SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦Y બુદ્ધિપ્રભા समफितवन्ताजीवडा-करेकुटुंबप्रतिपाल पणअन्तरथीन्यारारहे जेमधावखेलावेवाल ॥१॥ સમ્યકત્વવંત છ ગૃહસ્થાવાસમાં રહીને કુટુંબની પ્રતિપાલન કરે છે પણ અત્તર ન્યારા રહે છે. જેમ ધાવમાતા અન્યના બાળકોને રમાડે છે પણ તેઓને પિતાના માનત નથી તેમ સમકવવંત ગૃહર પણ અન્તરથી ન્યારા રહીને સાંસારિક કાર્યો કરે છે. અન્તરથે ન્યારા રહીને સાંસારિક કાર્યો કરવાં એ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના બની થકે તેમ નથી. અધ્યા ત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અન્તરથી ત્યાગ આવી શકે નહિ. અને અત્તરથી ત્યાગ દશા પ્રાપ્ત થયા વિના બાઘની ત્યાગ દશા પણ સાર્થક થઈ શકે નહિ, અધ્યાત્મસારમાં નીચેના ભલે માં જે દશા વર્ણવી છે તે અધ્યાત્મજ્ઞાન વિના ન બની શકે તે અત્રે જણાવે છે. सेवतेऽसेवमानोऽपि सेवमानोनसेक्ते कोऽपिपारजनोनस्या घच्छन्परजनानपि ॥ २५ ॥ अतएवमहापुण्यं विपाकोपहितश्रिया गर्भादारभ्यवैराग्यं नोत्तमानांविहन्यते ॥ २६ ॥ योगिनानवबाधाय ज्ञानिनोलोकवर्तिनः ॥ २७ ॥ કાઈક વિષયોને બહાથી નહિ સેવતે છતાં પણ અતરથી સેવે છે. અને કોઈક અધ્યાભપરિણતિ વાળો છવ બાહ્યથી ભેગે સેવતે છતે પણ અન્તરથી સેવ નથી. પરજનોને આપતે છતે કઈ પારકે થઈ શકતું નથી તેમ ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થકરાદિ છો ભેગાવલી કમેના ઉદયથી શરીરને આહારાદિ પર વસ્તુનું દાન આપે છે તેથી તે પરજા વસ્તુના દાસ બની શકતા નથી-તીર્થંકર ગૃહસ્થાવાસમાં ગર્ભથી આરંભીને તીર્થકર પદવી આદિને ભેગવે છે તે પણ તેઓ અત્તરથી વાર રહી શકે છે. કાકના વસ્ત્રની પૂતલીઓની પેઠે લોકમાં રહેનાર જ્ઞાનીયોગીની પ્રવૃત્તિઓ હોય છે તે યોગીને બંધન માટે હેતી નથી. ગી પ્રારબ્ધ કર્મોની પ્રતિયોમાં આસાભાવ ધારણ કરતા નથી. તે પોતાનામાં હું કરૂં છું. હું ભોગવું છું એ અહંભાવ ધારણ કરતા નથી તેથી તે બાહ્ય જગતની સાથે મમ ત્વના પરિણામ રૂપ બનધનથી બંધાતો નથી અને મમત્વની કલ્પના વિના તે પિતાના આત્માને બંધનમાં નાખી શકતો નથી. પિતાનો આત્મા કેવી દશામાં વર્તે છે તેનું અધ્યા ત્મજ્ઞાનીને સ્પષ્ટ ભાન થાય છે તેથી તે પિતાની ઉચ્ચદશાનો માર્ગ પિતાના હાથે ખુલ્લો કરે છે અને તેમાં પોતે પ્રવૃત્તિ કરતે રહે છે. ગૃહરાવાસમાં રહેલા અને ચક્રવતિ પદવી ભોગવતા એવા તીર્થકરોની વૈરાગ્ય દશા દેખતાં તેઓ બાહ્ય કરતાં અન્તરથી ઘણું ન્યારા દેખાખાય છે. એવી તેમની દશાનું મૂળ કારણ ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. જીવને શિવ બનાવી દવે એ અધ્યાત્મજ્ઞાનની શક્તિ છે. અધ્યાત્મ જ્ઞાનથી મનુષ્ય પોતાના આત્માને દિવ્યાકારમાં બદલી નાખે છે.
SR No.522046
Book TitleBuddhiprabha 1913 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size600 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy