________________
બુદ્ધિપ્રભા.
તક હાથ ધરૂ છું કે શ્રી જૈન શ્વેતામ્બર ડિગના કાર્યવાહકે આ સવાલને ઉપાડી લેશે.
આ કામમાં પુષ્કળ ખર્ચની જરૂર નથી. જે માસિક ૧૦-૧રના પગારથી એક કસરત માસ્તર રાખવામાં આવે, અને જેમને ડોકટરો ના પાડે તે સિવાયના દરેક વિદ્યાર્થીને કસરત કરવાની ફરજ પાડવામાં આવે તે પણ થોડા સમયમાં આપણે તેનું ફળ જોઈ શકીશું. જેઓનું શારીરિક બળ વધશે, તેઓ વિદ્યાભ્યાસમાં પણ વધારે આગળ વધી શકશે, અને તેઓ જ્યારે મોટી ઉમરના થશે ત્યારે કામના હિતના સવાલોને અમલમાં મૂકવાને માનસિક બળની સાથે યોગ્ય શારીરિક બળ પણ ધરાવશે.
असंतोष. ( લેખક–જયસિંહ પ્રેમાભાઈ. કપડવણજ ) સાધારણતઃ સર્વ મનુષ્ય સુખને જ ઈચ્છે છે, ને સુખમાંજ રમણ કરવા અને દુઃખને પર રાખવા ઈચ્છે છે અને તેથી જે પ્રકારે સુખ થતું હોય તેવા ઉપાયને સંગ્રહવા પ્રયત્ન કરે છે. ઘણું કરીને સર્વ મનુષ્યનું આ લક્ષ્યબિંદુ હોય છે અને સર્વે તે પ્રકારથી વર્તન કરે છે. પણ સર્વ મનુષ્યએ એ જ્ઞાનને પ્રાપ્ત કરેલું હોતું નથી અને તેથી એટલે કે અજ્ઞાનતાથી કેટશક પ્રસંગે દુખના સાધનને પણ સુખરૂપ માની લે છે, અથવા સુખમાંથી દુઃખનેજ મેળવે છે. મનુષ્યો આળસુ બેસી રહેવા માટે જનમ્યા નથી. પિતાને આહાર ગ્રહણ કરી ગાદી તકીએ પડી કાળ ક્ષેપ કરવા, બુદ્ધિશાળી મનુષ્ય જનમ્યું હોય એમ સંભવતું નથી તેમજ આળસનું સેવન કરવાથી કંઇ મનુષ્ય, મનુષ્યત્વ, દેવત્વ, તેમજ એક્ષપર્યતનું સુખ પ્રાપ્ત કરી શકે તેમ નથી પણ નિરંતર સ્વપ્રયત્ન કરવાથી આ બધું મળે તેમ છે. હિતોપદેશક સર્વ શાસ્ત્રમાંથી એમ માલુમ પડે છે કે આળસ એ મનુષ્યના શરીરને મહારપુ છે. બીજ શરુઓ તે કંઈક સમયે પ્રહાર કરે છે અને તે પણ સન્મુખ આવી પ્રહાર કરે છે કારણ કે તેને બાહ્યરીપુ છે પણ આળસતો જાગૃત અને નિંદ્ર એ સર્વે અવસ્થામાં નિરંતર પ્રહાર કરે છે, કારણ કે તે અંતરથીજ શત્રુ છે તેથી આલસ સદા દૂર રાખવું, સર્વદ્યભી થવું એજ કર્તવ્ય છે. આળસ અને સંતોષ એ બે એક નથી. ઉપર ઉપરથી વિચાર કરનાર કેટલાક એવું સમજે છે કે જે જે વચને સંતોષ સેવવાનાં છે તે પ્રાપ્ત સ્થીતિમાં રાખી મુકનાર છે અને તેથી આળસને ઉત્તેજન આપનાર છે પણ આમ સમજવું તે ભુલ ભરેલું છે. આપણે શાસ્ત્રનું નિરીક્ષણ કરનાર સહજ સમજી શકીએ કે ઘણા મોટા વૃતધારી તેમજ સમકતધારીઓએ પણ ન્યાય પુર:સર બુદ્ધિનું સેવન કરેલું છે અને તેથી કંઈ તેમની સંતોષ વૃત્તિને બાપ આવી ગયું હોય એવો દાખલો મળી આવતા નથી પણ ઉલટા તેવી બુદ્ધિને સર્વિઘમ ગણેલ છે. જેવા કે કુમારપાળ રાજાએ ઘણુ પ્રસંગને લઈને ઘણું દેસાથે યુદ્ધ માં ઉતરવાનો ઉદ્યમ કરેલ છે પણ તેમને ભવૃત્તિ ઉપસ્થિત થઇ હતી એ દાખલો તેમના જીવન વૃતાંતમાંથી મળી આવતું નથી પણ વારંવાર તેમની સંતોષ વૃત્તિથીજ પ્રશંસા માલુમ પડે છે. આથી એમ સમજવાનું છે કે સંતોષ ધારણ કરી તેને અર્થ એ માલમ નથી પડતી કે ઉદ્યમ ન કરે અને જો એવો અર્થ હેત તે કદી પણ સુશાસ્ત્ર તેમજ અનેક વિદ્વાનજનોએ ઉદ્યોગ અને સંતોષની સાથે પ્રશંસા ન કરી થયા હતા. તેમજ વળી એવું તો સર્વત્ર માલુમ પડે છે કે સંતોષની પ્રશંસા થાય છે અને આળસની નિન્દા થાય છે. હવે જે બે એકજ એવું કેમ બની શક્યું હેત આપે