________________ 288 બુદ્ધિપ્રભા. કારાર્થે તે ઈનામ ઉપરથી પિતાને હાથ ઉઠાવ્યા હતા જેથી સદરહુ ઇનામો માયાભાઈ ઠાકરશી તથા રતિલાલ મેહનલાલને આપવામાં આવ્યાં હતાં. આવી રીતે ગુપ્ત રીતે ભેટ મોલનાર ગ્રહથે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે તે ઘણું સ્તુતિ પાત્ર છે અને આવા પુરૂષોની કામમાં ઘણું જરૂર છે. આ સભાને મરહુમ શેઠ હઠીસંગ રાયચંદની વિધવા બાઈ શ્રી. હરકુંવર બાઈએ પતાના મરહુમ ધણીની ઈચ્છા પ્રમાણે રૂ. 6000) છ હજારને આશરાની ભેટ આપી સભાને પાય કાયમ કર્યો છે અને સભાની સાથે તેઓનું નામ જોડી આ સભાનું નામ શ્રી જેન હઠીસંગ સરસ્વતી સભા રાખવામાં આવ્યું છે. છેવટે રાત્રીના દસ વાગે મેળાવડાનું કામ ખલાસ થયા બાદ પાટણના ગવઇઆની બેઠક શરૂ કરવામાં આવી હતી. જે ગવાઈઓએ આનંદ ધનજી આદિ મહાન પુરૂષના સ્તવનો ગાઇ શ્રોતાઓનાં મન ખુશ કરી નાંખ્યાં હતાં અને બેઠક લગભગ બાર વાગે પૂરી થઇ હતી. છેવટે અમે આશા રાખીએ છીએ કે અન્ય સભાઓ પણ અભ્યાસમાં આ સભાને દાખલો લઈ પિતાના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા શ્રી જૈન એજ્યુકેશનલ બેઈમાં મિલી શાસ્ત્રના અભ્યાસમાં વધારો કરશે એવી અમે આશા રાખીએ છીએ. ઉપરને રીપોર્ટ રા. રા. વકીલ. જેશીંગભાઈ પોચાભાઈ દલાલ બી. એ. એલ. એલ. બી. તરફથી આવ્યું તે દાખલ કર્યો છે. વર્ગ, યોગનિ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ અને ચાલતી શેઠ. ભગુભાઈ પ્રેમાભાઈની જ્ઞાનવર્ધક શાળાની તા. ૨૬-૧૧-૧૨ના રોજ વીઝીટ લીધી હતી તે પ્રસંગે પતે પાઠશાળા સબંધી નીચે મુજબ અભિપ્રાય દર્શાવ્યો હતો. " શાળામાં ચાલતા અભ્યાસ વિગેરેનું એકંદર પરિણામ સારૂ છે. મેનેજર ત્રીજમેહનદાસ સુરજરામને ઉત્સાહ પ્રશંસનીય છે તેમજ માસ્તર વિદ્યાર્થીઓને ભણાવવામાં સારું લક્ષ્ય ધરાવે છે. શાળાને માટે એક સગવડવાળા મકાનની તેમજ કસરતશાળાની આવશ્યક્તા છે. વધારે વિદ્યાર્થીઓની સગવડ કરવાની તેમજ આગળ ધારણું ઉઘાડવાની જરૂર છે. શાળા વધારવાને માટે અને શાળાની વ્યવસ્થા દિનપ્રતિદિન સારી થતી જાય તે માટે મેનેજર સારો પ્રયત્ન કરે છે. આ પાઠશાળામાં જે સુધારા વધારા કરવામાં આવે છે તે એક ઉત્તમ પ્રકારની થઈ પડે એવી આશા રાખવામાં આવે છે. પાઠશાળાની ધાર્મિક અભ્યાસ સ્થિતિ ઘણી સંતોષ કારક છે. પાઠશાળાના ટ્રસ્ટીઓ આ બાબત પરિપૂર્ણ ધ્યાન આપી ઘટતે સુધારે વધારે કરશે.” પક્ષક. હાલમાં અમારા સાંભળવામાં આવ્યું છે કે આ શાળામાં ચાલતા અભ્યાસ પૂર્ણ કરી અત્રેની હાઇસ્કુલમાં દાખલ થએલા પાંચ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાંથી ચાર પાસ થયા છે જે ખરેખર પ્રશંસનીય છે કે શાળામાં અપાતા શિક્ષણ વિષે ખ્યાલ આપવાને આદર્ય તુલ્ય છે. અમે અત્રેના જૈન બંધુઓને ભલામણ કરીએ છીએ કે દરેકે પિતાના પુત્રોને આ શાળામાં વિદ્યાભ્યાસ કરવા મોકલવા જોઇએ. આ રથળે અમે આ શાળાના સંસ્થાપક દાનવીર શેઠ. મનસુખભાઈ ભગુભાઇને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે જે જેનેના પ્રેમ માટે શાળા ખેલી અતુલ્ય ઉત્સાહ દર્શાવ્યો છે તેમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરી અને પાનાનો ઉદાર હાથ લંબાવી આ સંસ્થાને ઉન્નતિના શિખરે મૂકશે એવું અમે છગરથી જેવા ઈચ્છીએ છીએ.