધરણોના અભ્યાસક્રમની માફક હવહારોપયોગી એકાદ વિવધ તેના અભ્યાસક્રમમાં દેખલ કરવો જોઈએ. આ સ્થળે જણાવવું જોઈએ કે “ પ્રાર્થના સમાજ ઈન્સ્ટીટયુટ' ના
SR No.522048
Book TitleBuddhiprabha 1913 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy