________________
૨૫૮
બુદ્ધિપ્રભા. લેવા શક્તિ હૃદય થકી તું એલજે ખેલ ન્યારા. હા હારૂં સકળ ભ્રમણા, મેહના ખેલ ખેટા; ચેત ચિત્તે અનુભવ બળે, કર્મને દૂર કાઢે. પાયે વેળા હઠ નહી હવે શક્તિ તેં પુરાવી; બુદ્ધ બ્ધિ તું વિચર પથમાં શુદ્ધ સિદ્ધાન્ત યોગે.
સં. ૧૯૬૮ પાદરા. ફાગણ વદી ૯.
प्रबोधन.
શિખરિણી છંદ, અમારા વ્હાલા તું નિશ દિન રહે જ્ઞાન પથમાં, ટો ગે સર્વે અનુભવ મળો આત્મઘરને; સદા ચેતી રહેજે અરિજન થકી જેઈ સઘળું, તછ આસક્તિને સુપથ વહજે પ્રેમ ધરીને. ફસાતે ના કેથી વિષય રસના વેગ વસમા, પડે માથે જે જે વહન કરજે સામ્ય ધરીને; સદા આનન્દી જૈ શુભ મતિથકી કાર્ય કરવાં, બની સાક્ષી સિને નિજ ઘર રહી સત્ય ધરીને.
ફાગણ વદી - પાદરા.
સં. ૧૯૬૯
“ અધ્યાત્મજ્ઞાનની શાવરથરતા.” આખી દુનિયામાં અધ્યાત્મજ્ઞાનવડે સમાન ભાવ ફેલાવી શકાય છે. દરેક ધર્મવાળાઓ ભાતૃભાવ-મૈત્રી–સલાહ-સંપ એમનાં ભાષણોદ્વારા બણગાં ફુકે છે, પણ અધ્યાત્મજ્ઞાનના ઉંડાણ પ્રદેશમાં પ્રવેશ્યા વિના સમાન ભાવની દષ્ટિથી જગતને દેખી શકાય નહિ અને તેમજ તે પ્રમાણે જગતમાં વી શકાય નહિ. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવાથી સમાન ભાવમાં આભા પ્રકાશે છે અને તે સ્વાર્થ માટે કાઈ પણ દુનિયાના જીવને ઉગ પમાડતો નથી. આ ધ્યાત્મજ્ઞાન કહે છે કે સમાન ભાવ માટે પ્રથમ મને આવકાર આપો. હું તમને સમભાવની સપાટી પર લઈ જઈશ અને ત્યાં તમને સર્વ દુનિયા સમાન લાગશે. જે અધાત્મજ્ઞાનવડે કમાનભાવ ખીલે છે, એ સમાનભાવની દિશામાં ગમન કરીને તતસબંધી વિચાર કરીએ.