SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. ૨૫૯ સમાનભાવ એ જીવનનું મોટું રહસ્ય છે. તે દુઃખને દૂર કરે છે અને સુખને દઢ કરે છે. તે વિરોધને ટાળે છે અને વિરૂદ્ધતાને ખાળે છે-કઠીનમાં કઠીન હદયને પિગાળે છે અને ધર્મના સુંદર અંશને પિવે છે. આ જૈનધર્મના મોટા સિદ્ધાન્તોનું મૂળ સમાનભાવે છે. એક બીજાને સમાન ગણે. તમારા આત્મા ગમે તે આત્માના સરખો છે એવો ભાવ રાખીને દુનિયામાં પ્રવર્તી પશ્ચાત તમારું જીવન ખરેખર વિદ્યતની પેઠે ઉન્નત થશે. આપણું તીર્થક રોએ, મહાત્માઓએ સમાનભાવ તરફ ઉન્નતિનો નિશ્ચય દર્શાવ્યો છે. એક વિદ્વાને કઈ મહતમાને પુછ્યું કે આપણે ઉદય ચામાં છે? પેલા મહાત્માએ કહ્યું કે સમાનભાવમાં સમાનભાવથી આખી દુનિયામાં મનુષ્ય દરેકના હૃદય ઉપર જબરી મહા ચલાવી શકે છે. સર્વ પ્રકારની વાસનાના સંકુચિત પ્રદેશમાંથી છૂટવું હોય તે સમાન ભાવથી હ્રદય ભરી દે. જે તમારે ભેદ ભાવનાના શુદ્ર વિચારોને પ્લેગ શમાવવો હોય તે સમાનભાવની ઉપાસના કરો. શુદ્ધ પ્રેમ સિવાય સમાન ભાવ આવી શકે નહિ. કનન કૅરર કહે છે કે આપણે ઘણીવાર ઉદ્યોગ કરતાં સમાનભાવથી વધારે હિત કરીએ છીએ. માણસ, પદવી, અધિકાર દ્રવ્ય, અને શરીરસુખ ખુએ પણ સંતોષથી સુખમાં જીવ્યા કરે પણ એક વસ્તુ એવી છે કે તે વિના જીંદગી ભારરૂપ થઈ પડે, તે સમાનભાવે છે. સમાનભાવ અન્ય હૃદયમાં પ્રીતિ અને આશાધીનતા પ્રેરે છે. સમાનભાવ વધારે મનુષ્ય પર દર્શાવી તેના વિષયને વધારે વિસ્તાર પામવા દઈએ છીએ ત્યારે તે સાર્વજનિક દયાભાવ એવું મોટું રૂપ ધારણ કરે છે. સમાનભાવ દર્શાવવામાં બહુ દ્રવ્ય અદકે બહુ બુદ્ધિબળની કંઇ જરૂર નથી. નોકસ નામનો એક યુરોપીયન વિદ્વાન કળે છે કે સમાનભાવથી એક બીજાના ભલા માટે વધારે લાગણી પ્રેરાશે. એક હૃદયની અન્ય હદય પર અસર થયા વિના રહે નહિ. સમાનભાવથી સમસ્ત દુનિયા બાંધવ થાય છે જ્યારે મનુષ્ય અન્યના જીવનને પિતાનું જીવન સમજે છે. ત્યારે દેવી અસર ઉત્પન્ન કરે છે અને સર્વને પિતાની પ્રતિ આકર્ષે છે. ઉત્તમ અને ઉદાર પ્રકૃતિના પુરૂષામાં સર્વથી વધારે સમાન ભાવ હોય છે. વિબર્ફોર્સ સમાનભાવના બળ માટે વધારે પ્રસિદ્ધ હતું. સંદેટીસે કહ્યું છે કે જેમ મનુષ્યની અપેક્ષા સ્વાર્થ માટે ઓછી થતી જાય છે તેમ તે પરમાત્મા પાસે જ જાય છે. સમાનભાવ એ પરમાત્માની પાસે જવાને માટે સર્ટીફીકેટ છે. ઘણી વખત એવું બને છે કે વાચકોને સમાનભાવ પુસ્તક વાંચતાં લાગે છે પણ તેના આચરણમાં દેખાવ દેતા નથી. દુનિયામાં છે ગચ્છમાં ભેદ–એક બીજા વચ્ચે ભેદ, શેઠ નોકરને હલકો ગણે, રાજા પોતાની પ્રજાને હલકી ગણે. અધિકારી પોતાના નોકરને હલકે ગણે અને પ્રભુની પાર્થના કરીને પ્રભુની કૃપા ચાહવામાં આવે આ કેટલે બધે અજ્ઞાનભાવ! નાના મોટાની કલ્પનાથી મનુષ્ય પોતાની અંદર રહેલા આત્માને ઓળખી શકતું નથી. જે મનુષ્યોમાં આત્માઓ રૂપી પરમાત્માઓ વિરાછ રહ્યા છે તે મનુષ્યો તરફ ઠેષ છષ્યની લાગણીથી જેનાર મનુષ્યને આમા ખરેખર મહરૂપ શેતાનની દષ્ટિથી દેખનાર છે. આચારોમાં સમાનભાવ જેણે ધાર્યો છે એવા સમાનભાવીની જીદગી અનેક મનુષ્યના ક૯યાણાથે થાય છે. આ આર્યાવર્ત માં હાલ કેળવણી વધવા લાગી છે. વ્યાપાર વધવા લાગ્યા છે. ધર્મના પન્થ પણ અલસીયની માફક ઉભરાવા લાગ્યા છે. પણ સમાનભાવતે અદ્રશ્ય થતું જાય છે. કેળવણી પામેલા મનુષ્ય તીડની પેઠે ઉભરાવવા લાગ્યા છે પણ સર્વ જીવોને સમાન ગણીને તેઓના પ્રતિ
SR No.522045
Book TitleBuddhiprabha 1912 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size513 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy