________________
માધ્યમિક કેળવણી.
કાર્ય વાહકેએ આવીજ દીર્ધ દૃષ્ટિથી દેશીનામું વગેરે વિષયો તે સંસ્થાના ઘરમાં દાખલ કયા હતા. અદ્યાપિ પર્યત ગુજરાતી ભાષાના વિષયમાં નિબંધ અગર ગદ્ય લેખનને સ્થાન મળેલું ન હતું. આથી વિદ્યાર્થીને શુદ્ધ લેખન, યોગ્ય વાક્ય રચના અને વિચાર સંકલનાનો મહાવરો પડતો ન હતો. વિચારો દર્શાવવામાં તે સરળતા અને છટા પ્રાપ્ત કરી શકતો ન હતો. આ પ્રમાણે ભાષાના શિક્ષણના એક અતિ અગત્યના અંગ પ્રતિ દુર્લક્ષ્ય થતું પરંતુ સુભાગ્યે સુધારેલા નવા અભ્યાસક્રમમાં ઉકત વિષય દાખલ થવાથી તે ભય ન પ છે. મૂળ આદિ વિષયોનું શિક્ષણ જમાનાની પ્રગતિના પ્રમાણમાં શાસ્ત્રીય અને પદ્ધતિસરનું થવાનું વલણ પકડે છે પરંતુ આ સર્વેની તેહનો આધાર શિક્ષક અને તેની યોગ્યતાને અવલંબીને રહે છે. પદાર્થ પાઠના શિક્ષણે હજુ આલ ગુજરાતી શાળામાં પ્રવેશ કર્યો નથી છતાં નવા અભ્યાસ ક્રમમાં આ વિષય વિષે પણ રૂપરેખા દોરેલી હોવાથી તેના શિક્ષણ માટે ભવિષ્યમાં યત્ન થશે એમ આશા રહે છે.
પ્રસ્તુત સંસ્થાઓની સ્થિતિ વિશે વિચારતાં એ ૨૫ ભાસે છે કે દરેક સંસ્થા પૃથક પૃથક અસ્તિત્વ ધરાવે છે. આ સંસ્થાઓ પરસ્પર કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતી ન હોવાથી એટલે કે તેઓમાંની દરેકની વ્યવસ્થા અને બંધારણ જુદાં હોવાથી તેઓ પરસ્પરને આશ્રય ભૂત થઈ પડતી નથી. દરેક સંસ્થા સ્થાનિક ખાનગી અગર મ્યુનીસીપાલ સભાની દેખરેખ નીચે હોવાથી દરેકને કાર્યભાર પરસ્પરથી અલગ રહે છે. આથી શિક્ષકોની તંગીના પ્રસંગે એક શાળાને બીજી શાળા તરફથી કાંઈપણ આશ્રય મળતું નથી, એટલું જ નહિ પણ દરેક શાળાને તેના નિર્વાહ કરવામાં ઘણું ખર્ચ લાગે છે.
શિક્ષકની લાયકાતના પ્રમાણમાં પગારનું ધોરણ ઉંચું રાખવું પડે છે અને તેમ છતાં પણ સ્થાયી શિક્ષકે ઉપલબ્ધ થતા નથી. દરેક સંસ્થામાં નિયમિત અને અમુક સંખ્યામાં જ શિક્ષકોનો નિભાવ થતો હોવાથી, પગારના વધારાના સંગ સંકુચિત હવાને લીધે લાયકાત વાળા મહેનતુ અને પ્રામાણિક શિક્ષકો એક સંસ્થામાં બહુ મુદત ટકી રહેતા નથી. આથી આ સંસ્થાઓની આબાદીનો માર્ગ સંકુચિત થઈ રહે છે. કાનાં મોટાં ગામોની સ્કૂલોના કાર્ય વાહકને પણ શિક્ષકોની તંગીની અગવડ એટલી વેઠવી પડે છે કે તેઓને શિક્ષકોનું મન સારાવી લેવું પડે છે. આવી સંસ્થામાંના શિક્ષકોને “ ટયુશન ' ખાનગી ભણાવવા સિવાય બીજી કઈ આવક ન મળવાથી તેમને અસંતવ વાસ્તવિક રીતે દૂર થતો નથી, આ બધી સંસ્થાઓ ખાતાના કારભાર અને અમલ નીચે હેય વા પરસ્પર એકયથી જોડાયેલી હોય તે દરેકને તેની યોગ્યતાના પ્રમાણમાં સારે લાભ થાય ! એક સંસ્થાનો શિક્ષક બીજી સં. સ્થામાં શિક્ષક તરીકે જોડાઈ શકે અને તેની અગવડ દૂર થઈ શકે. શિક્ષકને પણ આ ફેર કારથી નવા સંયોગોનો અનુભવ થાય અને પગારના વધારાથી સંતોષ થાય ! નાની સંસ્થાના શિક્ષકને પણ ભવિષ્યમાં અનુભવ થતાં મોટી સંસ્થામાં પ્રવેશ કરવાનો પ્રસંગ આવે અને
વ્યાદિકનો લાભ પ્રાપ્ત કરી શકે ! આ ઉપરાંત દરેક સંસ્થાને અનુભવી શિક્ષકો મળી શકે. નાની સંસ્થાથી શરૂ કરીને મારી સંસ્થા સુધી દરેકને તેની જરૂરીઆતના પ્રમાણમાં છેડા ખર્ચે સારા શિક્ષકે મળી શકે ! પરંતુ આવા કોઈ પણ પ્રકારના બંધારણના અભાવે કબાના ગામની શાળાને પંદરથી વીશના પગારમાં જેટલી લાયકાત.. વાળ શિક્ષક મળે .