________________
૨૮૪
બુપ્રિભા. મન જ્યારે ઇનિને વિષય પ્રતિ રિતું નથી. ત્યારે બેથી ભ્રષ્ટ થએલ રવયમેવ વિના પામે છે. આ પ્રમાણે મનનો જય કરવાથી જે દશા થાય છે તે દર્શાવે છે.
नष्टेमनसिसमन्तात् सकलंविलयंसर्वतोयाते
निष्कलमुदेतितत्त्वं निर्वातस्थायिदीपवत् ॥३६॥ ચારે તરફથી મનના રાગ દ્વેષરૂપ વિકલ્પ સંકલ્પથી મનનષ્ટ થએ તે વાયરા વિનાના સ્થિર રહેલા દીપકની પેટે નિષ્કલંક આમતત્વનો પ્રકાશ થાય છે. મનની આવી દશા કરવ માટે અત્યંત પ્રયત્ન કરવાની જરૂર છે રાત્રી દિવસ મનને સ્થિર કરવા માટે લક્ષ રાખવાની જરૂર છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એહુ વાત નવિ ખોટી, મનને વશ કરવું એ કંઈ બાળકને ખેલ નથી, મનની ચપળતા માંકડાના કરતાં ઘણી વિશેષ છે. મૂળ મનરૂપ મર્કટ અને તેને મેહરૂપ દારૂ પાડવામાં આવ્યું હોય અને તેને વિષયોરૂપ છાપરા ઉપર કુદવાનું મળે અને તેમાં મિથ્યાત્વ રૂ૫ વૃશ્ચિક કરો હોય તે કુદકુંદા કરવામાં બાકી રાખે નહિ. અર્થાત્ ચેરાણલાખ જીવ થેનિયામાં કુદફદા કરવામાં બાકી રાખે નહિ એવા ! मन एव मनुष्याणां कारणं यन्धमोक्षयो यौवालिगिता कान्ता तत्रैवालिगिता सुता॥ શ્રીમમ્મુનિસુન્દરસૂરિ મહારાજા સ્વરચિત અધ્યાત્મ કલ્પદ્મના ચિત્તદમનાધિકારમાં સંસાર ભ્રમણને મૂળ હેતુ મન છે એમ જણાવવા લખે છે કે --
सुखायदुःखायचनैवदेवा, नचापिकालःसुहृदोऽरयोवा
भवेत्परंमानसभेवजन्तोः संसारचक्रभ्रमणैकहेतुः ॥१॥ આભાને સુખ અને દુઃખને માટે સાક્ષાત્ દેવતાઓ થતા નથી. કાલ પણ જીવને સુખ દુઃખ આપવા સમર્થ થતો નથી. તેમજ મિત્રો અને શત્રુઓ પણ સુખ દુઃખ આપવા સમર્થ થતા નથી. પરંતુ પ્રાણીને સંસાર ચક્રમાં પરિભ્રમવાનો એક મૂળ હેતુ મનજ છે. મનવડે પ્રાણીને સુખ દુઃખ થાય છે. મનના વશમાં પડેલા આમાજ પોતે સ્વર્ગ અને નરક છે. રાગાત્મક મનના સંકલ્પ વિકલ્પોના ઉપર કર્મબઘનો આધાર છે. મને નિગ્રહ થયો હોય તો સર્વ સિદ્ધ થયું એમ જણાવતા છતા શ્રી મુનિ સુંદરસૂરિ કથે છે કે
वशंमनोयस्यसमाहितस्यात् किंतस्यकार्य नियमैयपैश्च
हतं मनो यस्यचदुर्विकल्पैः किंतस्यकार्य नियमैर्यमैश्च ॥ ५ ॥ જેનું મન સમાધિવંત લઈને પોતાના વશમાં વર્તે છે. તેને પશ્ચાત યમનિયમથી શું ? તેમજ જેનું મન દુર્વિકલ્પોથી હણાયું છે તેને પણ “યમનિયમથી શું ? ” યમનિયમ પામીને મનને વશ કરવાની જરૂર છે. મનમાં રાગદેષના વિકલ્પ સંકલ્પની પરંપરાઓ વહેતી હોય તે યમ અને નિયમથી કાર્યસિદ્ધિ થતી નથી. માટે મનને વશ કર્યા વિના મુક્તિ જવાને એકે અન્ય મહાન ઉપાય નથી. મનને વશ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. સહસ્ત્રાવધાની શ્રી મુનિ સુંદરસુરિ મનેતિગ્રહ વિના દાનાદિ ધર્મનું વ્યર્થપણું નીચે પ્રમાખે જણાવે છે.
दानश्रुतध्यानतपोर्चनादि स्थापनोनिग्रहमन्तरेण । कपायचिन्ताकुलनोज्झितस्य परोहियोगामनसोत्रशत्वम् ॥ ६ ॥