________________
શ્રી જૈન હઠીસંગ સરસ્વતી સભાનો વાર્ષિક રીપોર્ટ,
૨૮૭
श्री जैन हठीशंग सरस्वती सभानो वार्षिक रीपोर्ट. સંવત ૧૮૬૯ ના માગસર સુદી ૬ ને રવિવાર ના રોજ સામળાની પિાળમાં આવેલી શ્રીજૈન હકીગ સરસ્વતી સભાનો વાર્ષિક મેળાવડો અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ, સાંકલચંદ મોહલ્લાલના પ્રમુખ પણ નીચે થયો હતો તે વખતે સભાના સેક્રેટરીએ નીચે મુજબ રીપોર્ટ વાંચી સંભળાવ્યો હતો.
આ સભામાં ૧૦૦ ઉપરાંત વિદ્યાથીઓ છે અને તેમના બે વર્ગ પાડવામાં આવ્યા છે. પહેલા વર્ગમાં જીવ વિચાર, નવ તત્વ તથા કર્મ ગ્રંથ આદિ શીખનાર વિદ્યાથીઓનો સમાવેશ થાય છે અને બીજા વર્ગ માં નવ સ્મરણ, પંચ પ્રતિક્રમણ તથા દેવશીરાઈ પ્રતિક્રમણ શીખનાર વિદ્યાર્થી ઓ છે. આ સભામાંથી શ્રી. જૈન એજયુકેશનલ બેડ ઑફ ઈનીઆ તરફથી આખા ભારતના તમામ વિદ્યાથી ઓની લેવામાં આવતી પરિક્ષામાં આ સભાના સેક્રેટરી અને માસ્તર મી. મણીલાલ વાડીલાલ ફર્મ ગ્રંથની પરિક્ષામાં પહેલે નંબરે પાસ થયા હતા અને તેમને રૂ ૨૦) વિશ્વ ઇનામ મળ્યા હતા તેમજ બીજા વિદ્યાથી મી. મયાભાઈ ઠાકરશી પણ કર્મ ગ્રંથના બે ભાગમાં પરીક્ષા આપી પાસ થઈ રૂ. ૪) ચાર ઇનામ મેળવ્યું હતું. આ સભામાં મી. મણીલાલ વાડીલાલ કાંઇ પણ બદલો લીધા સિવાય સભાને વહીવટ કરી પોતે જાતે કર્મ ગ્રંથ આદિ પુસ્તકોનો અભ્યાસ કરી બીજાને પડ્યું નવ તત્વ, આગમ સાર વિગેરે પુસ્તકોનો અભ્યાસ કરાવે છે એ ઘણુંજ સ્તુતિ પાત્ર છે આવા નર રનની આપણી કેમિમાં બહુ ખામી જણાય છે. જે આવા નિઃસ્વાથી પુરૂ આપણી કેમમાં બહાર નીકળી આવે તે કેમની ઉન્નતિ બહુજ થોડા વખતમાં થાય એમાં જરા પણ સંદેહ નથી. આ સાલમાં શ્રી ભારત જન એજ્યુકેશનલ બેઈમાં આ સભામાંથી ૧૭ સત્તર વિ. ઘાથી મોકલવાના છે અને અમે આશા રાખીએ છીએ કે દરેક વિદ્યાથી સારા માર્કસ મેળવી પરીક્ષામાં પાસ થઈ સભાની કીર્તિમાં વધારે કરશે. આ સભામાં જુના વિદ્વાન આચાર્યના સ્તવને તથા સુત્રાદિ પાઠ તથા દેવશી પ્રતિક્રમણનો અર્થ શીખવવામાં આવે છે અને દરેક ત્રણ માસે પરીક્ષા લઈ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે.
આ સભાને અંગે રાત્રી જાગરણની ટોળી છે કે જે પર્યુષણાદિ પર્વના દિવસે જુદે જુદે ઠેકાણે પૂજા વિગેરેમાં સ્તવ ગાઈ સારી ખ્યાતિ મેળવી છે અને એક ઉત્સાહથી અને ખંતથી રતવને શીખશે તે હજુ પણ વધારે ખ્યાતિ મેળવશે એમ આશા રાખવામાં આવે છે. આ સભામાં વધારે ખુશી થવા જેવું એ છે કે ગમે તેટલી મોટી ઉમરને વિદ્યાથી પણ એક બાળકની સાથે બેસી અભ્યાસ કરે છે અને તેથી બાળકના ઉપર પણ સારી અસર થાય છે અને અભ્યાસમાં પિતાનું ચિત્ત રોકે છે.
આ સભા પાયચંદ ગચ્છના આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજના હસ્તકમળથી સ્થા. પન થએલી છે. અને સભાના વિદ્યાર્થીઓ આગમ સાર, કર્મ ગ્રંથ વિગેરે પુસ્તકને અભ્યાસ તેમના પસાયથી કરી સારી આબરૂ મેળવી છે અને હજુ પણ ખંતથી અભ્યાસ કરી સભાની કીર્તિ મેળવી આચાર્યશ્રીની કીર્તિમાં વધારો કરશે,
ઉપર પ્રમાણેને રીપોર્ટ વંચાઈ રહ્યા બાદ અને વિદ્યાર્થીઓને ઈનામ અપાઈ રહ્યા બાદ એક ગૃહસ્થ તરફથી પિતાનું નામ જણાવ્યા શિવાય આ સભામાં ચાલુ વર્ષમાં પહેલા બે નંબરે જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમને રૂ. ૩-૦-૦૦ તથા રૂ. ૨-૦-૦ એ રીતે મળી રૂ. ૫-૦-૦ નું નોટ ગુપ્ત રીતે સભાના સેક્રેટરી ઉપર મોકલવામાં આવ્યું હતું સભાના સેક્રેટરી મી. મીત્રાલ વાડીલાલ પહેલે નંબરે પાસ થયા હતા છતાં પિતે પરોપ--