________________
માગધી ભાષાના કોષની અગત્ય.
२८५
પ્રજાનાં સર્વ શાસ્ત્રો અને સર્વ વિદ્વાને સંતોષ અને આળસની વચ્ચે આકાશ પૃથ્વીનું અંતર સ્વીકારે છે. આળસ તમોગુણના પરિણામરૂપ મનાય છે ને વૃત્તિનું સમાધાન તે સંતોષ એ સવગુણમાં લેખી શકાય છે. અતૃપ્તિ આદી હેતુથી ઉત્પન્ન થયેલી ક્રિયા કરવાથી પરાભુખ જે ચિત્તવૃત્તિ તે આળસ છે અને એથી ઉલટું તેનું સમાધાન સંતોષ એ ક્રિયામાં જોડનાર છતાં મનની સ્વસ્થતા છે. અસંતેવી ઉદ્યમી હોતી નથી અને સંતોષી આળસુ હતાં નથી. જેને યથાય સંતોષ છે તેતો ઘણા ઉદ્યમી હોય છે અને ખરેખર તેજ ઉદ્યમ કરે છે અને સાથે સાથે ઉત્તમ પ્રકારે ઉદ્યમને સાધે છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળ પડવાથી તેને ત્યાગ કરતા નથી પણ પુનઃ શાતપણે પ્રયનને સેવે છે અને અંતે ધારેલ અર્થ સિદ્ધ કરે છે.
આમ છે તો તેનું સેવન કરવું અને વૃત્તિને સર્વથા સમાધાનમાં રાખવી. હેવારમાં ગમે તેવા પ્રસંગે મળે પણ વૃત્તિને સમાધાનમાં જ રાખવી એજ ઉપયોગી તેમજ લામ પ્રદ છે અને સુખને ઇચછનાર વિવેકી સજનનું તેજ કર્તવ્ય છે. આમ છે તે પણ આપણે ઘણાજ પુરૂષોને અસંતવી જોઈએ છીએ. અસંતોષ ધરવાનું લેશ પણ કારણ ન હોય છતાં અનેક માણસે મીયા અસંતોષ ધારણ કરતાં માલમ પડે છે. કેટલીક વખત એવું બને છે કે બે ભાગમાંથી એક માર્ગ ગ્રહણ કરવાને પ્રસંગ આવે છે અને બેમાંથી એકને પસંદ કરવાનું બને છે ત્યારે એ નક્કી છે કે બે વરતુને સાથે રવીકાર થતું નથી પણ બેમાંથી એકને જ ગ્રહણ કરવી પડે છે પણ મનુષ્ય એવા વિહલ વિચારતા હોય છે કે પાછળથી એ અમુક ન ગ્રહણ કર્યું એવા વિચારથી સંતાપ કરે છે. (અપૂર્ણ )
मागधी भाषाना कोषनी अगत्य.
( લેખક. ડી. બાવલ. ). જૈન ધર્મના પુસ્તકે માગધી ભાષામાં છે. હાલના સુધરેલા સમયમાં તેમના ઘણું ખરાનાં ગુજરાતી ભાષામાં ભાષાંતરો થયાં છે. મૂળસૂત્ર ઉપર કેટલાક વિદ્વાન મુનિરાજોએ સંસ્કૃતમાં ટીકાઓ લખી છે. તેમનાં પણ ભાષાંતરો થયાં છે ખરાં કિન્તુ આ ભાષાન્તરમાં કેટલાક પારિભાષિક શબ્દ એવા આવે છે કે વિદ્વાન વર્ગને તે સમજવા કઠણ પડે છે તે પછી બાળ જીવોની વાત જ શી ! થોડા વર્ષ અગાઉ આચારાંગ સૂત્રનું ભાષા ન્તર કરનાર જર્મનિના વિદ્વાન હરમન જેકેબીએ ફળના ગરભ અને ઠળીયાને બદલે માંસ અને હાડકાં એવો અર્થ કર્યો હતે. તે ઉપરથી તેઓ એવા અનુમાન ઉપર આવ્યા હતા કે પ્રાચીન કાળના જેને માંસ ભક્ષણ કરતા હતા. આ વિષય પરત્વે જૈનમાં ભારે ચર્ચા ફેલાઈ હતી અને સાંભળવા પ્રમાણે તે વિદ્વાને પાછળથી પોતાની ભૂલ સુધારી હતી.
માગધી ભાષાના ઘણા શબ્દ તે એવા છે કે ગુજરાતીમાં અર્થ કરવામાં આવે તો ઘણું લંબાણ થઈ જાય, અને બાળજી સમજી શકે નહિ. જૈનધર્મી જન જેઓ ધર્મના પુસ્તકે સમજી શકે છે તેઓ પણ બીજાને સ્પષ્ટપણે અર્થ સમજાવી શકતા નથી, તે અન્ય ધમજનો આવા ભાષાંતરો કયાંથી સમજી શકે ?
જૈન ધર્મના પુસ્તકમાં ઘણું ઉંચા પ્રકારનું સાહિત્ય છે. વળી જેના પર આધાર રાખી શકાય એવા ઐતિહાસિક વૃત્તાંતે છે પરંતુ ઉપરના કારણોથી વિદ્વાન વર્ગમાં પ્રચલિત થયાં નથી તેપણુ આનંદજનક વાર્તા તે એ છે કે નામદાર ગાયકવાડ સરકારે કેટલાંક પુરતના ભાષાંતર કરાવ્યાં છે.